________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૮
શાસન દેવે સંભળાવેલ ભોગ કર્મ ઉદયે આવ્યાં તેથી બાર વર્ષ સુધી આ આવાસે રહ્યા. દરરોજ ૧૦ જણને પ્રતિબોધવાનો નિયમ રાખ્યો. જ્યાં સુધી ૧૦ જણને પ્રતિબોધી ન શકાય ત્યાં સુધી ભોજન ન લેવાનો પાકો નિયમ.
એક દિવસ ૯ જણ પ્રતિબોધ્યા પણ દશમો જણ કોઈ ન મળ્યો. જમવાનું મોડું થયે જતું હતું. એક મુરખને પ્રતિબોધવા ઘણી મહેનત કરી પણ તે ન બન્યો. આથી વેશ્યા - વનિતાએ હસતાં હસતાં કહ્યું, નવ તો થયા, દશમા તમે, અને નંદીષણનો આત્મા પ્રજવલિત થઈ ગયો. હા દશમો હું બધું છોડી ભગવાન પાસે ચાલી ફરી દીક્ષા ગ્રહણ કરી, ચોખ્ખું ચારિત્ર પાળી, તપ, જપ-સંયમ યિા બધું સાધી, ઘણા જીવોને પ્રતિબોધી દેવલોક ગયા.
મરનાર અગ્નિમાં બળે, જીવનાર અગ્નિ વિણ જલે, - રોયા કરેથી શું વળે, મરનાર પાછા ના મલે.
સુખદુઃખ મનમાં સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે કે ઘડિયાં, ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં.સુખદુ:ખ નળરાજા સરખો નર નહિ, જેની દમયંતી રાણી, અર્ધવચ્ચે વનમાં ભમાં, નયણે નિદ્રા ન આણી...સુખદુ:ખ હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, તારાલોચની રાણી, તેને વિપ-ત્તિ બહુ પડી, ન મળે અન ને પાણી...સુખદુઃખ પાંડવ સરખા બંધવા, જેની દ્રૌપદી રાણી, બાર વરસ વન ભોગવ્યાં, ભર્યા નીચ ઘેર પાણી-સુખદુ:ખ સીતા સરખી સતી નહિ, જેના રામજી સ્વામી, રાવણ તેને હરી ગયો, સતી મહા દુ:ખ પામી...સુખદુ:ખ રાવણ સરખો રાજિયો, જેની મંદોદરી રાણી, દસમસ્તક છેદાઈ ગયાં, બધી લંકા લુટાણી...સુખદુ:ખ
- નરસિંહ મહેતા