________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૬
| મરૂદેવા માતા
૧૦.
પહેલાં કેવળજ્ઞાન ઋષભદેવને થયું છે અને મોક્ષે પહેલાં મારૂ દેવી માતા ગયાં છે. અષભદેવ અથવા આદિનાથ દાદાની માતાજી મરૂદેવા. શાસ્ત્ર કહે છે કે અઢાર બેડ વેડી સાગરોપમ વર્ષમાં કોઈ મોક્ષ નતું જઈ શક્યું. માતા મરૂદેવા સૌથી પહેલાં કાળ કરી બોલે ગયાં. તેમની પછી અસંખ્યાતા જીવ કેવળી થયા અને મોક્ષે ગયા છે એટલે મોક્ષનું બારણું મારૂદેવા એ ખોલ્યું એમ કહેવાય છે.
પોતાનો દીકરો aષભ જે ઘણા લાડપાલમાં ઊછરેલ, તે હસ્તી વગેરે વાહનોમાં ફરતો હતો, તે હવે ઉઘાડા પગે વિહાર કરે છે. જે દિવ્ય આહારનું ભોજન કરતો હતો તે ભિક્ષા માગી હાલ ભોજન કરે છે. ક્યાં તેની પૂર્વ સ્થિતિ અને ક્યાં હાલની સ્થિતિ. આવાં ઃખ તે કેમ સહન કરતો હશે ? આવા વિચારોથી માતૃ હૃદય રડ્યા કરતું હતું અને પુત્રના વિરહથી સખત કલ્પાંત કરતાં આંખમાં પડળ આવી ગયાં હતાં.
એક દિવસ પ્રાત:કાળે વિનયી પૌત્ર ભરત ચક્વર્તી દાદીને નમસ્કાર કરવા આવ્યા અને નમસ્કાર કરી માતાને સમાચાર પૂછ્યા. માતાએ પુત્રવિરહની વાત કરી, તેથી ભરતજીએ દદીને આશ્વાસન આપી જણાવ્યું કે, તમારા દીકરાના પ્રભાવે અત્યારે શિકારી પ્રાણીઓ પણ ઉપદ્રવ કરતાં નથી. તેઓએ કર્મરૂપી શત્રુઓનો નાશ કરવા દુ:સહ પરીષહો સહન કર્યા છે પણ હવે તેઓ ત્રણ જગતના નાથ થયા છે. કેવળજ્ઞાન પામ્યા છે. તમારે તેમને આજની રિદ્ધિ-સિદ્ધિ જોવી હોય તો ચાલો - એમ સમજાવી દદીમાને હાથી ઉપર બેસાડી, પ્રભુ જેઓ હાલમાં જ અયોધ્યા પધાર્યા હતા તેમને બતાવવા લઈ ગયા. પ્રભુના સમવસરણને દૂરથી દેખી ભરતજીએ મરૂદેવા માતાને કહ્યું, આ સમવસરણ તમારા દીકરા માટે દેવોએ રહ્યું છે. આ જય જ્ય શબ્દ બોલાય છે તે તમારા દીકરા માટે દેવો બોલે છે. તેમનાં દર્શનથી હર્ષ પામેલા દેવતાઓ મેઘની ગર્જના જેવા સિંહનાદો કરે છે. - ભરત મહારાજાનું આવું કથન સાંભળી, મરૂદેવી અતિશય આનંદમાં આવી ગયાં
અને આનંદ વડે તેમની દૃષ્ટિમાં પડેલાં પડલ ધોવાઈ ગયાં. ઋષભદેવનીતીર્થંકરપણાની લક્ષ્મી પોતાનાં નેત્રો વડે જોઈ તેમાં તે તન્મય થઈ ગયાં અને તત્કાળ લપક શ્રેણીમાં ચડતાં આઠે કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પામી તે જ વખતે આયુષ્ય પૂર્ણ થવાથી મોક્ષે ગયાં.