________________
જૈન શાસનના ચમકતા હીરાઓ D ૧૪
નેજા તળે આવે તો તમો ચમ્ભરી કહેવાવ અને ચરત્ન આયુ ધર્મશાળામાં ચોક્કસ પ્રવેશ કરે.
આથી ભરતેશ્વરે પોતાનો દૂત બાહુબલિજી પાસે તક્ષશીલા મોકલ્યો. તક્ષશીલાનું રાજય બાહુબલિજી ભોગવતા હતા. દૂતે આવી બાહુબલિજીને ભરતેશ્વરની આણ નીચે આવી જવા સમજાવ્યું જેથી ભરત મહારાજા સાચા અર્થમાં ચક્રેશ્વરી થાય. પણ બાહુબલિએ ભરતજીનું સ્વામીત્વ સ્વીકારવાની સાફ ના પાડી અને આથી ભરત અને બાહુબલિજી બન્ને યુદ્ધમાં ઊતર્યા. યુદ્ધ લાંબું ચાલ્યું, લોહીની નદીઓ વહેવા લાગી. પણ બન્નેમાંથી કોઈ હાર્યા કે જીત્યા નહીં.
આ હિંસક લડાઈ વધુ ન ચાલે તે માટે સુધર્મેન્દ્ર દેવે બન્ને ભાઈઓને ફક્ત સામાસામી લડી લેવા સમજાવ્યા. બન્ને ભાઈ મેદાનમાં સામસામા ઊભા અને હુંકાર કરી લડવા તત્પર થયા. પહેલાં ભરતેશ્વરે જોરથી બાહુબલિજીને માથામાં મુષ્ઠી પ્રહાર કર્યો જેથી બાહુબલિજી ઢીંચણ સુધી જમીનમાં ઊતરી ગયા પછી બાહુબલિજીનો વારો આવ્યો અને હુંકાર કરી મુષ્ઠી ઉગામી, પણ વિચાર કર્યો કે જો મૂઠી ભરતને મારીશ તો ભરત મરી જશે અને ભાતૃહત્યાનું પાપ લાગશે. હવે ઉગામેલ મૂઠી, નકામી તો ન જવી જોઈએ - એમ વિચારી બાહુબલિજીએ તે મૂઠીથી તે જ વખતે પોતાના માથાના વાળનો લોચ કર્યો અને ત્યાં જ ચારિત્ર ગ્રહણ કર્યું.
ભરતેશ્વરને દુ:ખ ઘણું થયું. સંયમ ન લેવા તેમને સમજાવ્યા પણ બાહુબલિજી ચારિત્ર માટે મક્કમ રહ્યા, અને ભગવાનના કહેલ પાંચ મહાવ્રત ધારણ કર્યાં. આ વખતે તેમણે ભગવાનને વંદન કરવા જવાનો વિચાર કર્યો, પણ અત્યારે ભગવાન પાસે જઈશ તો મારી પહેલાં અઠાણું (૯૮) નાના ભાઈઓને વંદન કરવાં પડશે. તેઓ ઉમરમાં નાના છે, તેઓને શું કરવા નમન કરું ? એમ વિચારી ત્યાં જ તેમણે કાયોત્સર્ગ કર્યો અને તપ કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી પછી જ ભગવાન પાસે જવા મનથી નક્કી કર્યું.
હું કાંઈ જ જાણતો નથી” એમ કહેવાની જેની કિંમત છે તે જ ખો જાણકાર બની શકે છે. “હું બધું જ જાણું છું” એમ બોલનાર અજ્ઞાની અને મિથ્યાચારી હોય છે.