________________
જૈન શાસનના ચમકતા હીરાઓ C ૧૧
ગજસુકુમાલ
સોરઠ દેશની દ્વારિકા નગરીના રાજા વસુદેવની રાણી દેવકીજીના નાના પુત્ર ગજ-સુકુમાલ.
એક દિવસ નેમી જિણંદ દ્વારિકા પધાર્યા. રાજ્ય પરિવાર સહિત બધા ભગવંત વાણી સાંભળે છે અને ગજસુકુમાલને વાણી સ્પર્શી જાય છે. ચારિત્ર લઈ વૈરાગી થવા મનથી નક્કી કરે છે. બન્ને હાથ જોડી માતાને વિનંતી કરે છે કે, ચારિત્ર લેવા રજા આપ ! માતાજી આ સાંભળી મોહવશ હોવાથી બેહોશ થઈ જાય છે. ભાનમાં આવતાં ગજસુકુમાલને ચારિત્ર કેટલું દોહ્યલું છે તે સમજાવે છે.
૭.
“દીકરા, આ સમુદ્ર તરવો મુશ્કેલ છે. મીણના દાંતે લોઢાના ચણા ના ચાવી શકાય. ઘરે ઘરે ફરી ભિક્ષા લાવવી પડે. ઉધાડા પગે વિહાર કરવો પડે. વાળનો હાથે લોચ કરવો પડે. આ બધું તું હજુ નાનો છે માટે નહિ સહી શકે.”
ગજસુકુમાલ જવાબ આપે છે કે, કાયરો ચારિત્ર ન પણ પાળે. હું સિંહ જેવો છું. ગમે તેવો તારો અને વસુદેવનો દીકરો છું. મોહ છોડી મને ચારિત્ર માટે રજા આપ. મા સમજાવે છે કે, તેં સોમલની બેટીનું પાણીગ્રહણ કરેલ છે. તેની સાથે તારે લગ્ન કરી સંસારસુખ ભોગવવાનાં છે. તારી ઉપર અપાર પ્રેમ છે. આ બધું સુખ છોડી ના જા દીકરા, ના જા.
-
જ્યારે માતાની કોઈ કારી ફાવતી નથી ત્યારે જા, સિંહની માફક ચારિત્ર પાળજે. દુષ્કર પંચ મહાવ્રત બરાબર પાળજે.' એવી આશિષ સાથે રજા. આપે છે. ગજસુકુમાલ નેમિ જીનેશ્વર પાસે સંયમ ગ્રહણ કરે છે અને આગમનો અભ્યાસ કરે છે.
એક દિવસ ભગવાનનો આદેશ લઈ કાઉસગ ધ્યાને સ્મશાને જઈ ઊભા રહે છે. ત્યાં પોતાની બેટીને ન પરણતા તેનું વેર વાળવા સોમલ, (તેના સસરા) સ્મશાને આવે છે અને ગજસુકુમાલના માથા ઉપર માટીની પાળ બાંધી વચ્ચે સળગતા અંગારા મૂકે છે. સળગતી સગડીમાં અંગારા સળગે તેમ ગજસુકુમાલના માથા ઉપર અંગારા સળગે છે. ગજસુકુમાલ અસહ્ય દુ:ખમાં હોવા છતાં વિચારે છે કે, મારું કંઈ બળતું નથી. મારા સસરા ખરેખરા મારા સગા થયા. જન્મ જન્માંતરોમાં આ જીવે ઘણા