________________
૧.
૨.
3.
૪.
૫.
ક્ષમામૂર્તિ ગજસુકુમાલ
પિતા વાસુદેવજી, માતા દેવકીજી, ભાઈ કૃષ્ણજી તથા અનેક સામંત રાજાઓ વગેરે પરિવાર પ્રેમભરી નજરે ગજસુકુમાલની પ્રતીક્ષા કરતાં બેઠાં છે. એટલામાં મૃગયાથી પાછા ફરતા એમને જોઈને સૌ હર્ષિત થઈ ઊઠ્યાં. કેટલું સન્માન ! કેટલો વૈભવ ! છે ક્યાંય દુ:ખનું નામનિશાન પણ ?
ગજસુકુમાલનાં લગ્ન થઈ ચૂક્યાં છે. છતાં ભગવાન શ્રી નેમિનાથના ઉપદેશથી વૈરાગી બનીને દીક્ષા લે છે. કેટલો ભારે ત્યાગ !
દીક્ષા બાદ નેમિનાથ પ્રભુની આજ્ઞા મેળવીને સ્મશાનમાં ધ્યાનસ્થ રહે છે. ગજસુકુમાલના સસરા સૌમિલ ક્રેધિત થઈને જમાઈના મસ્તક પર માટીની તાવડીમાં બળતા અંગારા મૂકીને "હે મુનિ, સમતાથી જે મારો છે તે બળે નહીં અને જે બળે છે તે મારો નહીં.” એવું કહીને ઊભા રહ્યા...જેથી અંગારા નીચે પડતાં ક્યાંય કોઈ વસ્તુ બળી ના જાય.
સકલ કર્મોનો ક્ષય કરીને મુક્ત થયા.
પ્રાત:કાળે કૃષ્ણજી ભગવાનની પાસે આવીને ભાઈને ન જોતાં, પૂછે છે, “ભાઈ ક્યાં છે ?” ભગવાને કહ્યું, "વળતાં તમને જે દ્વાર પર મળશે, તેની સહાયથી ગજસુકુમાલ મોક્ષ પામ્યા છે.
કૃષ્ણજી મુનિઘાતકને શિક્ષા કરવા માટે તરત પાછા ફરે છે.
નગરના દરવાજામાં જ કૃષ્ણજીને આવતા જોઈને સૌમિલનું હૃદયગતિ બંધ પડવાથી મૃત્યુ થયું.
ધન્ય ગજસુકુમાલ