________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૯
કપિલ ઋષિ
કૌશાંબી નગરીના રાજ્ય દરબારમાં કાશ્યપ નામનો એક શાસ્ત્રી હતો. એની સ્ત્રીનું નામ શ્રીદેવી હતું. તેમનો પુત્ર તે કપિલ, આપણી વાર્તાનો નાયક.
કપિલ લાડકોડમાં ઊછર્યો એટલે કંઈ ભણ્યો નહીં. તે પંદર વર્ષનો થયો ત્યારે તેના શાસ્ત્રી પિતા અવસાન પામ્યા. આથી રાજ્યશાસ્ત્રીની પદવી એક બીજા વિદ્વાનને મળી.
ધીરે ધીરે બાપે મૂકેલી પુંજી ખલાસ થઈ ગઈ. ખાવાના સાંસા પડે એવી સ્થિતિ થઈ ગઈ.
એક દિવસ રાજ્યશાસ્ત્રીની પાલખી પોતાના ઘર પાસેથી પસાર થતી હતી તે શ્રીદેવીએ જોઈ. પોતાના જૂના દિવસો યાદ આવ્યા અને વિચારવા લાગી. એક દિવસ મારા પતિ પણ આ મોભાવાળી પદવી ભોગવતા હતા. કેટલા સુખી એ દિવસો હતા. હાલ કપિલ કંઈ ન ભણ્યો એટલે આવા દુ:ખના દિવસો આવ્યા. આવા વિચારવમળમાં ઘેરાવાથી તેની આંખમાંથી આંસું પડવા લાગ્યાં - કપિલે આ જોયું અને માને દુ:ખી હોવાનું કારણ પૂછ્યું. ઘણી આનાકાની બાદ માએ વાત કરી કે, જો તું ભણ્યો હોત તો શાસ્ત્રીની પદવી તારા બાપાની માફક તું ભોગવતો હોત અને આપણે કેટલાં બધાં સુખી હોત. આ સાંભળી કપિલે કહ્યું, મા, હું બુદ્ધિશાળી તો છું પણ ભણ્યો નથી. પણ હવેથી યોગ્ય ગુરુ પાસે વિદ્યાભ્યાસ જરૂર કરીશ. માએ તેને શ્રીવસ્તી નગરમાં તેના પિતાના મિત્ર ઈંદ્રદત્ત રહે છે ત્યાં જઈ તેમની પાસે અભ્યાસ કરવા જણાવ્યું. આથી થોડા વખતમાં કપિલ શ્રીવાસ્તી આવી ઈંદ્રદત્તને મળ્યા. પોતાના મિત્રના પુત્રને આવેલો જાણી અભ્યાસ કરાવવા ઇંદ્રદત્ત તૈયાર થયા. પણ ઈંદ્રદત્ત પોતાના ઘરે કપિલને રાખી શકે એમ ન હતા. આથી પંડિત એક ગૃહસ્થ પાસે કપિલને લઈ ગયા. એ ગૃહસ્થ એક વિધવા બ્રાહ્મણીને ઘેર રહેવા-જમવાની ગોઠવણ કરી આપી, આથી આજીવિકાની ચિંતા તો પૂરી થઈ પણ બીજી એક મોટી જંજાળ ઊભી થઈ. કપિલ યુવાન હતો અને બ્રાહ્મણી બાઈ પણ યુવાન હતી. બન્ને યુવાનો અને એકાંતમાં મિલન - આથી એકબીજા પ્રેમમાં પડ્યાં. પ્રીતિ બંધાઈ અને કપિલે સંસાર બ્રાહ્મણી સાથે ભોગવવા માંડ્યો અને વિદ્યા પ્રાપ્ત કરવાનું ભુલાઈ ગયું.
હવે ગૃહસ્થાશ્રમની આર્થિક જવાબદારી કપડાં-અનાજ વગેરે જવાબદારી કપિલને માથે આવી. પૈસા કેમ કમાવા તે તો તે જાણતો ન હતો. મૂંઝવણ વધતી ગઈ. એક દિવસ