________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૮
આ જોઈ પોતાનો કોઈ ઉપાય હવે કામનો નથી - એમ સમજી માતાજીએ ભારે મને સંયમ માટે રજા આપી. બત્રીસ નારી અને માતાજી વગેરે મુનિરાજ પાસે આવ્યા. અવંતિ સુકુમાલને પાંચ વ્રત ઉચરાવવા વિનંતી કરી - મુનિરાજે પ્રેમથી વ્રત ઉચરાવ્યાં.
હવે અતિ સુકુમાલ ગુરુજીને હાથ જોડી કહે છે કે, હું આ તપક્થિા આ આચાર નહિ પાળી શકું. તમે અનુમતી આપો તો અણસણ કરું અને જલદીથી મુક્તિ મેળવું. મુનિ મહારાજે - જેમ તમને સુખ ઊપજે એમ કરો એમ કહી રજા આપી અને અવંતિ સુકુમાલે ખમત ખામણા ગુરુ પાસે કરી, સ્મશાનમાં જઈ અણસણ આદર્યું. સ્મશાને આવતાં પગમાં કાંટા વાગ્યા અને લોહી પગમાંથી પડવા લાગ્યું. આની વાસ આવવાથી એક શિયાલણ તેનાં બચ્ચાં સાથે આવી, પગે બટકાં ભરવા લાગી અને ધીરે ધીરે આખું શરીર ફાડી નાખી રૂધિર-માંસની ઉજાણી કરી. કાળ કરી અવંતિ સુકુમાલ પોતાના નિશ્ચય પ્રમાણે નલિની ગુલ્મ વિમાનમાં જન્મ પામ્યા, દ્રઢ મનોબળે ઇચ્છીત સુખ પામ્યા.
બીજે દિવસે માતાજી અને સ્ત્રીઓ અવંતિ સુકુમાલને વાંદવા ગુરુજી પાસે આવ્યાં અને પૂછ્યું, ક્યાં અમારો અવંતિ ?
ગુરુજી કહે છે, એણે તો અણસણ લીધું છે. જ્યાંથી જીવ આવ્યો હતો ત્યાં તે ગયો. સહુ કુટુંબીઓ સ્મશાને આવી અવંતિ સુકુમાલનું ચીરાઈ ગયેલું શરીર, શરીરના ટુકડા જોયા ! મોહવશ બહુ રોયા. અંતે એક નારીને ઘરે રાખી બધાંએ ચારિત્ર લીધું અને સદ્ગતિ પામ્યાં.
હારાથી ન સમર્થ અન્ય, દીનનો ઉÇરનારો પ્રભુ, મ્હારાથી નહિ અન્ય પાત્ર જગતમાં જોતા જડે હે વિભુ ! મુક્તિ મંગલ સ્થાન તોય મુજને ઇચ્છા ન લક્ષ્મી તણી, આપો સમ્યગ્-રત્ન શ્યામ જીવને, તો તૃમિ થાયે ઘણી.