________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૭
શ્રી અવંતિ સુકુમાલ
માલવ દેશની ઉજેણી નગરીમાં પિતા ધન શેઠ અને માતા ભદ્રા શેઠાણીની કુખે અવંતિ સુકુમાલનો જન્મ થયો. તેઓ આગલા ભવમાં નલિની ગુલ્મ વિમાનનાં સ્વર્ગીય સુખ ભોગવી અહીં જન્મ્યા હતા. અતિ સુખ અને સાહ્યબી તેઓ ભોગવતા હતા. રંભા જેવી બીશ નારીઓને પરણ્યા હતા.
૫.
એ ઉજેણી નગરીમાં મુનિ શ્રી આર્ય સુહસ્તિજી મોટા પરિવાર સાથે અશ્વશાલામાં ઊતર્યા હતા. તેમાંથી બે સાધુઓએ આ ભદ્રા શેઠાણી પાસે આવી રહેવા સ્થાનકની માગણી કરી. રાજી થઈ ભદ્રા શેઠાણીએ યોગ્ય જગ્યાએ આ બન્ને સાધુઓને ઉતારો
આપ્યો.
આમાંના એક સાધુ નલિની ગુલ્મનું અધ્યયન કરે છે, જે અતિ સુકુમાલના કાને પડે છે અને ધ્યાનથી એકાગ્રતાથી સાંભળે છે. સાંભળતાં સાંભળતાં તેમને જાતિ-સ્મરણ જ્ઞાન થાય છે અને નલિની ગુલ્મની સુખ સાહ્યબી બધી ભોગવેલી યાદ આવે છે; એ સુખ આગળ અત્યારનાં સંસારનાં સુખ તુચ્છ લાગે છે અને ગુરુજીને પૂછે છે કે, આ નલિની ગુલ્મનાં સુખ મેં ગયા ભવે ભોગવ્યાં છે. ત્યાં કેવી રીતે જવાય ? મારે હવે આ સંસારમાં રહેવું નથી. તરત જેમ બને તેમ જલદી નલિની ગુલ્મ જવું છે. ગુરુજી સમજાવે છે કે, સંયમ લેવાથી આવાં સુખ પામી શકાય. અવંતિ સુકુમાલ તેમની પાસે ચારિત્રની માગણી કરે છે. ગુરુજી સમજાવે છે કે, તમે આ ચારિત્ર કેમ પાળી શકશો ? આ તો ઘણું દુષ્કર કામ છે. પંચમહાવ્રત પાળવાં પડે. આ દુ:ખો તમે સાહ્યબીમાં ઊછરેલા કેમ પાળશો ? અને ચારિત્ર લેવું હોય તો માતાંપિતાની રજા જોઈએ. આ સાંભળી અવંતિ સુકુમાલ માતાજી પાસે ચારિત્ર લેવા માટે રજાની માગણી કરે છે. માતાજી કેમે કરી રજા નથી આપતાં અને કહે છે કે, તને આ કોણે ભૂરકી નાખી ? કોણે તને ભોળવ્યો ?
અવંતિ સુકુમાલ હવે ક્ષણ પણ સંસારમાં રહેવા નથી માગતા. માતાએ રજા ન આપી - સાધુ મહારાજે દીક્ષા આપવા ના પાડી; એટલે કેશનો લોચ કરી પોતાને યોગ્ય લાગ્યું તેમ જાતે જ દીક્ષા લીધી.