________________
ભાવતીર્થ - રત્નત્રયી જગતને તારનારા તારક ગુણો કહો કે સર્વ જીવોને તારનારી શક્તિ કહો તે જો કોઈનામાં હોય તો તે રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગમાં જ છે. તેથી રત્નત્રયીને જ શાસ્ત્રમાં ખરા અર્થમાં “ભાવતીર્થ' કહ્યું છે.
તમને એક પછી એક જીવંત તીર્થની ક્રમિક સાંકળ સમજાવી જોઈએ. આ પાંચે પાંચ જીવંત તીર્થ છે, ભાવતીર્થ છે, શ્રેષ્ઠ જંગમતીર્થ છે. સમગ્ર શાસનસ્વરૂપ ધર્મતીર્થના મુખ્ય બે વિભાગ પાડ્યા : (૧) દ્રવ્યતીર્થ અને (૨) ભાવતીર્થ, અથવા (૧) સ્થાવર તીર્થ અને (૨) જંગમ તીર્થ, અથવા (૧) જડ તીર્થ અને (૨) જીવંત તીર્થ. (સ્થાવર તીર્થ અને જડ તીર્થ દ્રવ્યતીર્થમાં આવે, અને જંગમ તીર્થ તથા જીવંત તીર્થ એ ભાવતીર્થમાં આવે.) અત્યારે આપણે જીવંત તીર્થોનું વર્ણન કરીએ છીએ. તેમાં પ્રથમ તીર્થમાં ગીતાર્થ ગુરુઓ, બીજા તીર્થમાં દ્વાદશાંગીરૂપ શાસ્ત્રો અને ત્રીજા તીર્થમાં તેને આરાધનારો-અનુસરનારો ચતુર્વિધ સંઘ આવે છે; પરંતુ તે ત્રણે તીર્થોને પણ તારનારું તત્ત્વ આ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રરૂપ આત્માના ગુણો છે, તે ચોથું તીર્થ છે. આત્માના ગુણોથી જ શ્રીસંઘ તરે છે, ગીતાર્થ ગુરુઓ તરે છે અને જીવંત શાસ્ત્રરૂપ દ્વાદશાંગી પણ આત્માના ગુણો પ્રગટાવીને જ સૌને તારી શકે છે. અરે ! તીર્થકરો પણ આત્માના ગુણોથી જ કરે છે. તીર્થકર જેવા તીર્થકરને પણ તારનારું તીર્થ આ રત્નત્રયીરૂપ ભાવતીર્થ જ છે.
આ ભાવતીર્થ તો સનાતન-શાશ્વત છે. અનંતા તીર્થકરો થયા તે કાળે આ રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગ હતો, અને ભવિષ્યમાં અનંતા તીર્થંકરો થશે ત્યારે પણ આ જ મોક્ષમાર્ગ અવશ્ય હશે. સંસારમાં અનાદિ અનંતકાળથી મોક્ષમાર્ગ વ્યાપકપણે વહેતો છે. કોઈ કાળ એવો નહોતો કે જીવો સાધના કરી કરીને મોક્ષે જતા ન હોય. શાસ્ત્રમાં લખ્યું કે “છ મહિનામાં ઓછામાં ઓછો એક જીવ તો અવશ્ય સિદ્ધપદને પામે જ છે”. કોઈ કાળે, કોઈ ક્ષેત્રમાં તીર્થકરો થાય કે ન થાય, તીર્થકરોની હયાતીનો કાળ હોય કે ગેરહયાતીનો કાળ હોય, જૈનશાસન વિદ્યમાન હોય કે ન હોય, પણ આ આંતરિક ગુણ સ્વરૂપ રત્નત્રયીઆત્મક મોક્ષમાર્ગ તો અનાદિ અનંતકાળ સુધી સનાતન-શાશ્વત રહેશે. અપેક્ષાએ આ ચોથા તીર્થની અગત્યતા વધી જાય છે. ભગવાન ઋષભદેવ આ અવસર્પિણીમાં પહેલું તીર્થ સ્થાપે તે પહેલાં તો મરુદેવામાતા કેવલજ્ઞાન પામીને મોક્ષે ચાલ્યાં ગયાં; તેમાં કારણ એ જ કે તે વખતે - તીર્થસ્થાપના પહેલાં - પણ મોક્ષમાર્ગ વહેતો હતો. १. दंसणनाणचरित्तेसु निउत्तं जिणवरेहि सव्वेहिं। तिसु अत्थेसु निउत्तं तम्हा तं भावओ तित्थं । ।१०६९ ।। व्याख्या-दर्शनज्ञानचारित्रेषु "नियुक्तं" नियोजितं "जिनवरैः" तीर्थकृभिः "सर्वैः" ऋषभादिभिरिति, यस्माच्चेत्थम्भूतेषु त्रिष्वर्थेषु नियुक्तं तस्मात्तत्प्रवचनं भावतः तीर्थं, मोक्षसाधकत्वादिति गाथार्थः । ।१०६९।।
(ાવરનિર્વવિર પર્વ મધ્ય ભાગ-૨ ગ્લોવર-ર૦૬ર મૂત-ટીવા) २. अतीर्थे सिद्धा अतीर्थसिद्धास्तीर्थान्तरसिद्धा इत्यर्थः। श्रूयते च-जीणंतरे साहुवोच्छेउ त्ति। तत्रापि जातिस्मरणादिना अवाप्तापवर्गमार्गाः सिध्यन्ति एवम्, मरुदेवीप्रभृतयो वा अतीर्थसिद्धास्तदा तीर्थस्यानुत्पन्नत्वात्।
(શ્રાવપ્રજ્ઞપ્તિ, સ્નો-૭૬ ટી)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org