Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તે અવિનીત ત્યાગ કરી અપકારક દુરશીલને સેવે છે. અજ્ઞાનની મહિમા અપાર છે. સમસ્ત અનર્થોની જડ એક અજ્ઞાન જ છે. અજ્ઞાન આવતાંની સાથે જ તે સહુ પ્રથમ વિવેક ઉપર જ ઘા કરે છે. જે આત્મામાંથી વિવેકનો લેપ થઈ જાય છે એ આત્મામાં નાના પ્રકારના કષ્ટરૂપી કાંટાઓ બીછાવાઈ જાય છે. એ અજ્ઞાન અનેક પ્રકારના દુર્ગણોને ઉત્પન્ન કરે છે. તથા તપ અને સંયમનો વિનાશ કરે છે. એ પ્રમાદને ઉત્પન્ન કરનાર છે તથા સ્વર્ગ અને મેક્ષના સુખોનો નાશ કરનાર છે.
આ ઉપર સૂકરનું દષ્ટાંત આ પ્રકારે છે.
બંગદેશમાં ક્ષિતિ પ્રતિષ્ઠિત નામનું એક સુંદર નગર હતું. અરિમદન નામના રાજાનું શાસન હતું, તેને સાત કન્યાઓ હતી રાજાએ તેના કમ પ્રમાણે જેમ જેમ ઉમર લાયક થતી ગઈ તેમ તેમ તેના વિવાહ કરી આપ્યા. કર્મની વિચિત્રતાવશ એક પુત્રી વિવાહ પછી વિધવા બની. એક દિવસની વાત છે કે
જ્યારે એ પિતાના મહેલના ઝરૂખામાં બેઠી બેઠી બહાર જોઈ રહી હતી, કે સહસા તેની દષ્ટી એક ભૂંડણ ઉપર પડી. જે પોતાના બચ્ચાઓને સાથમાં લઈને આમતેમ ઘુમી રહી હતી તેને જોઈને રાજકન્યાએ મનમાં વિચાર કર્યો કે આ સૂકરી મારા કરતાં ઘણી સુખી છે, જે પિતાના બચ્ચાઓ સાથે લઈને ફરે છે, આ અવસ્થામાં એને જે આનંદ મળતો હશે તે એજ જાણતી હશે. એક હું જ એવી અભાગણી છું કે રાજમહેલમાં રહેવા છતાં પણ આ પ્રકારના સુખથી વંચિત બનેલ છું. આ પ્રકારનો વિચાર કરી તેણે પિતાની એક દાસીને બોલાવી અને કહ્યું કે જાઓ અને એ સૂકરીના બચ્ચામાંથી એક બચ્ચું લઈ આવે. આજ્ઞા મળતાં જ દાસી સૂકરીની પાસે પહોંચી અને ત્યાંથી એક બચ્ચે લઈ રાજપુત્રી પાસે આવી તેને સુપ્રત કર્યું. રાજપુત્રીએ તેનું સારી રીતે પાલન પિષણ કરવાનું શરૂ કર્યું. આ ઉત્સાહમાં તે કઈ વખત સૂકરીના બચ્ચાને પ્રેમથી પિતાના ખોળામાં બેસારી દેતી, ક્યારેક તેને નવડાવતી અને નવડાવી તેના શરીરને સાફ કરતી, કયારેક ક્યારેક તેના શરીર ઉપર ઉડેલી ધુળને સાફ કરતી, વિવિધ મિષ્ટાન્ન ખવડાવતી અને સુંવાળી એવી શૈયા ઉપર પિતાની પાસે સુવાડતી. આટલાથી જ રાજપુત્રીને સંતોષ ન થત પરંતુ તે બચ્ચાના ગળામાં અને પગમાં સેનાના બહુ મુલ્ય અલંકારે પણ પહેરાવતી જેમાં નાની નાની ટેકરીઓ-ઘુઘરીઓ લગાડવામાં આવતી એની પીઠ ઉપર ઝુલ પણ ઓઢાડતી જે ઘણી કિંમતી હતી તેમજ અનેક પ્રકારના રંગબેરંગી રંગવાળી હતી. જેમાં સોનેરી તારની કસબ કળા પણ કરવામાં આવેલ હતી. આ પ્રકારે રાજપુત્રી એ સૂકરના બચ્ચાનું લાલન પાલન કરવામાં તત્પર રહેતી. એક સમયે રાજા અરિમર્દને પિતાની સમસ્ત કન્યાઓને કેઈ ઉત્સવના પ્રસંગે આમંત્રણ આપી બોલાવી, કન્યાઓ આવી. ઘણા સમય પછી એક બીજીઓને પરસ્પર મળતાં ઘણે જ આનંદ થયો. બધી બહેનોએ મળી વિચાર કર્યો કે આજે બધી બહેનો સાથે બેસીને ભોજન કરીએ. આ સાંભળી એ વિધવા રાજપુત્રીએ કહ્યું કે જે તમે બધી બહેનો
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧