Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વૈશેષિક સિદ્ધાંતકાર તેને દ્રવ્યગુણ આદિ પદાર્થથી ભિન્ન પદાર્થ રૂપથી સ્વીકાર કરે છે. આથી તેમના સૂત્રોમાં એ દેષ આવે છે. કારણ કે, આ પ્રકારથી પર્યાયને કદિ ભિન્ન પદાર્થ તરીકે માનવામાં આવે તે પ્રત્યેક પદાર્થની અનંત પર્યાય છે એ બધામાં અનંત પદાર્થતાની પ્રતિ માનવી જોઈશે. આ પ્રકારે છ ભાવાત્મક પદાર્થ છે, એ કહેવું વિરૂદ્ધ માનવું પડશે. (૩૧) જ્યાં સંધિની પ્રાપ્તિ હોવા છતાં પણું સંધી ન કરવામાં આવે તે સંધી દેષ બને છે. જેમ–“આ સંયમનું આરાધના કરે છે આ સ્થાનમાં સંયમારાધન ન કહીને “સંયમ આરાધન એમ કહેવું. આ પ્રકારે “મુનિ તૌ” આ સ્થળે મુન્શતી કહેવું. વ્યાકરણ સિદ્ધાંત અનુસાર દ્વિવચનાઃ ઈદન્ત શબ્દની પ્રગૃહ્ય સંજ્ઞા થાય છે. અને એથી સંધી કાર્યને અભાવ થઈ જાય છે. (૩૨) આ પ્રકારે સૂત્રના ૩૨ દેષ છે.
સૂત્ર કે આઠ ૮ ઔર છહ ૬ ગુણોં કા વર્ણન
હવે સૂત્રના આઠ ગુણ કયા કયા છે તે કહે છે–નિર્દોષ, સારવ, હેતયુક્ત, અલંકૃત, ઉપનીત, સેપચાર, મિત, અને મધુર કહ્યું પણ છે–
निदोसं सारवंतं च, हेउजुत्त मलंकियं ।
उवणीयं सोवयारं च, मियं महुरमेवय ॥१॥ જે સૂત્ર અસત્ય અલકાદિ દેથી વજીત હોય છે ત્યાં નિર્દોષ આ ગુણ માનવામાં આવે છે. (૧) જે પ્રકારે ભૂમિ શબ્દ જે અનેક પર્યાયવાચી શબ્દ છે એ જ રીતે અનેક પર્યાથી યુક્ત જે સૂત્ર હોય છે તે “સારા” આ ગુણથી વિશિષ્ટ માનવામાં આવે છે. (૨) અન્વય વ્યતિરેક લક્ષણ હેતુથી ચુકત હોય તે હેતયુકત નામને ત્રીજો ગુણ છે. (૩) ઉપમા ઉપ્રેક્ષા આદિ અલંકારોથી સંપન્ન સૂત્રને અલંકૃત ગુણવાળા કહેવામાં આવેલ છે. (૪) ઉપનય પૂર્વકથી ઉપસંહૃત સમાપ્તિ જે સૂત્ર હોય છે તે ઉપવિત ગુણવાળા કહેવાયેલ છે. (૫) ગ્રામ્યભણિ તિથી રહિત જે સૂત્ર હોય છે અર્થાત્ જે સૂત્રની ભાષા સાધારણ જનેની ભાષા જેવી હોતી નથી તે સૂત્ર સેપચાર ગુણથી વિશિષ્ઠ માનવામાં આવેલ છે. (૬) વર્ણાદિકનું જેમાં નિયત પરિમાણ હોય છે તે મિતગુણ છે. (૭) જે કણ મનહર હોય છે તે મધુરગુણ સંયુક્ત સૂત્ર માનવામાં આવે છે. (૮) કઈ કઈને મત અનુસાર સૂત્રના છ ગુણ પણ માનવામાં આવ્યા છે તે પ્રમાણે છે
અલપાક્ષર ૧ અસંદિગ્ધ ૨ સારયુકત ૩
વિધતોમુખ ૪ અસ્તંભ ૫ અનવદ્ય ૬ આમાં મિત અક્ષર જેમાં હોય તે અલ્પાક્ષર ગુણ છે, આ “અલ્પાક્ષર” પ્રથમ ગુણ છે, જેમ સામાયિક સૂત્ર (૧) સૈધવ શબ્દની માફક લવણ, વસન, તુરગ આદિ અનેક અર્થોના બેલ જેમાં સંશયજનક ન હોય તે “અસંદિગ્ધ” ગુણ છે. જેમ અહિંસા શબ્દ (૨) ભૂમિ શબ્દની માફક અનેક પર્યાયાથી યુકત જે સૂત્ર હોય તે “સારા” ત્રીજા ગુણવાળા છે. (૩) પ્રત્યેક સૂત્ર ચરણાનુગાદિક અનુગ ચતુષ્ટયથી યુક્ત છે તે “વિરવતોગુણ” ગુણવાળા સૂત્ર માનવામાં આવે છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૫૬