Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રીતે અર્થમાં ઉત્તરાત્તર મહાનિર્જરા સમજવી જોઇએ. અધરોની વૈયાવૃત્તિ કરવાવાળામાં નિશીથસૂત્ર, બૃહત્કલ્પસૂત્ર અને વ્યવહારસૂત્રના અ ધરાની વૈયાવૃત્તિ કરવાવાળાને મહાનિર્જરા થાય છે. તથા દ્વાદશાંગીના પાઠીની વૈયાવૃત્તિ કરનાર મહાનિર્જરા કરે છે. શેષ અર્થની અપેક્ષા છેદ સૂત્રના અર્થમાં અધિ કતા કેમ કહેવામાં આવી છે, એનું સમાધાન આ પ્રકારનું છે.-જો કોઈ સાધુ પોતે ગ્રહણ કરેલા ચારિત્રથી સ્ખલિત થઈ જાય છે. તો એની શુદ્ધિ છેદશ્રુતના અથથી થાય છે. આ માટે અવશિષ્ટ-સમસ્ત અર્થાની અપેક્ષા છેદશ્રુતાના અથ અધિક કહેવાયેલ છે.
સૂત્રનું, અંનું તથા યુગપત્ સૂત્રાનું અધ્યયન કરવાથી યથેાત્તર અધિક અધિક નિર્જરા થાય છે. સૂત્રની અપેક્ષા અથ મહાન હોય છે. આમાં એ કારણ છે કે, જે રીતે ઘર બનાવવામાં પાણા લાકડાં વગેરે સાધન છે, અને તેના સંગ્રહું કરવામાં આવે છે ત્યારે જ ઘર અને છે એ જ રીતે અનુ અનુસ`ધાન થાય છે, ત્યારે ગણધર ભગવાન સૂત્રની રચના કરે છે. આથી સૂત્રની અપેક્ષાએ અર્થમાં પ્રધાનતા આવે છે, તથા-સૂત્ર ગણધરાએ કહેલ છે, અને અથ પ્રભુ દ્વારા પ્રરૂપિત થયેલ છે. આ કારણે પણ અર્થમાં પ્રધાનતા આવે છે. કહ્યુ પણ છે.-અર્થ તી કર પ્રભુના સ્થાનાપન્ન છે કેમકે, તીર્થંકર જ અર્થની પ્રરૂપણા કરે છે. સૂત્ર ગણુધરનાં સ્થાનાપન્ન છે કેમકે, તે એમના દ્વારા પ્રથિત થાય
છે. અથથી જ સૂત્ર ઉત્પન્ન થાય છે આથી અર્થ જ પ્રધાન છે. સૂત્રની અપેક્ષા અને અર્થની અપેક્ષા સૂત્રા કઈ રીતે પ્રધાન હોય છે, તે વાત દ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે.---જેમ-તાજું દહીં મીઠું હોય છે, અને દહીંથી સાકર મીઠી હોય છે, જ્યારે એ બન્ને ને એક બીજા સાથે મેળવવામાં આવે છે ત્યારે એનાથી શ્રીખંડ નામના એક અપૂર્વ મધુર પદાર્થ અને છે, જેના સ્વાદ ન દહીં જેવા હોય છે અને ન તા સાકર જેવા, પરંતુ આ બન્નેથી જુદી જ જાતને સ્વાદ હોય છે. આવીજ રીતે સૂત્ર અને અર્થ એ બન્ને જ્યારે સમ્મિલિત હોય
છે, ત્યારે એનાથી સમસ્ત ભાવાનુ–પદાર્થીના સ્વરૂપનું જ્ઞાન થવા લાગે છે. જે ન કેવળ સૂત્રથી સાધ્ય છે અને ન કેવળ અથી. એનાથી વિશિષ્ટ ભાવાની અર્થાત્ -અધ્યવસાયેાની વિશિષ્ટ શુદ્ધિ થાય છે. આ માટે સૂત્ર અને અર્થ આ બન્નેની અપેક્ષા તદુભય પ્રધાન કહેવામાં આવેલ છે. અને એજ માટે કેવળ સૂત્ર ધારી અથવા કેવળ અંધારીની અપેક્ષા તદુભયધારીની સેવા કરવાવાળાની મહાનિરા થાય છે. આ રીતે તેવીસમી ગાથાને અથ સંક્ષેપથી સંપૂર્ણ થયા. વિસ્તારથી અર્થ અન્ય શાસ્ત્રાથી સમજવા જોઈ એ. ૫ ૨૩ ॥
નવમું દ્વાર સંપૂર્ણ
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૬૫