Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સુધી યાદ રાખો કે, તમારા માટે ઘરમાં કેઈ સ્થાન નથી. એટલા માટે આ દષ્ટાંતથી એમ સમજવું જોઈએ કે, વેચેલા રત્નોની પ્રાપ્તિ તે પુત્રોને માટે જેમ દુષ્કર થઈ તેમ હાથમાંથી નિકળી ગયેલ મનુષ્યજન્મ પણ ફરી પ્રાપ્ત થ મહાદુર્લભ છે. સંગ્રહ ક–તારેડચત્રકાતે ધરાન્તર તાન્યારા રત્નાનિ ચત્,
विक्रीतानि सुतै विदेशिवणीजां हस्तेषु पश्चात्ततः । रत्नान्यानयतेति तातकथने तत्प्रापणं दुष्करम् , संसारे भ्रमतः पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभः ॥
આ પાંચમું રત્નદષ્ટાંત છે. જે ૫ છે છઠું સ્વપ્નદૃષ્ટાંત આ પ્રકારથી છે
પાટલીપુત્ર નગરમાં મૂલદેવ નામને એક ક્ષત્રિય રહેતો હતો. તે એક સમય પોતાના ભાગ્યની વૃદ્ધિ માટે ઘેરથી બીજા દેશમાં જવા નીકળે. માગમાં ચાલતાં ચાલતાં તેને એક ભુવાને સાથ થઈ ગયે. મૂળદેવ જન વચનમાં ખૂબ શ્રદ્ધાળુ હતે ચાલતાં ચાલતાં અને કાંચનપુર નગરની બહારના એક તળાવના કાંઠા ઉપર રાતના રોકાઈ ગયા. મૂળદેવને રાત્રીના પાછલા ભાગમાં એક સ્વપ્ન દેખાયું. જેમાં તેણે જોયું કે, જાણે તેના મોઢામાં ચંદ્રમાએ આવીને પ્રવેશ કર્યો છે. આજ સમયે તેની બાજુમાં સુતેલા ભુવાએ પણ તેવું જ સ્વપ્ન જોયું. સ્વપ્ન જોયા પછી બને જાગી ગયા. આપસમાં વાતચીત કરવા લાગ્યા ભુવાએ કહ્યું, આજે મેં સ્વપ્નમાં ચંદ્રમાને મારા મોઢામાં પ્રવેશ કરતાં જે મૂલદેવે તેના સ્વપ્નાનું કથન સાંભળીને કહ્યું કે, આ સ્વપ્ન ખાનગી રાખવા જેવું છે. દરેક આદમીની સામે આને પ્રકાશિત ન કરવું જોઈએ.
જ્યારે સવાર થયું ત્યારે બન્ને ઉડ્યા તે સમયે તેઓ ઘણા પ્રસન્ન માલુમ પડતા હતા. કેમકે, તેમનાં મન ઘણું પ્રસન્ન હતાં. સૂર્યોદય પછી બને જણાએ કાંચનપુર નગરમાં પ્રવેશ કર્યો.
મૂલદેવે ત્યાં સ્વપ્ન ફળના કહેવાવાળા વિદ્વાનના ઘરની તપાસ કરી, તેને પત્તો મેળવી સ્વપ્ન પાઠકને ઘેર ગયો અને ત્યાં વિનીત ભાવથી તેણે સ્વપ્ન પાઠકને પૂછ્યું, મહાનુભાવ! આજ મેં રાત્રિના પાછલા પહેરમાં ચંદ્રમાને મુખમાં પ્રવેશ કરતે જે છે. તેનું ફળ શું હશે ? તે કૃપાકરીને કહો. મૂળદેવની વાત સાંભળીને સ્વપ્ન પાઠકે કહ્યું કે, જો તમે પહેલાં મારી કન્યાની સાથે તમારા વિવાહ કરવાનું મંજુર કરે તે જ હું તમને તેનું ફળ બતાવું. મૂળદેવે સ્વપ્ન પાઠકની વાત સ્વીકારી લીધી. સ્વપ્ન પાઠકે પિતાની પુત્રીને વિવાહ તેની સાથે કરી દીધે. મૂળદેવ હવે સ્વપ્ન પાઠકને જમાઈ બની ગયો. સ્વપ્ન પાઠકે જમાઈને આદરસત્કાર કર્યો અને ભેજન જમાડીને કહ્યું કે આજથી સાતમે દિવસે તમે આ નગરના રાજા થશે. બીજી બાજુ ભુવાએ પિતાનું સ્વપ્ન નગરના સાધારણથી સાધારણ માણસને પણ સંભળાવવું શરૂ કરી દીધું. લોકોએ તેને એમ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૦૯