Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તે શ્રદ્ધા કરવા ચૈગ્ય નથી. આ પ્રમાણે ભાગ્યદોષથી વિપરીત માગે જતા જમાલીને જોઈ તે વિરાએ તેઓને કહ્યું કે-હે જમાલિ! તમે ભગવાનના આશયને જાણતા નથી. ભગવાન સદોષરહિત સાચું ખેલવાવાળા છે. ભગવાનના મત અનેકાન્ત રૂપ છે. એક જ પદ્મા અપેક્ષા ભેદથી અનેકરૂપ થાય છે. જેમ એક જ પુરુષ સસરાની આગળ જમાઈ કહેવાય છે. મનેવીની આગળ સાળે કહેવાય છે. અને પિતા આગળ પુત્ર કહેવાય છે. અને તેજ પુરુષ પુત્ર આગળ પિતા કહેવાય છે. એવી જ રીતે પ્રસ્તુતમાં આપની પથારી થઈ રહી છે. થઇ પણ ગઇ છે. એવું કહેવામાં આવે છે. જેવી રીતે પટની ક્રિયમાણુતામાં કૃતત્વને વ્યવહાર થાય છે તેવી જ રીતે.
(6
ફરીથી પ્રશ્ન કરે છે કે-જે ક્રિયમાળા છે તે ફ્ક્ત કેવી રીતે થઈ શકે? એના ઉત્તર આપતાં કહે છે કે-પટના ઉત્પત્તિકાળમાં પ્રથમ તન્તુના પ્રવેશ સમયે પણ તે ઉત્પન્ન થાય જ છે. કેમકે પ્રથમતન્તુપ્રવેશ કાળથી જ પઢ ઉત્પન્ન થાય છે” એવા વ્યવહાર જોવામાં આવે છે. તથા ઉત્પન્ન થવાપણું પણ તે પટમાં તે કાળથી જ છે, કેમકે ઉત્પત્તિક્રિયાકાળમાં પ્રથમતન્તુના પ્રવેશ થતાની સાથે જ પટ ઉત્પન્ન થઈ ગયું, જે તે પટની ઉત્પત્તિના સ્વીકાર ન કરીએ તે તે પ્રથમક્રિયા નિરક થઈ જશે. કારણ કે કાર્યની ઉત્પત્તિ જ ક્રિયાના ધર્મ છે. કદાચ જો એમ માનીએ કે પ્રથમ ક્ષણમાં પટ ઉત્પન્ન થયુ નથી. તે એવી જ રીતે બીજી ક્ષણમાં પણ ઉત્પન્ન નહિ' થાય, તેમ જ ત્રીજી ક્ષણમાં પણ ઉત્પન્ન થશે નહીં. એવી જ રીતે અંતિમક્રિયા સુધી પટની ઉત્પત્તિ થશે નહીં, કેમકે ક્રિયા સત્ર એકસરખી હોય છે.
જો પ્રથમ ક્રિયાથી ક ંઈ પણ ફૂલ ન થયું. તા અન્તિમ ક્રિયાથી પશુ ઉત્પાદરૂપ ફૂલનું થવું અસંભવ જ છે. પરતુ જોવામાં આવે છે કે અન્તિમ તન્તુના પ્રવેશ થતાની સાથે જ પટની ઉત્પત્તિ થાય છે. એટલા માટે “ ૧૩: ઉત્પન્નઃ ” એવે વ્યવહાર થાય છે. એટલે એવુ' માનવુ જોઇએ કે પ્રથમ સમયથી લઈને દરેક ક્ષણે કંઈક કંઈક કાય થાય છે જ. ો કદાચ પ્રથમ ક્રિયાથી પટ ઉત્પન્ન ન થયું. તે ખીજીથી પણ ઉત્પન્ન થશે. નહી. અને ત્રીજીથી પણ ઉત્પન્ન થશે નહિ. તેવી જ રીતે અન્તિમ ક્રિયાથી પણ થશે નહીં', અને એ રીતે તેા પટની કોઈ રીતે ઉત્પત્તિ થશે જ નહીં. પર ંતુ એ વાત ફાઈ માની શકે તેમ નથી. એટલે પ્રથમતન્તુપ્રવેશકાળમાં પણ પટના થાડા ભાગ ઉત્પન્ન થયા, અને જે અંશ ઉત્પન્ન નથી થયા, તે મીજી ત્રીજી વિગેરે ક્ષણેામાં થાય છે. આ રીતે એ વાત સિદ્ધ થાય છે કે ક્રિયાના એક દેશથી જ ઉત્પાદત્વ છે. અને એ વાત તમારે પણ માનવી પડશે. જો પ્રથમ અંશના ઉત્પાદનથી નિરપેક્ષ દ્વિતીય ક્રિયાને માનશે ત્યારે જ દ્વિતીયાદિક્રિયાઓ સાથક થશે. અન્ય રીતે નહીં. તે જેવી રીતે પ્રથમ ક્રિયાથી ઉત્પન્ન થતા પટની ઉત્પત્તિ દ્વિતીયાદિ
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૨૨૪