Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 263
________________ શકા–એક જ અર્થમાં ઉપયુક્ત મન અર્થાન્તરમાં પણ ઉપયોગ એક સાથે થાય છે. એવું માનવામાં દેષ શું છે તે તે બતાવે ? ઉત્તર–જેનું મન અન્ય અર્થમાં ઉપયુક્ત થઈ રહેલ છે એની સામે હાથી પણ આવીને ખડે થઈ જાય તે પણ એ હાથી તેને જોવામાં નથી આવતો. એટલા માટે એક અર્થમાં-પદાર્થમાં જોડાયેલ મન કદી પણ એજ સમયે અન્ય અર્થ માં–પદાર્થમાં ઉપયુક્ત થઈ શકતું નથી. આગમમાં જ્યારે અવગ્રહ વિગેરેના નિરૂપણાવસરમાં એક સમયમાં પણ ઉપગને બાહુલ્ય કહેવામાં આવેલ છે તે પછી આપ એમ કહે છે કે, એક સમયમાં અનેક ઉપગ નથી થતું? પ્રતિવાદીની આ શંકાનું સમાધાન સિદ્ધાંતિ આ પ્રકારે કરે છે–તમે જે એમ કહે કે, આગમમાં એક સમયમાં પણ અનેક ઉપગ હોવાનું સ્વીકારવામાં આવે છે તે તે એવી વાત નથી. તમે ત્યાં આગળ આગમવચનને અભિપ્રાય સમજ્યા નથી. ત્યાં આગળ અભિપ્રાય તે આ પ્રમાણે છે કે–વસ્તુગત અનેક પર્યાનું સામાન્ય રૂપથી ગ્રહણ માત્ર થાય છે. અર્થાત-જ્ઞાનમાં ઉપગની યોગ્યતા માત્ર સ્થાપિત કરવામાં આવે છે. પરંતુ એક વસ્તુમાં એક સમયમાં ઉપયોગની અનેકતા તો કયાંય પણ કહેવામાં આવેલ નથી. કેમકે, ઉપગતે કમથી જ થાય છે. આથી એક સમયમાં એક જ ઉપચોગ થાય છે-બે નહીં. આજ સિદ્ધાંત સિદ્ધ મત છે. ગંગાચાર્ય શંકા કરે છે કે,-યુગપત અનેક અર્થોનું ગ્રહણ કરવું તે તે આપ પણ માને છે તે પછી શીત અને ઉણ બન્નેનું એક સાથે જ્ઞાન થવામાં આપ શા માટે બાધક બને છે? ધનગુપ્ત આચાર્યો ઉત્તર આપતાં કહ્યું કે, હે વત્સ! આમાં બાધક થવાની વાત જ કયાં છે? પદાર્થોનું જ્ઞાન સામાન્ય અને વિશેષ રૂપથી જ થાય છે. જ્યાં સામાન્યરૂપથી જ્ઞાન થાય છે ત્યાં સેના, વન, ગામ, નગર વિગેરે પદાર્થોના જ્ઞાનની માફક અનેક અર્થ યુગપતું પણ જ્ઞાન દ્વારા ગ્રહણ કરાયા હોય છે. અહીં ઉપયોગ પણ સામાન્ય રૂપથી જ થાય છે-વિશેષરૂપથી નહીં. આથી સામાન્ય રૂપથી અનેક અર્થ પણ યુગપત્ જ્ઞાનને વિષય બને છે, જેનું નિવારણ આપણે ક્યારે કરીએ છીએ? અહીં તે બે ઉપયોગ એક સાથે થઈ શકે છે કે નહીં? એ વાત વિચાર કેટીમાં આવી રહી છે. આથી અહીં એની પુષ્ટિ કરવામાં આવે છે કે, એક કાળમાં એક જ ઉપાય હોઈ શકે છે-બે નહીં. સામાન્ય પદાર્થ જ્યારે ગ્રહણ કરવામાં આવે છે ત્યાં ઉપયોગ પણ સામાન્ય જ હોય છે. ઉપયોગ પણ દર્શને પગ અને જ્ઞાનેપગના ભેદથી બે પ્રકાર હોય છે. સામાન્ય પદાર્થ ગ્રહણ કરવામાં દર્શને યોગ થાય છે. જ્યારે વિશેષ પદાર્થ ગ્રહણ કરતી વખતે જ્ઞાનેપગ થાય છે. દર્શન ઉપયોગનું નામ એક ઉપયોગ છે. અને જ્ઞાનેપગનું નામ અનેક ઉપયોગ છે. ફરી ગંગાચાર્યને શંકા થવા લાગી કે એક સાથે અનેક પદાર્થોના ગ્રહ, ને જ્યારે આપ પોતે જ સ્વીકાર કરે છે ત્યારે એ નથી સમજવામાં આવતું કે, એ એક-અનેક ઉપયોગના ભેદ શું છે ? એ કહેવાને હેતુ શું છે? ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૪૯

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290