________________
જનતાએ તેમના ખૂબ આદરસત્કાર કર્યાં. થોડા સમય ત્યાં રોકાઈ ગાષ્ઠમાહિલે પેાતાના ગુરુમહારાજ પાસે પાછા જવાના વિચાર કર્યાં. જ્યાં એ ગુરુમહરાજ પાસે જવા તૈયારી કરવા લાગ્યા ત્યારે ત્યાંના શ્રીસંઘેવિશેષ આગ્રઢ કરી રોકી લીધા. એટ લામાં ચાતુર્માસ બેસી ગયું. શ્રીસંઘની વિનંતીથી તેમણે ત્યાં જ ચાતુર્માંસ કર્યું.
આ તરફ આચાર્ય આરક્ષિત મરણ પથારીએ હતા. પાતાના મરણુ કાળ નજીક આવેલા જાણી આચાય મહારાજે વિચાર કર્યાં કે મારે ઉત્તરાધિકારી તરીકે ચેાગ્ય શિષ્યને જ મારી જગાએ નિયુક્ત કરવા જોઈએ. આ અ ંગે મારે સČસંધ અને સવે મુનિએને પૂછ્યું જોઇએ. એવા વિચાર કરી તેમણે સસ ંઘ અને સવ મુનિઓને મેલાવ્યા અને એ સઘળાની સમક્ષ ચણા, તેલ અને ઘી ભરેલા ઘડાના ઉદાહરણા સંભળાવ્યાં અને કહ્યું-જે રીતે ચણાથી ભરેલા ઘડાને ખાલી કરવા માટે એ ઘડાને ધે વાળવામાં આવે તે તેમાં ભરેલા સઘળા ચણા નીચે પડી જાય છે, એ પ્રમાણે દુખલિકાપુષ્પને સૂત્રાથ આપવામાં હું ચણાથી ભરેલા ઘડા જેવા રહ્યો છું. જો કે તેલથી ભરેલા ઘડા જ્યારે ઉંધા કરવામાં આવે છે તે તેમાંથી એકદમ બહાર નીકળી જાય છે, પરંતુ તે છતાં પણ થડું ઘણું તેલ તેમાં રહી જાય છે. આ પ્રકારે ફૈલ્યુરક્ષિતને પણ શ્રુતપ્રદાન કરવામાં આ તેલના ઘડા જેવા હું રહ્યો છું. જે રીતે ઘી ભરેલા ઘડાને ઉંધા વાળવામાં આવે છે તે એમાંથી થોડું જ ઘી બહાર નીકળે છે, વધુ નહીં. વધુ તે એ ઘડામાં જ રહે છે. એ પ્રકારે ગાષ્ઠમાહિલને સિદ્ધાંતસૂત્રાર્થ પ્રદ્યાન કરવામાં હું ઘીના ઘડા સમાન રહ્યો છું. આટલા માટે દુખલિકાપુષ્પ મુનિ શ્રુતરૂપી સમુદ્રના પારગામી છે, ગુણવાન છે. આથી આપ સઘળા મહાનુભાવાની સંમતિ હોય તે તેમને ગુચ્છ આચાર્ય નુ પદ આપવામાં આવે. આ પ્રકારે આચાય મહારાજે જ્યારે કહ્યું ત્યારે સઘળાએ તેમનું કથન સર્વાનુમતે સ્વીકાર્યું". તે પછી આચાર્ય મહારાજે દુલિકાપુષ્પ મુનિને કહ્યું, વત્સ ! આ ગચ્છને હું આજથી તમારા હાથમાં સુપ્રત કરૂ છુ, એટલે હવેથી તેનું યત્નપૂર્વક રક્ષણ કરવાની જવાખદારી તમારી છે. ગ્રેષ્ઠ માહિલ અને ફલ્ગુરક્ષિત તમારાથી માટા છે તે તેમના વિશેષરૂપથી વિનય કરતા રહેજો. આમ કહીને આચાર્ય મહારાજે દુલિકાપુષ્પ મુનિને પાતાની જગાએ આચાય પદે સ્થાપિત કરી દીધા. અને પાતે ભક્તપ્રત્યાખ્યાન કરી સમાધિપૂર્વક કાળધર્મ પામી સ્વર્ગમાં દેવ રૂપે ઉત્પન્ન થયા.
ગામાહિલે જ્યારે પેાતાના ગુરુના સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાના સમાચાર જાણ્યા કે તુરત જ તે મથુરાથી વિહાર કરી દેશપુર નગર આવ્યા. ત્યાં આવીને પોતાના ગુરૂભાઈ એની સાથે ન ઉતર્યા કારણ કે, તેમના જાણુવામાં આવ્યું કે ગુરૂમહારાજે આચાય પદે અલિકાપુષ્પ મુનિને સ્થાપિત કર્યાં છે, તેથી તેમના ચિત્તમાં ક્રોષ ભભૂકી ઉઠચા અને તેથી તેમની સાથે ન ઉતરતાં તેઓ કઈ બીજા ઉપાશ્રયમાં ઉતર્યો, દુલિકાપુષ્પને જ્યારે આ વાતની
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૨૬૩