Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 278
________________ જાણ થઈ ત્યારે તે તેમની પાસે જઈ પહોંચ્યા અને વંદના નમસ્કાર કરીને ગેાષ્ઠમાહિલને કહેવા લાગ્યા. આપ જુદા ઉપાશ્રયમાં શા માટે ઉતર્યાં ? આપણે સઘળાએ તા એક જ સ્થળે રહેવું જોઈ એ. આ પ્રકારે આ નવા આચાર્યના કહેવા છતાં પણ ગાષ્ઠમાહિલે તેમની વાત ઉપર કાંઈ ધ્યાન આપ્યું નહી', તેમજ કાંઈ જવાબ પણ ન વાળ્યેા. અને જ્યાં ઉતર્યાં હતા ત્યાં જ રહ્યા. બીજે દિવસે દુલિકાપુષ્પાચાર્યે પેાતાના શિષ્યાને સૂત્રવાચના (સૂત્રનાપાડ) લેવા માટે ગાષ્ઠમાહિલ પાસે મેાકલ્યા. શિષ્યા જઈ ને તેમને કહેવા લાગ્યા કે, મહારાજ ! ગુરુમહારાજે અમેને આપની પાસે સૂત્રવાચના લેવા માટે મેકલ્યા છે. આથી અમારી આપને વિનતિ છે કે આપ અમને સૂત્રની વાચના (પાઠ) આપે. ગષ્ટમાહિલે એ શિષ્યાની વાતને સાંભળી ન સાંભળી કરી અવગણી. શિષ્યા પાછા ફર્યાં અને ગુરુમહારાજ પાસેથી વાચના (પાર્ટ) લેવા લાગ્યા. એક કરાડ એ’શીહજાર ૧૦૦૮૦૦૦૦ પદ્મવાળા કર્મપ્રવાદ નામના અષ્ટમ પૂર્વીનુ અધ્યયન કરતાં કરતાં વિંધ્યનામના એક શિષ્યે વાચના પૂર્ણ થતાં ગુરુને પૂછ્યું-જીવની સાથે કર્મોના બંધ કયા પ્રકારથી થાય છે? આચાય મહારાજે કહ્યુ “સાંભળેા! કર્મ ત્રણ પ્રકારનાં છે. અ, પૃષ્ટ અને નિકાચિત. જીવની સાથે આજ કર્મીના અંધ હોય છે. લાઢાનાતારમાંથી જેવી રીતે સાયના સમૂહ તૈયાર થાય છે, એજ રીતે ખદ્ધ કમ થાય છે. જેમ તે જ સાયન સમુહ જ્યારે ખૂખ ટીપાયા પછી પરસ્પરમાં એકરૂપ થઈ જાય છે એજ રીતના પૃષ્ટ કમ હાય છે. જેમ અગ્નિમાં તપાવીને અને ટીપીને સાચાને એક કરવામાં આવે છે એજ રીતે નિકાચિત કમ હેાય છે. આમાં પહેલાં રાગદ્વેષ પરિણામથી સકળ પ્રદેશા દ્વારા જ્ઞાનાવરણીયાદિક કર્મોના બંધ કરે છે. પછી પરિણામવૃદ્ધિથી તેજ બદ્ધકસ પૃષ્ટ થઈ જાય છે. સકલષ્ઠ પરિણામે થી એજ ક્રમ નિકાચિત અની જાય છે. જીવપ્રદેશેાની સાથે ખમાત્ર બહુકમ એ સમયે દૂર થઈ શકે છે. આત્માની સાક્ષીએ પોતાના કનિ નીંદવાથી તેમજ ગુરુની સાક્ષિએ ગર્હષ્ણુા કરવા, આદિ ઉપાયાથી કર્મ ક્ષય થાય છે. સૃષ્ટકમ કાળાંતરમાં પ્રાયશ્ચિત્ત વિગેરે કરવાથી દૂર થઇ શકે છે જેમ–ભીની માટીના પિંડ અને સુકી માટીના પિંડ ભીંત ઉપર નાખવાથી ભીની માટીના પિંડ હાય છે તે ત્યાં ચાંટી જાય છે, જ્યારે સુકી માટીનેા પીંડ ભીંત પર ચાટતા નથી. આ પ્રમાણે રાગદ્વેષ પરિણામેાની વૃધ્ધિથી જીવમાં કર્મી સંલગ્ન થઈ જાય છે.-ચાંટી જાય છે. તે સૃષ્ટ કમ છે અને જે સુકી માટીના પિંડ છે તે ત્યાં અડતાં જ નીચે પડી જાય છે. મદ્ધકર્મ પણ એજ રીતે દુર થઈ જાય છે. નિકાચિત કમ જે રીતે લોઢાના ગાળાને અગ્નિમાં તપાવતાં લટ્ટુ અને અગ્નિ અને એક રૂપ ખની જાય છે. તેવી રીતે જે ક જીવની સાથે એકરૂપ થઈ જાય છે તે નિકાચિત કમ છે. તે ઉદય આવ્યા વગર છુટતાં નથી. એનું પરીણામ જીવને ઘણા કાળ સુધી પણ અવશ્ય ભાગવુ' પડે છે. એ બીજા રૂપ થઈ શકતાં નથી. આ પ્રકારે ગુરુ ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૨૬૪

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290