Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 279
________________ મહારાજની પાસેથી બેધ મેળવીને વિધ્ય મુનિ કેઈ એક સમયે ગોષ્ઠમાહિલ મનિની પાસે ગયા અને પૂછ્યું. જવાબમાં તેમણે આ પ્રકારની પ્રરૂપણા કરી. વિધ્યમુનિએ કહેલી આ પ્રરૂપણું સાંભળીને ગેષ્ઠમહિલે કહ્યું આ પ્રકારની પ્રરૂપણા શાસ્ત્રકારની દષ્ટિએ ઉચીત નથી. જેમ કંચુક-અંગરખું તેના પહેરવાવાળાના શરીરને અડકે છે પણ એનાથી એકરૂપ થતું નથી. એજ રીતે કર્મ આત્માને અડકે છે પરંતુ અવિભાગરૂપથી એની સાથે એકરૂપ થઈ શકતું નથી. જે જીવની સાથે તે પણ અવિભાગરૂપથી સંમિલિત માનવામાં આવે તે તે કદી પણ એનાથી અલગ થઈ શકે નહીં. તે પછી અલગ થઈ શકવાના કારણે જીવને સંસારના ભવ ભ્રમણને પણ ક્ષય ન જ થાય. ગોષ્ઠમાહિલની આ વાતને સાંભળીને વિંધ્યમુનિએ તેમને કહ્યું અને તે આચાર્ય મહારાજે જ એવું સમજાવ્યું છે, એટલા માટે જ હું એ પ્રમાણે કહું છું. ગેષ્ઠમહિલે કહ્યું તમારા ગુરુ જાણે છે જ શું ? ગોષ્ઠમહિલની આ પ્રમાણે વાત સાંભળીને વિધ્યમુનિના મનમાં સંદેહ જાગ્યો અને તેણે જઈ પિતાના ગુરુમહારાજ ને કહ્યું કે મેં ભણતી વખતે આપની પાસેથી પાઠ બરાબર સાંભળ્યું નથી, જેથી એને અર્થ એ પ્રકારને ન હોઈ શકે એનું ગેઝમાહિલજી કહી રહ્યા છે. આ સાંભળીને ગુરુએ કહ્યું–નહીં, એમ નથી તમે પાઠ સાંભળે છે તે બરાબર છે, અને તમે જેમ કહે છે તે જ બરાબર છે. ગેઝમાહિલજી જે કહે છે તે બરાબર નથી, મિથ્યાત્વ છે, જે રીતે લોઢાના પિંડમાં અગ્નિ સર્વાત્મના પ્રવિષ્ટ થાય છે અને વિયુક્ત પણ થાય છે. એજ પ્રમાણે કર્મ પણ આત્મપ્રદેશની સાથે એક ક્ષેત્ર અવગાહ થઈને બંધાય છે અને વિયુક્ત થાય છે. કંચુક જેમ શરીર ઉપર સ્પશ” રૂપે જ રહે છે, એજ રીતે કમ પણ આત્મામાં રહેતાં નથી. કંચુકની ઉપમા તો ત્યારે જ સુસંગત થઈ શકે કે જ્યારે આત્મા અન્ય પ્રદેશસ્થ કમને ગ્રહણ કરી તેને પોતાનામાં મેળવી ત્યે પરંતુ એવી માન્યતા તે છે જ નહીં; કેમ કે, આ પ્રકારની માન્યતામાં અપસિધાન્ત નામનું નિગ્રહસ્થાન આવે છે. સૂત્રમાં આત્મા અન્ય પ્રદેશસ્થ કર્મને ગ્રહણ કરે છે આ વાતને નિષેધ કરવામાં આવેલ છે. હવે જેમ કંચુક શરીર ઉપર છતાં શરીરમય નહીં એમ રહે છે, એજ રીતે કમ પણ આત્મા સાથે છતાં પણ આત્માથી અલગ રહે તે એના દ્વારા થનારી વેદના પણ આત્માની બહાર થવી જોઈએ-આત્માની અંદર નહીં. - જો એમ કહેવામાં આવે કે-કમ સંચરણ સ્વભાવવાળાં છે, તે તે આત્માની મધ્યમાં સ્થિત થઈ અને અંતર્વેદનાનું કારણ બની જાય એટલે એવું કથન કંચુકના દષ્ટાન્તથી વિરૂદ્ધનું થઈ જાય છે કેમ કે, કંચુક તે દેહની ઉપર જ સ્પર્શ કરીને રહે છે. શરીરની અંદર તેને પ્રવેશ થતો નથી. હવે બીજું જે કર્મ આત્માથી શીને માત્ર રહે છે એ વાત પણ માનવામાં આવે તે આત્માને જે અંદર અને બહાર એકી સાથે વેદનાને અનુભવ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૬૫.

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290