________________
ઉપર ચડાઈ કરવી છે? નીકળતી વખતે આ વાત આપણે રાજાને તે પૂછી પણ નહીં. બધાની વાત સાંભળીને શિવભૂતિએ કહ્યું કે એમાં ચિન્તા શા માટે ? ચાલા અને મથુરા ઉપર ચઢાઈ કરીશું. આપને જ્યાં ચઢાઈ કરવાનું વધુ કઠણ લાગતું હોય તો તેની જવાખદારી મારા શિર ઉપર છે. આ પ્રમાણે કહીને શિવભૂતિ સૈનિકાને સાથે લઈ પ્રથમ પાંડુ મથુરાની તરફ ઉપડયા અને અને જીતી લઈ ને બીજી મથુરા ઉપર પણ એણે ચઢાઇ કરી. અને તેને પણ જીતી લીધી. વિજયી બન્યા પછી સૈનિકો સાથે પોતાના સ્થાને પાછા ફર્યાં. રાજાની પાસે આવીને તેણે મને મથુરાને જીતી લીધાની વાત કહી સંભળાવી, આ સાંભળી રાજાએ કહ્યુ. ધન્યવાદ! તમે ઘણું' જ સારૂ કામ કર્યું, ઘણું" દુષ્કર કાર્ય પાર પાડયું. છે આથી હું તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થયા ૐ કહે! તમાને શુ' પુરસ્કાર ઈનામ આપુ' ? એ સાંભળીને શિવભૂતિએ પેાતાના મનના ભાવ પ્રગઢ કર્યો અને કહ્યું કે, કોઇ પણ પ્રકારની રોકટોક વગર હું સવાઁ જગ્યાએ મારી ઇચ્છા અનુસાર જઈ આવી શકે તેવી આજ્ઞા આપના તરફથી મળવી જોઈએ, રાજાએ શિવભૂતિની વાત સ્વીકારી લીધી.
પછી શું અન્યું ? શિવભૂતિ પાતાની ઇચ્છા અનુસાર જ્યાં ત્યાં ફરવા લાગ્યા. રાત્રિએ, દિવસે, પ્રાતઃ કાળે, મધ્યાહ્ન કાળે તથા અંતિમ પ્રહરમાં જ્યારે અને જ્યાં જવાની ઈચ્છા થતી ત્યારે તે ત્યાં પહોંચી જતા, અને તેની મરજી મુજબ ઈચ્છા થાય ત્યારે પાછા ફરતા કાઈ કોઈ વખત ગમે ત્યાં શકાઈ જતા. દહાડે જ્યાં સુધી શિવભૂતિ ઘેર પાછે ન આવતા ત્યાં સુધી તેની સ્રી લેાજન કર્યાં વિના રાહ જોઈને બેસી રહેતી. રાત્રીના સમયે પણુ તે જ્યાં સુધી ઘેર ન આવતા ત્યાં સુધી તેની રાહ જોઈને બેસી રહેતી. શિવભૂતિની આ પ્રકારની સ્વેચ્છાચાર પ્રવૃત્તિથી જ્યારે એ ખૂબ જ કંટાળી ગઈ ત્યારે તેણે એક દિવસ પેાતાની સાસુને કહ્યું કે, સાસુજી ! આપના પુત્ર ખૂબ જ સ્વચ્છંદી થઈ ગયેલ છે આપ તેને કેમ કાંઇ કહેતાં નથી ? કાઈ કાઈ વખત મધરાતે તે કાઈ વખતે પાછલી રાત્રે તે ઘેર આવે છે અને કાઈ ફાઈ વખત તે ખિલકુલ ઘેર આવતા જ નથી, એટલે કે, કાઈ દિવસ વખતસર ઘેર આવતા જ નથી, જ્યારે મનમાં આવે ત્યારે ઘેર આવે, મનમાં ન આવે તેા ન આવે, દહાડા હોય કે રાત હાય હંમેશાં સમય એસમયે તે આવે છે. હવે તે હું તેમનાથી હેરાન હેરાન થઈ ગઈ છું, નથી સમયસર ખાવાનું ઠેકાણું પડતું, કે નથી સુવાનું મળતું. વહુની વાત સાંભળીને સાસુએ કહ્યું કે બેટી ! આજે રાતના ઘરના દરવાજે મધ કરીને તું સુઈ જજે અને હું જાગતી રહીશ. સાસુજીની વાત સાંભળીને પુત્રવધૂએ એમ જ કર્યું. શિવભૂતિ મધરાત વિત્યા પછી ઘેર આવ્યે આવતાં જ પત્નીને ક્રમાડ ખેાલવાનું કહ્યું, શિવભૂતિને અવાજ સાંભળીને માતાએ કહ્યું કે, જ્યાંનાં કમાડ ખુલ્લાં હોય ત્યાં જા. માતાની આ વાત સાંભળીને તેને એકદમ ક્રોધ ચઢચૈા અને ક્રોધના આવેશમાં તે ત્યાંથી ચાલી નીકળ્યેા. દરેક ઘરનાં કમાડ તરફ દૃષ્ટિ કરતાં કરતાં તે જઈ રહ્યો હતા એટલામાં
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૨૬૯