________________
થઈ જાય છે, તથા એમ કરવાથી ઉત્સૂત્ર પ્રરૂપણા કરવાની આપત્તિ આવે છે. આમ કરવાથી તે આ જીવને અનંત સંસારની વૃદ્ધિ થાય છે.
ગેાષ્ઠમાહિલ મુનિ આ પ્રકારના અભિમાનથી છકી જઈને દુલિકાપુષ્પાચાયની પાસે આવી એ વિષય ઉપર એમની સાથે વાદિવવાદ શરૂ કર્યાં આચાયે કહ્યું, અહે ! યાવજ્રિવરૂપ કાળની અવધિયુક્ત જે પ્રત્યા ખ્યાન કરવામાં આવે છે એનું કારણ એ છે કે, સંયમી આત્મા મરીને જો દેવ વિગેરે ભવને પામે છે તે ત્યાં તે વ્રતભંગના દોષના લાગી નથી અનતે કારણે કે ત્યાં વ્રત નિયમનેા અભાવ છે. મનુષ્યનાભવમાં એમણે જે વ્રત નિયમ લીધાં છે તે એના મનુષ્યભવ સુધી જ લીધેલા વ્રતને નિરતિચાર રૂપથી—નિર્દોષ રૂપથી-પાલન કરવાવાળા છે, પણ દેવ વિગેરે અન્ય ભવમાં એ શકય નથી. આ વાત આ ચામ્નિય પદ્યના હેતુ છે. આ પ્રકારે આચાર્ય મહારાજે સમજાવવા છતાં પણુ ગાષ્ઠમાહિલે પેાતાના દુરાગ્રહને નડયેા. જ્યારે સ`ઘે ગેઇમાહિલની આ હાલત જોઈ ત્યારે સ`ઘે ભેગા મળીને ઢાયાત્સગ - પૂર્ણાંક એક દેવીનું આરાધન કર્યું. દેવીએ આવીને કહ્યું, સંઘની શી આજ્ઞા છે ? મને શા માટે ખેલાવવામાં આવી છે? સધે કહ્યું કે હે દેવી ! તી་કરની પાસે જઈને પૂછે કે, દુલિકાપુષ્પાચાય પ્રમુખ સંધ જે કહે છે તે સત્ય છે કે, ગેઇમાહિલ કહે છે તે સત્ય છે ? આ વાતના નિર્ણય કરવા માટે શ્રી સંઘે કાયાત્સગ કરેલ છે અને આપને તસ્દી આપી છે. આ પ્રમાણેની હકીકત જાણી તે દેવી ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં તીથંકરની પાસે ગઈ અને પ્રશ્નને ઉત્તર મેળવીને ત્યાંથી પાછી ફરી અને શ્રીસ ંધને જણાવ્યું કે, શ્રીસંઘ જે કહે છે તે સત્ય છે, જ્યારે બીજો મિથ્યાવાદી નિદ્ભવ છે. આ પ્રકારે દેવીના કહેવાં છતાં પણુ ગેઇમાહિલને દેવીના વચનમાં વિશ્વાસ ન બેઠા. અને તેણે કહ્યું કે, એ દેવી તા ખાટુ ખેલે છે, કેમ કે એ ત્યાં તિર્થંકર પાસે ગઈ જ નથી. સઘે જ્યારે ગાઇમાહિલની આ પ્રકારની વાત સાંભળી ત્યારે તેને સંઘ બહાર મુકી દીધા. અંતમાં તે આલેચના કર્યા વગર અને પ્રતિક્રમણ કર્યા વિના મરીને પ્રથમ કલ્પમાં દેવ થયા.
! આ સાતમા ગેાઇમાહિલ નિહવની કથા થઈ । છા
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૨૬૭