Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રહગતના આ તર્કનું સમાધાન કરતાં આચાર્ય મહારાજે કહ્યું તમારું આ કહેવું બબર નથી-મૂર્ત ઘટ આદિનાં ઠીકરાં આદિ વિકારરૂપ અવયવ જે પ્રકારે દેખાય છે એ પ્રકારે અમૂર્ત જીવન વિકાર દેખાઈ શકાતું નથી. બીજુ-જેમ ઘટાદિકના વિનાશનું કારણ વહિશસ્ત્રાદિક છે પણ એ પ્રમાણે જીવના વિનાશનું કારણ નથી કેમકે જીવ અમૂર્ત દ્રવ્ય છે, અકૃતક છે. આ કારણે જીવને (ટુકડારૂપે) ખંડરૂપે નાશ થત નથી. આથી કપાયેલી પૂંછડી આદિ અવયવગત જીવપ્રદેશમાં જીવથી ભિન્નતા નથી. આટલા જ કારણે જીવ, અજીવથી જીવમાં વિલક્ષણતા-ભિન્નતાને અભાવ હોવાથી તે ત્રીજી રાશી થઈ શકતી નથી.
કિંચ—જે શસ્ત્રો દ્વારા જીવપ્રદેશને ખંડશા (ટુકડે ટુકડે) નાશ માનવામાં આવે તો જીવન સર્વનાશ જ માનવો પડે. જેનો ખંડશઃ વિનાશ થાય છે અને પરિણામે તે સર્વનાશ જ જોવામાં આવે છે. જેમકે-ઘટાદિકનું બને છે તેમ તમે જીવને ઘટાદિકની સમાન માની રહ્યા છે. આથી તે એની માફક તેને પણ સર્વનાશ માનવાને પ્રસંગ તમારા માટે ઉભે થશે. આ અંગે કદાચ તમે એવું પણ કહે કે, જીવને સર્વનાશ માનવામાં દેષ છે –તે સમજી લેજો કે, આ પ્રકારનું તમારું કથન તમારા માટે શોભારૂપ નથી. કારણ કે, આ પ્રકારના કથનથી તે એ વાત સાબીત થાય છે કે, તમે જીનેશ્વરના મતને જ ત્યાગ કરી દીધા . જીનમતમાં સકૂપ છવદ્રવ્યને સર્વથા વિનાશ નિષિદ્ધ કહ્યો છે. અને સર્વથા અસના ઉત્પાદને પણ નિષેધ માન્ય છે. કહ્યું પણ છે કે___“जीवाणं भंते! किंवलृति हायंति अवडिया ? गोयमा ! नो वदंति नो હાયંતિ, ફિઢિયા” |
છાયા–નીવા વહુ મા ! , દીન્ત, ગવરિયત? જૌતમ ! નો बर्द्धन्ते नो हीयंते, अविस्थिताः। इत्यादि ॥
આટલા માટે જીવને સર્વથા વિનાશ માનવાથી તમે જનમતને પરિત્યાગ કર્યો છે એમ માનવામાં આવે છે. વળી જીવને સર્વનાશ માનવાથી પણ એક ભારે મુશ્કેલી ઉભી થશે કે, જેને લઈને મોક્ષને અભાવ માનવો પડશે. મોક્ષનો અભાવ માનવાથી દીક્ષાદિકનાં કષ્ટોને સહેવાં એ પણ નકામાં-અર્થ વિનાનાં બની જશે અને એ પ્રમાણે ક્રમવાર સર્વ જીવેને સર્વનાશ થઈ જશે તે પછી સંસારનું અસ્તિત્વ પણ રહી શકશે નહીં સંસારના અભાવમાં શુભ અશુભ કર્મોને પણ સર્વવિનાશ માનવે પડશે. આ કારણે જીવને ખંડશઃ (કકડે કકડે) નાશ માન ચગ્ય નથી.
હગુપ્ત ફરીથી કહ્યું કે-ગળીની કપાયેલી પૂંછડી વગેરેને વિનાશ સ્પષ્ટ રીતે જ દેખાય છે. તે જ બતાવે છે કે જીવને વિનાશ છે જ. શ્રી ગુપ્તાચાર્ય મહારાજે તેને ઉત્તર આપતાં કહ્યું કે, તમારું આ પ્રમાણે કહેવું એ ઉચિત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૫૮