Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પક્ષ ઉપસ્થિત કર્યો–મે તેને રાજસભાની વચમાં જીવ, અજીવ અને નેાજીવ આ પ્રકારની ત્રણ રાશીને મુદ્દો સ્થાપી પરાજીત કરી દીધા છે. નાજીવમાં મે ગરોળીની કપાયેલી પુંછડીને દૃષ્ટાંત રૂપે મતાવી છે. જ્યારે રાહગુપ્તે ગુરુમહારાજને પેાતાના વિજયની આ પ્રકારની વાત કહી સંભળાવી ત્યારે ગુરુ મહારાજે કહ્યુ કે, હે વત્સ! તમે એ કામ તે સારૂ કયુ" કે, પરિવ્રાજકને હરાવ્યો. પરંતુ તમે જ્યારે ત્યાંથી જીતીને ઉઠયા ત્યારે એવુ` કેમ ન કહ્યુ કે “નાજીવ રાશી ” અમારા સિદ્ધાંતમાં નથી. ફક્ત જીવ અને અજીવ આ એજ રાશી અમારા સિદ્ધાતમાં ખતાવેલી છે. માટે તમે સભામાં જઈને ક્રીથી એમ કહેા કે, આ અમારા સિદ્ધાંતમાં નથી. પરંતુ એ પરિત્રાજકના માનનું ખંડન કરવાના આશયથી તેમજ તેના ડહાપણને તાડી પાડવાના આશયથી જ મે આમ કહેલ છે કે, જેથી તે ઠંડા થઈ જાય. આ પ્રકારે કરવા ગુરુમહારાજે તેને ઘણું ઘણું સમજાવ્યુ' છતાં પણ તેમ કરવા તેઓ તૈયાર ન થયા. અને ગુરુ મહારાજને ઉપરથી કહેવા લાગ્યા કે, ભદન્ત ! મારૂં આ કથન સિદ્ધાંત વિરૂદ્ધ કઈ રીતે છે ? જો નાજીવ લક્ષણની ત્રીજી રાશીના સ્વીકાર કરવામાં કોઈ દોષ આવતા હોય તા તે એ સિદ્ધાંતથી વિરૂદ્ધનું માની શકાય. પરંતુ એવુ' તા છે નહીં. તે પછી આપ મારા પર સિદ્ધાંત વિરૂદ્ધ વાત કરવાના આરેપ સુકી અને ત્યાં માકલવા શા માટે દખાણ કરી છે ? ગુરૂ મહારાજે રાહગુપ્તની વાત સાંભળીને કહ્યું. “જીએ ! અસત્યની પ્રરૂપણા કરવામાં જીન ભગવાનની આશાતના થાય છે. માટે એમ ન કરવું જોઈએ. ” આ પ્રકારે ગુરુ મહરાજના વારંવાર કહેવા છતાં પણુ રાષગુપ્તે પેાતાના હઠાગ્રહને છેડયા નહી અને ગુરુની સાથે વાદ કરવા પણ તત્પર થઇ ગયા.
એ પછી શ્રી ગુપ્તાચાર્ય જાતે ખલશ્રી રાજાની રાજસભામાં ગયા અને ત્યાં જઈ તે એને કહેવા લાગ્યાં કે, મારા શિષ્ય રહગુપ્તે પરિવ્રાજકની સામે એવું કહ્યું છે કે, એક ત્રીજી પણુનાજીવ રાશી છે. તે તે તેણે સાચુ કહ્યું નથી. કેમકે, જીવ અને અજીવ એ પ્રકારની એ જ રાશી, છે એવુ' ખુદ જીનેન્દ્રભગવાને ભાખ્યું છે, કુકત પરિવ્રાજકને જીતવા માટે જ મારા શિષ્ય એવી પ્રરૂપણા કરી છે કેરાશી ત્રણ છે. તેને મે' ઘણેા જ સમજાવ્યા પરંતુ તે માનતા નથી. મારી સાથે પણ વાદવિવાદ કરવા માટે તૈયાર થઈ જાય છે. આટલા માટે હે રાજન્! આપ અમારા બન્નેની વચમાં લવાદ અને અને અમારા વાદવિવાદને સાંભળેા. આપ જેવા મધ્યસ્થ વગર સત્ય અને અસત્યના સેદ્દભાવ કેાઈ પારખી શકશે નહીં. શ્રી ગુપ્તાચાર્યની આ માગણી ખલશ્રી રાજાએ સ્વીકારી લીધી, અને મધ્યસ્થી મનીને ગુરુ અને શિષ્યના વાદવિવાદને સાંભળવા લાગ્યા. શ્રી ગુસાચાર્યે રાહગુપ્તને પૂછ્યું', ‘કહા તમારા શે। મત છે ?” રાહેગુપ્તે કહ્યું-જે પ્રમાણે જીવથી અજીવ ભિન્ન છે, એજ રીતે નાજીવ’ પણ જીવ અને અજીવ આ બન્નેથી ભિન્ન છે. આથી કરીને જીવ, અજીવ અને નાજીવ એમ ત્રણ રાશી છે, એવા મારા મત છે, નાજીવ' શબ્દમાં ને? એ
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૨૫૪