Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 269
________________ શબ્દ દેશનિષેધપરક છે. સર્વનિષેધપરક નથી. જીવ શબ્દને અર્થ આ અભિપ્રાયે “જીવને એક દેશ” એ પ્રમાણે થાય છે. જીવને અર્થ સમસ્ત જીવનો અભાવ એમ થતો નથી. ગરોળી વિગેરેની તુટેલી પૂંછડી મનુષ્ય આદિના કપાયેલા હાથ, એ સઘળા ને જીવ છે. કારણ કે તેમાં જીવને એક દેશ છે. ગોળીની કપાયેલી પૂંછડી એ જીવ અને અજીવથી ભિન્ન છે. તેનું કારણ એ છે કે તે સમસ્ત જીવરૂપે કહી શકાતી નથી. કારણ કે તે એના શરીરને એક ભાગ છે, આથી તે એનાથી ભિન્ન છે. અજીવ પણ તેને એટલા ખાતર કહી ન શકાય કારણ કે, તેમાં સ્કુરણ (તરફડાટ) વિગેરે ક્રિયાઓ થતી દેખાય છે. માટે જ તે તેનાથી (અજીવથી) પણ ભિન્ન છે. હવે જ્યારે વાત આમ છે કે તે પૂર્ણ જીવ પણ નથી અને અજીવ પણ નથી તે એ બનેથી ભિન્ન હવાને કારણે તે જીવ’ છે એવું કહી શકાય છે. જ્યારે ધર્માસ્તિકાયાદિક દેશના અપૃથભૂત (ટો ન પડે) દેશ પણ સિદ્ધાંતમાં પૃથક્ વસ્તુ સ્વરૂપથી કહેવાયેલ છે તે શું જીવથી છુટી પડેલી ગરોળીની પૂંછડી પૃથક્ વસ્તુ ન કહેવાય ? અલગ થવાથી તે સંપૂર્ણ જીવથી જુદી છે તથા કુરણ આદિ ક્રિયા વિશિષ્ટ હેવાથી તે અજીવથી પણ ભિન્ન છે એથી એ વાત સિદ્ધ થાય છે કે તે ‘નજીવ” છે. અજીવની પ્રરૂપણ કરતી વખતે ભગવાને ધર્માસ્તિકાયાદિક અમૂર્ત અજીને દશ પ્રકારના કહ્યા છે " अजीवा दुविहा पण्णत्ता-तं जहा रूवि अजीवा य, अरूवि अजीवा य, रूवि अजीवा, चउन्विहा पण्णता-तं जहा-खंधा देसा पएसा परमाणु पोग्गला । अरूवि બની વિદ્યા જાજરૂ-ત્તે – બસ્થિwig, ધારિથ રે, धम्मत्थिकायस्स पएसे, एवं अधम्मत्थिकाए विआगासस्थिकाए वि अद्धासमए।" છાયા–શનીવા દ્વિવિધ પ્રજ્ઞતા, તથા, હળવા થવીવાયા. रूप्यजीवाश्चतुर्विधा प्रज्ञप्ताः तद्यथा--स्कंधाः देशाः प्रदेशाः परमाणुपुद्गलाः ! अरूप्यजीवा दशविधाः प्रज्ञप्ताः, तद्यथा धर्मास्तिकायः, धर्मास्तिकायस्य देशः, धर्मास्तिकायस्य प्रदेशः, एवम्-अधर्मास्तिकायोऽपि, आकाशास्तिकायोऽपि, એકસમય” | આ પ્રકારે આ પાઠમાં ધમસ્તિકાયાદિની દસ પ્રકારે પ્રરૂપણાથી તેના દેશને પથદ્ વસ્તુ સ્વરૂપથી પ્રતિપાદિત કરવામાં આવેલ છે. જે આ પ્રકારનું કથન ન માનવામાં આવે તે દશ પ્રકારની પ્રરૂપણું જ સંપન્ન થતી નથી. ધર્માસ્તિકાયાદિકેને દેશ તેનાથી અપૃથભૂત (અભિન્ન) છે. છતાં પણ તે જેમ તેનાથી પૃથક્ત (ભિન્ન, વસ્તુ સ્વરૂપ માનવામાં આવે છે તેવી રીતે ગરોળી વિગેરેની તુટેલી પૂંછડી વગેરે અવય પણ જીવથી ભિન્ન થતાં તે એક પૃથફ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૫૫

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290