Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આપ આપના પેટને લોઢાના પટાથી શા માટે બાંધી રાખ્યું છે ? તથા આ જાંબુના વૃક્ષની ડાળ હાથમાં શા માટે પકડી રાખે છે? ત્યારે તે કહેતા કે મારા આ પેટમાં અનેક વિદ્યાઓ ભરેલી છે. તેથી વિદ્યાના ભારથી આ પેટ ફાટી ન જાય એટલા ખાતર તેને આ લોઢાના પટાથી બાંધી રાખેલ છે. તથા આ જમ્મુદ્વિપમાં મારે કઈ પ્રતિસ્પર્ધિ રહેલ નથી” આ વાતને સૂચિત કરવા માટે પ્રતિક તરીકે આ જાંબુના વૃક્ષની ડાળી મેં હાથમાં ધારણ કરેલી છે. આ પછી તે પરિવ્રાજકે તે નગરમાં મોટામોટા અવાજ કરી એવી ઘોષણું કરી કે, “આ સ્થળે પણ મારે કઈ પ્રતિસ્પર્ધિ નથી.” આ પરિવ્રાજકનું નામ પટ્ટશાલ હતું. તેનું કારણ પણ એજ હતું કે લેઢાના પટાથી તેનું પેટ બાંધેલું રહેતું હતું, તથા જાંબુ વૃક્ષની શાખા તેના હાથમાં રહેતી હતી. આ ઉપરથી લોકોમાં તે પિટ્ટશાલ એ નામથી જાણીતા હતા. પિટ્ટશલની આ ઘોષણા નગરમાં પ્રવેશ કરતી વખતે રોહગુપ્ત સાંભળી.
રેહગત મુનિએ કહ્યું કે, “હું આ પરિવ્રાજકની સાથે વાદવિવાદ કરીશ. એ પ્રમાણે કહીને તેમણે પોતાના ગુરુને પૂછ્યા શિવાય એ ઘોષણ કરનાર તથા થાળી પીટનારને થોભાવી દીધું. તે પછી ગુરુમહારાજની પાસે આવીને તેમણે એ વાતની આલોચના કરતાં કહ્યું કે, “મેં આપને પૂછ્યા વગર પરિવ્રાજક પોશાલની કરેલી ઘોષણાને બંધ કરાવી દીધી છે”
આચાર્યો રેહગુપ્તની આ પ્રમાણે વાત સાંભળીને કહ્યું કે, “તમે આ કાર્ય ઠીક ન કર્યું. કદાચ તમે એ પરિવ્રાજકને વાદવિવાદમાં પરાજીત કરી દેશે. તે પણ તે (મંત્રી વિદ્યાઓમાં પરમ કુશળ છે, એટલે તે પોતાની કુશળતાથી જ તમેને હરાવી દેશે. તેની પાસે સાત પ્રકારની વિદ્યાઓ છે. વૃશ્ચિકવિદ્યા, સર્પવિ. ઘાર, મૂષકવિદ્યા૩, મૃગીવિદ્યા, વારાહીવિદ્યાપ, કાકવિદ્યા૬, અને શકુનિકા વિદ્યા૭, આ વિદ્યાઓના પ્રભાવથી તે પરિવ્રાજક તમારી ઉપર અનેક જાતના ત્રાસ વરતાવશે” ગુરુમહારાજની વાત સાંભળીને હગુખે કહ્યું – ગુરુમહારાજ ! આય એ આશીર્વાદ આપે છે, જેનાથી વાદવિવાદમાં મારો નિશ્ચય વિજય થાય. અને તેને કારણે મારા ઉપર ઉપદ્રવને કઈ ભય ઉભો ન થાય. ગુરુમહારાજે તેની વાત સાંભળીને તેને મયૂરીન, નકુલર, બિલાડીનીક, વ્યાધ્રીઝ, સિંહપ, ઘુવ. ડની, અને બાજની૭, એમ સાત પ્રકારની વિદ્યાઓ તેને શીખવી. અને કહ્યું કે, આ વિદ્યાઓ જ પરિવ્રાજકને પરાજીત કરશે. રિહગુપ્ત એ સઘળી વિદ્યાઓ ગ્રહણ કરી લીધી. પછી રજોહરણને મંત્રીત કરી આપતાં ગુરુ મહારાજે કહ્યું કે, જે કદાચ કઈ ક્ષુદ્ર વિદ્યાને ઉપસર્ગ તમારા ઉપર તે કરે તે તમે તે વખતે તેના નિવારણ માટે આ રજોહરણને તમારા મસ્તક ઉપર ફેરવજે. એવે સમયે જે ખુદ ઈદ્ર પણ તમને પરાસ્ત કરવા ચાહે તે પણ તમેને પરાસ્ત કરી શકશે નહીં, ત્યાં મનુષ્ય માત્રની તે વાત જ કયાં ?
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
ઉપર