Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ધનગુપ્તાચાર્ય ઉત્તર આપે છે કેઃ હે વત્સ! સાંભળેા સામાન્ય ઉપચાગનુ નામ એક ઉપયાગ છે. એ કહેવાના આશય એ છે કે, જેમ~સેના, વન, વિગેરેનું જે જ્ઞાન થાય છે તેમાં અલગ અલગ પદાર્થોનું યુગપત્ જ્ઞાન થતું નથી પણ એક સાથે સામાન્યતઃ સર્વનું જ્ઞાન થાય છે. એનું નામ સામાન્ય ઉપયોગ-એક ઉપયાગ છે. જ્યાં દરેક વસ્તુનુ અલગ અલગ જ્ઞાન થાય છે જેમકે આ હાથી છે, આ ઘેાડા છે, આ રથ છે, આ પદાતિ છે, આ ખડ્રગ કુંત આદિ હથીયાર છે, આ શિરસ્ત્રાણુ છે, આ કવચ છે, વિગેરે વિગેરે! આનું નામ અનેક ઉપયાગ છે. વિશેષ પદાર્થોના ગ્રહણમાં એક કાળમાં એક જ ઉપયાગ–જ્ઞાન-ઉપયેગ હાય છે.
“ મને વેદના થઈ રહી છે” અહી સામાન્ય રૂપથી એક સાથે શીતષ્ણુ રૂપ એ જ્ઞાન છે. પરંતુ શીત-ઉષ્ણુ વેદના વિશેષરૂપથી એક સાથે એ ઉપયેગ નથી. પહેલાં સામાન્ય જ્ઞાન થાય છે અને પછીથી વિશેષજ્ઞાન થાય છે. વિશેષજ્ઞાન સામાન્યજ્ઞાન સાપેક્ષ જ હાય છે, કેમકે, સામાન્ય અનેક વિશેષોને આશ્રય હોય છે આજ કારણને લીધે જ્યારે આજ વાત છે તે પહેલાં વેદના સામાન્યનું ગ્રહણ થાય છે, પછીથી વિશેષ વેદનાનું. આથી પહેલાં વેદના સામાન્યનું ગ્રહણ કરી એના પછી ઈહા પ્રષ્ટિ થઈ શીતેય પાડ્યોર્વેના સારા પગામાં આ શીત વેદના છે. આ પ્રમાણે વેદના વિશેષના નિશ્ચય કરવામાં આવે છે. આજ રીતે માથામાં પણ પ્રથમ વેદના સામાન્યને ગ્રહણ કરી પછીથી ઇહામાં પ્રવિષ્ટ થઈ “ વોચનિર્દેશિત્ત વેના ’’–મારા મસ્તકમાં આ ઉષ્ણુવેદના થઈ રહી છે. આ પ્રકારે ઉષ્ણવેદનાના નિશ્ચય કરવામાં આવે છે. આ પ્રકારે ગમે ત્યાં પણ એક સાથે વિશેષજ્ઞાનાની યુગપત્ પ્રવૃતિ થઈ શકતી નથી. સામાન્ય રૂપથી ભલે એક સાથે વિશેષાનુ ગ્રહણ થઇ જાય આમાં કાઈ સિદ્ધાંત વિરૂદ્ધ જેવી વાત નથી, જેમકે, સેના વન, વિગેરે સામાન્ય મેષમાં હાય છે. વિશે ષાનુ ગ્રહણ યુગપત્ થઈ શકતું નથી. આથી આ શીત ઉષ્ણુ વિશેષજ્ઞાન ભિન્ન કાળવતી છે એવું માનવુ જોઈ એ. શ્રાતિવશજ તેમાં એક કાળપણું પ્રતીત થાય છે. આ પ્રકારે સેંકડો યુક્તિથી પ્રજ્ઞાપિત થવા છતાં પણુ ગંગાચાર્ચે પેાતાના દુરાગ્રહ છેડા નહીં ધનગુપ્ત આચાર્યે જ્યારે ગંગાચાય ને દુરાગ્રહી ખનેલ જોયા તા તેઓએ તેને તરત જ કાર્યાત્સગ પૂર્ણાંક ગચ્છની બહાર મૂકી દીધા.
ܐܕ
ગચ્છથી બહાર થવા છતાં પણુ ગંગાચાર્ય સ્વેચ્છાપૂર્વક અહીં તહી’ વિહાર કરવા લાગ્યા. વિહાર કરતાં કરતાં એક સમયે તેઓ રાજ્યગૃહનગરમાં પધાર્યાં. ત્યાં વીરપ્રભુ નામના ઉદ્યાનમાં મણિપ્રભ નામના એક યક્ષનુ ભવન હતુ. તેમાં તેએ ઉતર્યાં. “એ ક્રિયાઓના અનુભવ એક જ સાથે થાય છે... આ પ્રકારની પોતાની માન્યતાની પ્રરૂપણા લેાકેાની સમક્ષ ત્યાં આગળ કરવા લાગ્યા. મણિપ્રભુ નામના યક્ષે તેમની આ અસત્ પ્રરૂપણાથી ક્રોધાયમાન બની તેને ચેતવવા માટે તેના ઉપર મુગળના પ્રહાર કર્યો અને કહેવા લાગ્યા
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૨૫૦