________________
ઓમાં ચુગતું થતું નથી હોતું, પણ ક્રમશઃ થતું હોય છે. પરંતુ ત્યાં કાળભેદ અતિ સૂક્ષ્મ હોવાને કારણે દુર્લક્ષ્ય થાય છે. આ રીતે શીતેણ ક્રિયાકયનું સંવેદન અતિસૂક્ષ્મ હોવાથી ભેદવિશિષ્ટ જણાતું નથી. આ કારણે તમારા દ્વારા એ માની લેવામાં આવે છે કે, આ સઘળું એકી સાથે એક જ કાળમાં થઈ રહ્યું છે.
અથવા–સુકાઈ ગએલી પુરીના ચાવવાથી પુરીમાં રહેલાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને કટકટ આદી શબ્દની ઉપલબ્ધિ અયુગપત્ થવા છતાં પણ જેમ યુગપત્ થઈ રહી છે એવું માલુમ પડે છે. એ જ રીતે માથું પગ આદિ સ્પશે. ન્દ્રિય પ્રદેશ દ્વારા અને અન્ય ઈન્દ્રિ દ્વારા ક્રમ ક્રમથી સંયુજ્યમાન એવું મન એક જ કાળમાં સંયુકત થઈ રહ્યું છે એવું માલુમ પડે છે. વાસ્તવમાં ભિન્ન ભિન્ન સમયમાં જ તે મન સંયુકત થાય છે એવું જાણવું જોઈએ.
આ કહેવાને હેતુ એ છે કે, દીર્ઘ અને સુકાઈ ગએલી પુરીને ખાવાવાળા કેઈ પુરૂષને આખેથી પુરીનું સ્વરૂપ જોતી વખતે રૂપ જ્ઞાન ઉત્પન્ન થાય છે. ધ્રાણેન્દ્રિયથી એની ગંધને, રસનેન્દ્રિયથી એના રસને, સ્પર્શેન્દ્રિયથી એના સ્પર્શને અને ચાવતી વખતે એના શબ્દનું જ્ઞાન થાય છે. આ રીતે એ પાંચેય જ્ઞાનને વિચાર કરો તે એ પુરી ખાવાવાળાને એક પછી એક એ રીતે જ્ઞાન થાય છે છતાં પણ તેને એવું ભાસે છે કે, એ બધાં જ્ઞાન તેને એકી સાથે અને એક જ કાળમાં થઈ રહ્યાં છે. આ પાંચ પ્રકારનાં જ્ઞાનને કાળ જે ક્રમશઃ થતું ન માનવામાં આવે તે મતિજ્ઞાન વિગેરે જ્ઞાનના ઉપગ કાળમાં અવધિજ્ઞાન વિગેરે જ્ઞાનના ઉપયોગને પણ સદ્ભાવ થતો માનવે પડે. એક જ ઘટ (ઘડા) વિગેરે પદાર્થને નજરમાં લેતી વખતે અનંત ઘટ આદિને ખ્યાલ નજરમાં આવવાને પ્રસંગ ઉભે થશે. પરંતુ એવું તે થતું નથી. જાણનાર વ્યકિત ફકત કમે ક્રમે થનારા જ્ઞાનને “આ જ્ઞાન મને એકી સાથે અને એકજ કાળમાં થયેલ છે,” એવું સમજી બેસે છે. એની આ જાતની માન્યતા–સમજણનું કારણ એક સમય–આવલિ (સમયને ક્રમ) આદિ કાળ વિભાગની સૂક્ષ્મતા છે. આ જ પ્રમાણે મસ્તક, પગ વિગેરે સ્પર્શેન્દ્રિયના પ્રદેશથી તથા અન્ય ઈન્દ્રિયેથી ક્રમે ક્રમે સંયુજ્યમાન પણ મનને પ્રતિપત્તા-જ્ઞાતા એવું માની લે છે કે, આ યુગપત્ સંયુકત થયું છે. પરમાર્થ દષ્ટીથી વિચાર કરવામાં આવે તો મનને એ સ્વભાવ જ નથી. કહ્યું પણ છે– “સુરાવકજ્ઞાનાનુત્તિર્મનો હિ” અર્થાત્ એક સાથે જ્ઞાનની અનુત્પત્તિ જ મનના અસ્તિત્વને પ્રગટ કરનારી હોય છે.
આગળ કહેલી પદ્ધતિ અનુસાર જ્યારે સર્વ ઈન્દ્રિય જનિત એવા જ્ઞાનમાં કમસર સંચરણ કરવાવાળા મનને સંચાર દુર્લક્ષ છે, તે પછી એક જ સ્પશેન્દ્રિય માત્રની શીતવેદના રૂપ ઉપગથી અન્ય ઉષ્ણવેદનારૂપ ઉપગાન્તરના ઉત્પન્ન થવાથી તેને સંચાર સુલક્ષ થઈ શકે છે? ના તેમ નથી થઈ શકતું. અર્થાત્ મનનો ક્રમથી થતો સંચાર જાણી શકાતું નથી.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૪૮