Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સવ અનુભવથી એ વાત સત્ય લાગતી નથી. કારણ કે, આ સમયે ઉણતા અને શીતળતા બનેને એક સાથે હું અનુભવ કરી રહ્યો છું. માટે હું જે અનુભવી રહ્યો છું તેનાથી વિરૂદ્ધ એવું આગમમાં દર્શાવાએલું કથન પ્રમાણભૂત નથી જ. આ પ્રકારને વિચાર કરતાં કરતાં પોતાના ગુરુ મહારાજ ધનગુપ્ત આચાર્યની પાસે જઈ પહોંચ્યા. ત્યાં પહોંચતાં જ પોતાને અનુભવેલે અભિપ્રાય ગુરુ મહારાજને કહ્યું. ભદન્ત ! મને એક જ સમયમાં શીતળતા અને ઉoણુતાને અનુભવ થયો છે. એટલા માટે આગમમાં જે એવું ફરમાવ્યું છે કે, બે ક્રિયાને એકી સમયે યુગપત્ અનુભવ એક જીવને થતો નથી તે મારી દષ્ટિએ પ્રમાણભૂત કરતું નથી. આથી કરીને એક જીવને એક જ સમયે ક્રિયાઢયનું સંવેદન થતું હોવાથી મારા અનુભવે આ અનુમાન પ્રયોગ બની જાય છે કે, “युगपत् क्रियाद्वयस्य संवेदनमस्ति अनुभवसिद्धत्वात् मम चरणशिरोगतशीतोष्ण ક્રિયાdવેરાવત” અર્થા–એક સમયમાં બે ક્રિયાઓનું સંવેદન પણ થાય છે. જેમ મેં મારા પગમાં શીતસંવેદન અને મસ્તકમાં ઉણુસંવેદન અનુભવ્યું, તેમ એ અનુભવ સિદ્ધ વાત છે. ધનગુપ્તઆચાર્યે ગંગાચાર્યની આ પ્રમા
ની વાત સાંભળીને કહ્યું, હે વત્સ! એક સમયમાં એક જીવને બે ઉપયોગ સંભવિત થતા નથી જેમકે છાયા અને તડકે, એકી સાથે બે ક્રિયાઓને અનુભવ જેને તમે માની રહ્યા છે તે તમારો ભ્રમ છે. ક્રિયાકયને અનુભવ તે ક્રમ ક્રમથી જ થાય છે. પરંતુ તે લક્ષિત થતું નથી. કેમકે, સમય આવલી સમયક્રમ આદિ જે કાળ છે તે અતિ સૂક્ષ્મ છે. તે જ પ્રમાણે મને પણ અતિ ચંચલ અને સૂક્ષ્મ છે. એટલા માટે તેને સંચાર વેગવંત હોવાથી એવું જણાય છે કે જાણે બે ક્રિયાઓને યુગપત્ અનુભવ થઈ રહ્યો છે. પણ એ ભ્રમ છે. આથી તમારે “હાનુભવસિદ્ધાન્ત” આ નો સિદ્ધાંત અસિદ્ધ છે.
મન સૂકમ એ માટે છે કે તે સૂક્ષ્મ, અતીન્દ્રિય પુદ્ગલ સ્કંધથી નિર્વર્તિત રચિત થયેલ છે. તેને સ્વભાવ શીધ્ર સંચરણ કરવાનો છે. આ પ્રકારના સ્વભાવવાળું આ મન જે શ્રોત્રેન્દ્રિય વગેરેના આ વિષયભૂત શબ્દાદિકમાં જે સમયે સંયુક્ત થાય છે તે સમયે જ્ઞાનનો હેતુ મન બને છે. જે કાળે જે વિષયમાં દ્રવ્યન્દ્રિયની સાથે મન સંયુક્ત નથી થતું તે કાળે તે વિષયનું જ્ઞાન-ભાન થતું નથી. છતાં પણ જે કદાચ તે કાળમાં શબ્દાદિક વિષય વિદ્યમાન-હયાત રહે તે પણ એની સાથે માગને અભાવ હોવાથી કોઈને પણ તે વિષયનું જ્ઞાન થતું નથી. એવી કોઈ પણ વ્યક્તિ નથી કે જેણે એક જ સમયે બે ક્રિયાઓનું કયાંય પણ સંવેદન અનુભવ્યું હોય. આની સિદ્ધિ આ અનુમાન પ્રયોગથી થાય છે કે, “ફ પશિવોત્તરશતોwવેરને યુન ન રવાના રસ્તે મિન્નાલ્લા વર્ષોમfmવિશિરસ્પરનજિયદત્ત” અર્થાતઅહીં પગ અને માથામાં થતું શીત અને ઉષ્ણુનું સંવેદન એક સમયમાં થતું નથી. કેમકે, તે બને અલગ અલગ દેશવત્તી છે. હિમગિરિ અને વિધ્યગિરિના શિખરના સ્પર્શનરૂપ બે ક્રિયાઓ જેમ એક સમયે થતી નથી. આથી “શનુમા સિદ્ધતિ ” આ હેતુ અસિદ્ધ બની જાય છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૪૬