________________
ન તો તમે સાધુ છે. આપે જેને જોયા છે તેને તે નાશ થઈ ગયું છે. અમે તે નવીન જ ઉત્પન્ન થયા છીએ. તેજ પ્રમાણે અમારામાંના જેમણે આપ લેકેને પહેલાં જોયા છે તે પણ આપ લેકે નથી. આપના સિદ્ધાંત અનુસાર તે તે નાશ પામ્યા છે. આપ તે કેઈ નવા જ ઉત્પન થયા છે. કેમકે, આપનો મત જ ક્ષણ ક્ષયને પ્રતિપાદક છે. સર્વ પદાર્થો ક્ષણ વિનાશી છે. એ આપને અભિમત છે. આ પ્રમાણે એ શ્રાવક દ્વારા શિક્ષણ મેળવી. તે સઘળા પ્રતિધિત થયા. આ ચોથું દ્રષ્ટાંત અશ્વમિત્ર નિદ્ભાવનું થયું. ૪
પંચમનિધ્રુવ ગંગાચાર્ય કા દ્રષ્ટાંત
હવે પાંચમા ગંગાચાર્ય નિહવનું દષ્ટાંત આ પ્રકારનું છે–
ભગવાન મહાવીરને નિર્વાણ પાપે માંડ માંડ ૨૨૮ બસે અઠાવીસ વર્ષ વીત્યાં હશે. તે સમયે દૈક્રિય નિવ થયા. તે સમયે ઉલુકા નદીના પૂર્વ કિનારે એક ઉલ્લકાતીર નામનું એક નગર હતું. જ્યારે બીજા કિનારે ધુળના કોટથી બાંધેલો એક ખટક-ક હતું. ત્યાં મહાગિરિના શિષ્ય ધનગુપ્ત નામના મુનિરાજે ચાતુર્માસ કર્યું. એ ધનગુપ્ત આચાર્યને એક શિષ્ય હતે. જેનું નામ ગંગ હતું અને તે પણ ખુદ આચાર્ય હતા. તેમણે ઉલુકા નદીના પૂર્વ કિનારા ઉપર આવેલી ઉલુકા નગરીમાં ચાતુર્માસ કર્યું.
- શરદૂતને એ સમય હતો. કેઈ એક દિવસે ગંગાચાર્ય પતાના ધર્માચાર્યને વંદના કરવા માટે જઈ રહ્યા હતા. માર્ગમાં નદી આવતી હતી. તેમણે સામે કાંઠે જવા માટે નદીમાં પ્રવેશ કર્યો. તેમના માથામાં ટાલ હતી, તે કારણે પ્રખર સૂર્યનાં કિરણોના આતાપથી તેમનું મસ્તક તપી રહ્યું હતું. બીજી બાજુ એમના ચરણેને શીતળ જળને સ્પર્શ થતાં એમના ચરણોમાં શીતળતાને અનુભવ થવા માંડે. મિથ્યાત્વ કર્મના ઉદયથી એ સમયે તેમના મનમાં એવા પ્રકારને તક જાગ્યું કે, આગમ તે બતાવે છે કે એક સમયમાં એક જીવ એક જ ક્રિયાને અનુભવ કરે છે, પરંતુ વર્તમાનકાળે મારા આ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૪૫