Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 261
________________ વળી–જીવ ઉપયેાગ સ્વરૂપ છે. તે જે કઈ પણ કારણભૂત સ્પર્શેન્દ્રિય દ્વારા જે શીત ઉષ્ણ આદિ વિષયમાં જે સમયે ઉપયુક્ત અને છે. તે પ્રમાણે એજ ઉપયાગમય બની જાય છે. આથી તે સમયે તે એજ વિષયને જાણકાર અને છે, ખીજા વિષયના નહી, અને જે સમયે વિવક્ષિત ઉપયેાગ વિશિષ્ટ નથી હતા તે સમયે તે વિવક્ષિત પદાર્થને જ્ઞાતા પણ હોતા નથી, એક સમયને વીશે એક જ માં જીવ ઉપયુક્ત અને છે. બીજા અર્થમાં નહી. કારણ કે, આ પ્રકારની માન્યતાથી સ`કર આદિ દોષા થવાના પ્રસંગ પ્રાપ્ત થાય છે. એટલા માટે એક સમયમાં એ ક્રિયાઓની સાથે ઉપચાગને સંબંધ માનવા સર્વથા અાગ્ય છે. કારણ કે, આવી વાત કઈ પણ પ્રમાણથી સિદ્ધ થતી નથી. એક અČમાં ઉપયુક્ત આત્મા અર્થાતરમાં પણ ઉપયુક્ત કેમ થતા નથી ? તેનુ' સમાધાન એજ છે કે, આત્માની શક્તિ જ એવી છે કે જે એક જ અથમાં એક જ સમયે ઉપયુકત થઈ શકે છે, ખીજા પટ્ટામાં નહી. કેમકે, એ વાત ઉપર અતાવવામાં આવી છે કે એવું માનવાથી સંકર આદિ દોષો થવાનાપ્રસંગ અને છે. વળી જીવ જ્યારે એક અંમાં એક કાળને વિશે ઉપયુક્ત થાય છે તે તે પોતાના સમસ્ત પ્રદેશેાથી તેમાં ઉપયુક્ત બને છે. પછી એવા બીજો કાઈ પણ પ્રદેશ ખાકી નથી રહેતા જે અર્થાન્તરના ઉપયાગ થવામાં કારણભૂત બની શકે. આથી તેવું ન થવાથી જીવ એક કાળમાં એક જ અર્થાંમાં ઉપયુક્ત થાય છે, આ સિદ્ધાંત જ સાચા છે. દાખલા તરીકે જે સમયે વિંછી વગેરે ડંખ મારે છે તે સમયે તેના ડંખની વેદના અનુભવ સઘળા પ્રદેશા દ્વારા જીવ કરે છે. એવા કાઈ પણ પ્રદેશ બાકી નથી રહેતા કે જે આ વેદનાના અનુભવથી અકાત હોય ! આ રીતે જે એકી સાથે ક્રિયાયના ઉપયેગ નથી થતા, તે મને તેનું સ ંવેદન કેમ થાય છે ? જો આ પ્રકારની શકા કરવામાં આવે તે એનુ સમાધાન આ પ્રમાણે છે.— ધારાકે કમળની સેા પાંદડીઓ ઉપરા ઉપરી ગાઠવવામાં આવી હૈાય પછી જ્યારે તેને એક તીક્ષ્ણ સેય દ્વારા આરપાર વિધવામાં આવે તે પ્રથમ દૃષ્ટિએ એવું માલુમ પડે છે કે, જાણે એ સઘળી પાંદડીઓ એક સાથે વિંધવામાં આવી છે. હવે વિચાર કરી, આ સઘળાં પાન શુ એક જ સમયે એક સાથે જ વિંધાયાં છે? ના, ખીલકુલ નહીં. તેને વિધવામાં સારા એવા સમય લાગ્યા છે. કેમકે, તે બધાં પાન ક્રમ પ્રમાણે એક પછી એક એ રીતે વિધાયાં છે. આજ પ્રમાણે સમય આવલી-સમયના ક્રમ જે વહેવાર કાળના ભેદ છે તે અતી સૂક્ષ્મ હાવાથી છદ્મસ્થા માટે લક્ષ મહારની વાત છે. એથી તેમાં કાઈ ભેદ જણાતા નથી. એટલા માટે જ ક્રિયાક્રયનું સવેદન કમળના સેા પાંદડાના વેધનની માફક યુગપત્ થયું એવું માનવામાં આવે છે. પણ વાસ્તવમાં એ સ ંવેદન યુગપત્ થયું નથી. અથવા—જેવી રીતે આગનું ચક્ર જ્યારે ગાળ ફેરવવામાં આવે છે. ત્યારે ચારે કાર અગ્નિનું ચક્કર યુગપત્ જણાય છે. પરંતુ તેનું ભ્રમણ ચારે દિશા ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૨૪૦

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290