Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્વીકારી કુતકને આશ્રય લઈને એવું કહ્યું છે કે, સં = જિય સરકાર થત ષટવર અર્થાત્ કૃત થવાથી કૃત કરેલ મનાતું નથી જેવી રીતે કૃત ઘટ,
હજુ વિમા મવતિ અર્થાત્ જ્યારે અકૃત જ ક્રિયમાણુ હોય છે. જેથી આપનું આ કથન કથંચિત્ સત્કાર્યવાદી અમારા લેકેના દિલમાં ઉતરતું નથી. આપે એ વિચારવું જોઈએ કે, જે સર્વથા અસત્ હોય છે દ્રવ્યદૃષ્ટિથી પણ જેની સત્તા કાયમ નથી એવા અસત્ પદાર્થ કદી તૈયાર થઈ શકતા નથી. જે કદી આ પ્રકારના પણ પદાર્થ પુરા થયેલા માનવામાં આવે તે ખરવિષાણ (ગધેડાને શીગડાં પણ ઉત્પન્ન થવાં જોઈએ. દ્રવ્યની અપેક્ષા સને કાર્ય માનવાથી જે આપે નિત્યકરણ હેવાને પ્રશસ્તીરૂપ દેષ આપે છે, તે સઘળા દેષ આપના અસતકાર્ય વાદમાં પણ આવે છે. આપે જે એમ કહ્યું કે, વિદ્યમાન વસ્તુમાં કરવારૂપ કયિાને અંગિકાર કરવાથી ફરી ફરી અનવરત એ કરવારૂપ ક્રિયાને અતિ પ્રસંગ પ્રાપ્ત થાય છે. તેનાથી પ્રથમ તે કરણ ક્રિયાની ત્યાં કદી પણ સમાપ્તિ થતી નથી. બીજું ત્યાં કરણ ક્રિયાની વિફળતા પણ આવે છે જ્યારે પદાર્થ સ્વયં મોજુદ છે તે ત્યાં કરવારૂપ કિયા ફળીભૂત કેમ થઈ શકે ? આ પ્રકારથી કૃતને કરણ માનવાથી આપે જે ક્રિયાની અસમાપ્તિ અને ક્રિયાની વિફળતારૂપ બે દેષ આપેલ છે તે આ બન્ને દેષ આપના મંતવ્યમાં પણ આવે છે. અને તે આ પ્રકારથી–જે “અવિદ્યમાન જ કરવામાં આવે છે” આ વાત જ એકાન્તતઃ સ્વીકાર કરવામાં આવે તે તેને પણ નિત્ય જ બની રહેવું જોઈએ. કેમકે, જે શશવિષાણની (સસલાના શીંગ) માફક સર્વથા અસત છે. તેના કરવારૂપ કરવાને વિરામ કઈ રીતે હોઈ શકે? બીજા અસત્ની જ્યારે ઉત્પત્તિ થતી નથી તે અસત કાર્યની ઉત્પત્તિમાં ક્રિયાની સફળતા પણ કેવી રીતે હોઈ શકે? એ તે તદન નિષ્ફળ જ થવાની. કેમકે, તેનાથી ઉત્પત્તિ તે બની શકતી નથી. કારણ તે અસત છે માટે.
કહેવાયેલ સત્કાર્યની ઉત્પત્તિનું તાત્પર્ય એ છે કે, વિવક્ષિત કાર્ય દ્રવ્યરૂપથી તે સત છે. પણ પર્યાય રૂપથી અસત્ છે. આથી એ અપેક્ષાએ વસ્તુ વિદ્યમાન હોવા છતાં પણ તે વિવક્ષિત પર્યાયની અપેક્ષાથી વિદ્યમાન થતું નથી. આ માટે વિવક્ષિત પર્યાયરૂપ તેને ઉત્પન્ન કરવા માટે કારણરૂપ કિયા સાર્થક માનવામાં આવે છે. પરંતુ જે આ વાતને એકાન્તતઃ માન્ય કરે છે કે, “સર્વથા અસતનું જ ઉત્પાદન થવાથી કરણક્રિયાની સફળતા બને છે” એ તેને મેટે ભ્રમ છે. ત્યાં તેની કોઈ પણ અપેક્ષાથી સફળતા સાબીત થતી નથી. કેમકે, જ્યારે વસ્તુ જ સર્વથા અસત છે તે તે દ્રવ્યદૃષ્ટીથી પણ અસત છે. આ માટે સર્વથા તુચ્છાભાવ સ્વરૂપ હોવાથી સસલાના શિંગડાની માફક તેનું સ્વપ્નામાં પણ ઉત્પનન થવું સંભવ નથી.
આ પ્રથમના બે મુદ્દાને ઉત્તર થયે. ૧પારા સત કાર્યવાદને જે પ્રત્યક્ષ વિરોધરૂપ ત્રીજે દેષ આપવામાં આવેલ છે તે પણ આપનાજ મતમાં વાળી ન શકાય તેવો છે. તે આ રીતે જે કરણની
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૨૭