Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રાજાએ કહ્યું કે આપ એવું કહી શકતા નથી–આપને તે અવ્યક્ત મત છે આથી હું કેમ માની શકું કે, આપ શ્રમણે છો અથવા તો ચાર, લુંટારા છે ? અને હું શ્રમણોપાસક છું કે બીજે કઈ? રાજાનું આ પ્રકારનું કથન સાંભળતાં તે સઘળાને બંધ થઈ ગયો, પિતાની ભૂલ સમજાઈ ગઈ. અજ્ઞાનનાં પડળ દ્વર થઈ જતાં એ શ્રમણોએ રાજાને કહ્યું, મહારાજ ! આપે અને આજે સાચો માર્ગ બતાવ્યો છે તે ઘણું જ સારું કર્યું. રાજાએ કહ્યું કે, આપ લેકેને સન્માર્ગે લાવવા માટે મારા તરફથી જે કાંઈ કરવામાં આવેલ છે તેની મને ક્ષમા કરો. રાજા દ્વારા પ્રતિબંધિત બનેલા એ મુનિએ મિથ્યાદુષ્કૃત્ય દઈને સ્થવિરો સાથે મળી ગયા,
છે આ ત્રીજા અષાઢાચાર્ય શિષ્ય નિહ્નવનું દષ્ટાન્ત થયું
ચતુર્થ નિહ્નવ અશ્વમિત્ર કા દ્રષ્ટાંત
ચોથા નિતવની કથા આ પ્રકારની છે–
ભગવાન મહાવીર સ્વામીને મેક્ષમાં ગયાને બસો વીસ વર્ષ વીતી ચુક્યાં હતાં એ સમયે મિથિલા નગરીના લફમીગૃહ ઉદ્યાનમાં મહાગિરિ આચાર્યના શિષ્ય કૌડિન્ય હતા તેમના શિષ્ય અશ્વમિત્ર મુનિ પધાર્યા અશ્વમિત્ર મુનિ પૂના પઠન પાઠનમાં ખૂબ જ તતપર હતા. જ્યારે એક કરોડ દસલાખ પદવાળા વિદ્યાનુપ્રવાદ નામના દશમા પૂર્વની નૈપુણિકનામની વસ્તુનું અધ્યયન કરી રહ્યા હતા ત્યાં તેમને આ આલાપક વાંચવામાં આવ્યું –
"सव्वे पडिप्पपुन्नसमया नेरइया वोच्छिज्जिस्संति एवं जाव वेमाणियत्ति પૂર્વ વિસ્તારૂસમાપનું વર્ણવ્યું ” તિા. छाया-" सर्वे प्रत्युत्पन्नसमया नैरयिका व्युच्छेत्स्यन्ति ।
एवं यावत् वैमानिका इति, एवं द्वितीयादिसमयेषु वक्तव्यम्" इति । આ આલાપકને ભણતાં જ તેમના ચિત્તમાં મિથ્યાત્વને ઉદય થઈ જતાં પ્રવચન વિરૂદ્ધ અર્થની ક૯૫ના જાગી પડી. તેમણે ધર્માચાર્યને કહ્યું
તું
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૪૨