________________
સર્વ વસ્તુ” દરેક વસ્તુ અવ્યક્ત જ છે. આ પ્રકારની પ્રરૂપણા કરતાં કરતાં તેઓ સઘળા એક સાથે મળી ગ્રામનુગ્રામ વિહાર કરવા લાગ્યા.
કેટલાક મુનિઓએ જ્યારે આ જોયું ત્યારે તેમણે જાણ્યું કે, આ સઘળા વિરુદ્ધ અર્થની પ્રરૂપણા કરી રહ્યા છે. આથી એમને કહ્યું કે, આપ લે કે એવું કહે છે કે “જ્ઞાનથી કઈ પણ વસ્તુને નિશ્ચય થઈ શકતો નથી આથી સર્વ વસ્તુઓ અવ્યક્ત છે” આપને આ સિદ્ધાંત સર્વમાન્ય નથી. કેમકે, તેમાં યુક્તિથી વિરોધ આવે છે. પહેલાં આ૫ કેએ એ નિશ્ચય કરી લેવું જોઈએ કે, સમસ્ત વસ્તુઓને નિર્ણય એક અવિસંવાદી જ્ઞાનથી જ થાય છે. હિત અને અહિતને નિર્ણય કરીને પછીથી જ જીવ કોઈ પણ ક્રિયા કરવામાં પ્રવૃત્ત થાય છે. આથી જ્ઞાનને સ્વભાવ નિશ્ચય કારક છે એ આપને માનવામાં કોઈ વિવાદ ન હોવો જોઈએ.
બીજું-જ્ઞાન જે સર્વથા નિશ્ચય કરાવનાર ન માનવામાં આવે તે આહાર પાનાદિકને પણ નિશ્ચય કેમ થઈ શકે ? જ્ઞાન જ આ શુદ્ધ છે, આ અશુદ્ધ છે, આ નિજીવ છે, આ સજીવ છે, ઈત્યાદિરૂપ નિશ્ચય કરાવે છે.
આ સામે કેઈ અવ્યક્તવાદી એમ કહે કે, આહાર પાનાદિકનું નિર્ણયકારક જ્ઞાન છે. આ સઘળું વહેવારથી જ કહેવામાં આવે છે. તે આ પ્રમાણે સાધુ આદિનું નિર્ણયકારક જ્ઞાન પણ વહેવારથી થાય છે. આ પણ માની લેવું જોઈએ.
આહાર પાણીના વિષયમાં જે પ્રવૃત્તિ થાય છે તે વહેવારથી જ થઈ શકે છે. પરંતુ સાધુઓના વિષયમાં થઈ શકતી નથી, એવું જે કહેવામાં આવે તે સાધુઓના વહેવારને જ ઉચ્છેદ થઈ જાય. સાધુ વહેવારને ઉચ્છેદ થવાથી તીર્થને પણ ઉછેર પ્રાપ્ત થાય છે. માટે આપલેક પણ વહેવારને સ્વીકાર કરે.
આ પ્રકારે સ્થવિરોથી પ્રતિબંધિત થવા છતાં પણ તે લોકેએ પિતાના દુરાગ્રહને ત્યાગ કર્યો નહીં. અને એ સઘળાએ કાર્યોત્સર્ગ પૂર્વક તેમને બહિષ્કાર કર્યો. બહિષ્કૃત થવાથી તે સઘળા ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા પિતાના મતની પુષ્ટિ કરતા કરતા રાજગૃહ નગરમાં ગુણશીલ ઉદ્યાનમાં આવ્યા.
રાજગૃહ નગર ઉપર મૌર્યવંશીય બલભદ્ર નામના રાજાનું આધિપત્ય હતું. પિતાને ત્યાં અવ્યક્ત નિવને આવેલા જાણીને શ્રમણે પાસક તે રાજવીએ ગુણશીલઉદ્યાનમાં ઉતરેલા એ અવ્યક્તનિને પ્રતિબંધિત કરવાના ઉદ્દેશથી પિતાના સુભટો દ્વારા બાંધીને હાજર કરવાને હુકમ કર્યો. રાજ્યના માણસો તેમને પકડી લાવવા માટે ઉદ્યાનમાં પહોંચ્યા અને બધાને પકડી બાંધી લેવાની સાથે ગડદા પાટુ વગેરેના પ્રહારથી ખૂબ ત્રાસ આપે. પછી રાજાની સામે લઈ જઈ રજુ કરતાં એ પકડી મંગાવવામાં આવેલા નિહૂએ રાજાની સમક્ષ ઉપસ્થિત થતા કહ્યું કે, હે રાજન! આપ તે શ્રમણે પાસક છે અને અમે શ્રમણ છીએ. અમારા ઉપર શા માટે અનર્થ કરાવી રહ્યા છે? શ્રમની વાત સાંભળી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૪૧