________________
એક સમય જ્યારે તિષ્યગુપ્ત પોતાના શિષ્ય પરિવાર સાથે ભિક્ષાચર્યા માટે નગરમાં આવ્યા હતા ત્યારે મિત્રશ્રી શેઠે તેમને કહ્યું, મહારાજ ! આજ તે આપ મારું ઘર પવિત્ર કરે. શેઠની વિનંતી સાંભળી તિષ્યગુપ્ત શેઠને ત્યાં ગયા. મિત્રશ્રી શેઠે કલ્પ નીયમેદકાદિક વસ્તુઓથી સજીત કરી ઘણા થાળ ત્યાં રાખી દીધા. અને તેમાંથી એક એક કહાનીય વસ્તુને તલ તલ જેટલો ભાગ કાઢીને તેમને આપવા માંડયો. આજ રીતે દાળ, ભાત, શાક, વગેરેને પણ એક એક કણ તેમને આપે. ખીર, ઘી. પાણી, વગેરે પણ બીદુ પ્રમાણમાં આપ્યું. વસ્ત્રને પણ એક તાંતણે આપે. એની આ પ્રકારની દાનશીલતા જોઈને તિષ્યગુપ્ત વિચાર કર્યો–આ કેઈ કારણ વશ થઈને જ આ પ્રમાણે આપી રહેલ છે. પછીથી બધી વસ્તુઓ આપશે. સનિ તિષ્યગુપ્ત આ પ્રકારને વિચાર કરી રહ્યા હતા ત્યારે મિત્રશ્રી શેઠે તેમને નમન કરી પોતાના બંધુઓને કહ્યું કે, આપ લોક પણ આ મુનિરાજોને વંદના કરે. પછી તિષ્યગુપ્ત મુનિ અને તેમના શિષ્ય પરિવાર મુનીઓને ઉદ્દેશીને કહ્યું કે, ભદન્ત! આજ મુનિઓને દાન દીધું એથી હું કૃતાર્થ કૃત લક્ષણ અને કૂતપૂર્ણ મારી જાતને માની રહ્યો છું.
આ પરિસ્થિતિ જોઈને તિષ્યગુપ્તમુનિએ મિત્રશ્રી શેઠને કહ્યું કે, એ તે ઠીક છે. પરંતુ એ તે બતાવે કે તમે આ રીતે મારી આશાતના-અનાદર શા માટે કર્યો છે ? શ્રાવક મિત્રશ્રીએ કહ્યું-આમાં અનાદરની કઈ વાત છે? આપને તે સિદ્ધાંત જ એ છે કે, એક અંતિમ અવયવમાં સંપૂર્ણ અવયવી રહે છે. આથી એક અંતિમ અંશ આપવામાં આવ્યાથી સંપૂર્ણ અવયવી આપ્યા બરાબર છે. આ અભિપ્રાયથી મેં આમ કરેલ છે. જે રીતે અંતિમ પ્રદેશમાં પૂર્ણ જીવ છે એજ રીતે પૂર્ણ મેદકાદિક અવયવી પણ પિતાના ચરમ અવયમાં રહેલ છે. આપની દૃષ્ટિમાં જે જિન વચન સત્ય હોય તે જ હું તે અનુસાર આપને ભિક્ષા આપી શકું છું.
મિત્રશ્રી શ્રાવકનાં આ પ્રકારનાં વચનને સાંભળી તિષ્યગુપ્તમુનિ સપરિવાર બંધ પામી તેને કહેવા લાગ્યા. સુશ્રાવક! તમે આ પ્રેરણા મને ઠીક કરી, વર્ધમાનસ્વામીનાં વચન મને પ્રમાણ છે. તેમનાં વચનને અનાદર કરવાથી ઉદ્ભવેલું મારું આ દુષ્કૃત્ય મીથ્યા થાઓ.
આ રીતે પિતાની ભૂલને સુધારવાવાળાં તિષ્યગુપ્ત મુનિનાં વચન સાંભળી મિત્રશ્રી શેઠને ઘણે જ હર્ષ થયો. એ વખતે તેણે તેમને પૂર્ણ સામગ્રીની ભિક્ષા આપી. તિષ્યગુપ્તમુનિએ સપરિવાર પિતાના અતિચારની આલોચના કરી શુદ્ધિ પ્રાપ્ત કરી. અને બેધીને લાભ કરી લીધું. આ તેમનું મેટું ભાગ્ય સમજવું જોઈએ. આ માટે જ કહેવામાં આવેલ છે કે, “શ્રદ્ધાપરમ દુર્લભ છે.”
છે આ બીજા તિષ્યગુપ્ત નિહવનું દષ્ટાંત થયું ૨
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૩૯