Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગયું, આ પ્રકારને વહેવાર ગામ અને વસ્ત્રના એક ભાગ બળી જવાથી સંપૂર્ણ ગામ અને વસ્ત્રમાં ઉપચારથી માનવામાં આવે છે. એ રીતે અહીં પણ અંતિમ પ્રદેશમાં જીવને વહેવાર મુખ્યતયા માનવાથી બીજા પ્રદેશમાં તે ઉપચારથી માની લેવામાં આવશે?
ઉત્તર–આ રીતે કહેવું બરોબર નથી. કેમકે, આ રીતે કહેવાથી વાસ્તવિક અર્થની સિદ્ધી થઈ શકતી નથી. જે રીતે ગામના એક ભાગમાં સમસ્ત ગામને ઉપચાર માનીને ગામ બળી ગયું એવું કહેવામાં આવે છે. તે જ રીતે અત્યપ્રદેશમાં સમસ્ત જીવને ઉપચાર માની લેવામાં આવશે તેવું કહેવું તમારા મન્તવ્ય વિરૂદ્ધનું છે કેમકે, તમે તે ત્યાં મુખ્યરૂપથી સંપૂર્ણ જીવ માની રહ્યા છે. આથી આ પ્રકારનું કહેવાથી અપસિદ્ધાંત નામના નિગ્રહસ્થાનમાં તમારું પતન છે. બીજું ઉપચાર મુખ્ય અર્થને સાધક નથી થતે જ્યારે તમે અંતિમ પ્રદેશમાં જીવને ઉપચાર કરશે તે એને અર્થ એ પણ થઈ જાય છે કે, પ્રથમ આદિ પ્રદેશમાં જીવ છે. જેમ ગામને એક ભાગ બન્યો ત્યારે તે સમસ્ત ગામનું નામ અપાયું. આજ રીતે અન્તિમપ્રદેશરૂપ એક દેશમાં સમસ્ત જીવને વહેવાર પણ ત્યારે થઈ શકે કે જ્યારે તે પ્રથમ આદિ ઈતર પ્રદેશની સાથે સંબંધિત થાય. તેના વગર નહીં. આથી પ્રમાદિ અસંખ્યાત પ્રદેશમય જે જીવ છે એવું જ માનવું જોઈએ. કેવળ અંતિમપ્રદેશમાં જ સમસ્ત જીવ છે એવું માનવું ન જોઈએ. તથા–જેમ થોડા તંતુઓથી વિહીન પટમાં પટને ઉપચાર કરાય છે. એક તંતુથી નહીં. તેવી રીતે થોડા ઓછા પ્રદેશ વિહીન જીવમાં જ જીવને ઉપચાર કરે એગ્ય થાય છે. ફક્ત એકલા અંતિમપ્રદેશમાં જ નહી. આ માટે જે પ્રકારે પુષ્પમાં ગંધ, દૂધમાં ઘી, તલમાં તેલ, વ્યાપ્ત બનેલ રહે છે એવી જ રીતે પોતપોતાના સમસ્ત પ્રદેશમાં એક જીવ વ્યાપ્ત થઈને રહે છે. આ માનવું એજ યુક્તિ સંમત છે. આ માટે હે તિષ્યગુસ! તમે ભગવાનના વચન ઉપર વિશ્વાસ લાવે અને પિતાના જન્મને સફળ બનાવો.
આ રીતે દયાળુ ધર્માચાર્યો તિષ્યગુપ્તને ખૂબ સમજાવ્યું. પરંતુ તિષ્યગુપ્ત પિતાને હઠાગ્રહ ન છેડયો ધર્માચાર્યો જ્યારે આ પરિસ્થિતિ જાણું ત્યારે તેમણે કાર્યોત્સર્ગ પૂર્વક શિષ્ય તરીકે છુટા કરી દીધા. પોતાના ધર્માચાર્યથી છુટા કરાએલ તિષ્યગુપ્ત ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા અને પિતાના મતને પ્રચાર કરવા લાગ્યા.
કોઈ એક સમય ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં તે તિષ્યગુપ્ત પોતાના શિષ્ય પરિવાર સહિત આમલકલ્પા નગરીના આમ્રસાલ વનમાં આવ્યા. તિષ્યગુપ્તને પ્રસાલવનમાં આવેલા સાંભળીને ત્યાં શ્રાવક છે, જેનું નામ મિત્રશ્રી હતું અને જીનેન્દ્રભગવાનના ચરણ કમળને જે પ્રેમી હતો તે બીજા શ્રાવકની સાથે તે વનમાં ગયો. સવિધિ પ્રણામ કરી તે તિષ્યગુપ્ત સુનિની ધામિક દેશના સાંભળવા લાગ્યા. તિષ્યગુપ્ત પિતાના વિચારથી મિત્રશ્રી શ્રાવકને નિવ જાણીને તેના ઉપર પોતાની અસર પાડવાના અભિપ્રાયથી દષ્ટાંત દાખલા દલીલે આપવાનો પ્રારંભ કરી દીધું. મિત્રશ્રી શેઠ તેમની દેશના સાંભળ્યા પછી પિતાના સ્થાન ઉપર પાછા ફર્યા.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૩૮