Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
યદિ અત્યપ્રદેશમાં સંપૂર્ણ જીવ માનવામાં આવે તે એ પ્રદેશમાં જીવની સંપૂર્ણતા સાબીત કરનાર જે પણ હશે તે જ હેતુ પ્રથમ આદિ પ્રદેશમાં પણ એના સમાનરૂપથી સાધક બની જશે. આ કારણે અંતિમ પ્રદેશની માફક પ્રતિપ્રદેશોમાં સંપૂર્ણ જીવ માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે. (૨)
છે આ પાંચમાં પક્ષના બે વિકલ્પ થયા. આપા () ચરમ હોવાથી ચરમ પ્રદેશમાં જ જીવત્વ જે માનવામાં આવે અને બાકી બીજા પ્રદેશમાં જીવત્વ ન માનવામાં આવે તે એ કહેવું બરાબર નથી. કેમકે, અંતિમ પ્રદેશમાં જે ચરમતા છે તે ત્યાં આપેક્ષિક છે. જે આપેક્ષિક હોય છે તે એક જગ્યાએ નિયત માનવામાં આવતા નથી. અપેક્ષાના વશથી સર્વ પ્રદેશોમાં ચરમતા આવી શકે છે. આ માટે તમારા તરફથી વિવક્ષિત એક ચરમ પ્રદેશ વીના જેમ અપર પ્રદેશ તમારા માનવા મુજબ જીવરૂપ માનવામાં આવતા નથી એજ રીતે જે ચરમ પ્રદેશને તમે જીવરૂપથી વિવક્ષિત કરી રહ્યા છે તેવા તે ચરમ પ્રદેશ પણ એ દ્વિતીયાદિ પ્રદેશ વિનાના જીવ સ્વરૂપ માનવામાં આવતા નથી. કેમકે, અપેક્ષાથી સર્વ પ્રદેશનું ચરમત્વ પહેલાં સિદ્ધ થઈ ચુકેલ છે. (૧).
પ્રથમ આદિ પ્રદેશમાં જે જીવ ન માનવામાં આવે તે ચરમ પ્રદેશમાં પણ તમારી માન્યતા અનુસાર જીવપણું આવી શકતું નથી.
પ્રયોગ–“કચરોગવિ જ કવર કરાવાન પ્રથમતિનરાવ”પ્રથમ આદિ પ્રદેશની માફક અત્યપ્રદેશ પણ પ્રદેશ હોવાથી જીવ સ્વરૂપ બની શકતો નથી.
છે આ છઠ્ઠા પક્ષના બે વિકલ્પ થયા. ૬ તિષ્યગુપ્ત કહે છે – આપ આ અનુમાન પ્રગથી અન્યપ્રદેશમાં જીવને નિષેધ કરે છે, તે આપનું એ કહેવું આગમથી બાધિત થાય છે. કેમકે, પૂર્વોક્ત આલાપકરૂપ આગમમાં પ્રથમાદિ પ્રદેશમાં જીવત્વ નથી એવું સ્પષ્ટ રૂપથી કહેવામાં આવ્યું છે. તથા અન્ય પ્રદેશમાં જીવ છે એવું વિધાન કરવામાં આવેલ છે. કેમકે, જે અનિષિદ્ધ હોય છે તે અનુમત સમજવામાં આવે છે. આથી એવું જાણી શકાય છે કે, અત્યપ્રદેશમાં જીવવાની માન્યતા શાસ્ત્ર સંમત છે. આથી હું એવું કહું છું કે, પ્રથમ આદિ પ્રદેશોની માફક અત્યપ્રદેશમાં જીવત્વને નિષેધ શાસ્ત્રાનુમત નથી.
(૭) આચાર્ય કહે છે–એવું નથી. અત્યપ્રદેશમાં જીવ છે એ વાત પણ શાસ્ત્રમાં નિષિદ્ધ કરવામાં આવેલ છે. કેમકે, “જે મરે નીવપણે કવેત્તિ ઉત્તવું વિચા? Pો રૂદ્દે સમટ્રે” આ પાઠ પણ ત્યાં જ આવેલ છે. આથી જે તમને શ્રતમાં પ્રમાણુતા અભીષ્ટ છે તે તમારે “અત્યપ્રદેશમાં જીવ છે” તેમ ન કહેવું જોઈએ. કેમકે, પ્રથમાદિક અન્યતર પ્રદેશની માફક એક પ્રદેશની અત્યના પ્રદેશમાં પણ સ્થિત છે. (૧)
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૩૬