________________
પ્રથમ
અન્યપ્રદેશમાં જીવ સાબિત કરવામાં આવે તે આજ રીતે પ્રદેશમાં પણ તે હેતુ દ્વારા જીવ સાખિત કરવામાં આવે ત્યારે પ્રથમપ્રદેશમાં જીવ નથી. અ ંતિમપ્રદેશમાં જ જીવ છે એવું કહેવું યુક્તિ યુક્ત કયાં સુધી માની શકાય ? આ અંગે એમ કહેવામાં આવે કે વિક્ષિત અસંખ્યાત પ્રદેશ રાશીના અત્યપ્રદેશ પૂરક છે આ માટે તે જ જીવ માનવામાં આવશે પ્રથમ આદિ પ્રદેશ નહી' કેમકે તે પૂરક નથી તે આ પ્રકારે કહેવું એ પણુ ઠીક નથી. કેમ કે, જે રીતે અન્યપ્રદેશ પૂરક છે એ રીતે એક એક પ્રથમ આદિ પ્રદેશ પણ એ વિવક્ષિત જીવની પ્રદેશરાશીના પૂરક છે. કેમ કે, જો એક પણ પ્રદેશની ન્યૂનતા હેાય તે તે વિવક્ષિત જીવ પ્રદેશ રાશીની પૂર્તિ
અની શકતી નથી,
(૩) આ પ્રકારે સર્વ પ્રદેશમાં પૂર્ણતા માનવાથી અનિષ્ટ આપત્તિ આવે છે. તે આ રીતે છે.-સમસ્ત જીવ પ્રદેશમાં વિવક્ષિત અસંખ્યાત પરિમાણની પૂરકતા હૈાવાથી અન્યપ્રદેશની માફક પ્રત્યેક પ્રદેશમાં જીવત્વ થઈ જવાથી પ્રત્યેક જીવ અસંખ્યાત જીવવાળેા થઇ જશે. (૧) અથવા પ્રથમ જીવ આફ્રિ પ્રદેશની માફક અત્યપ્રદેશમાં પણ અજીવત્વ માનવાથી સર્વથા જીવના અભાવ પ્રસક્ત થાય છે. (૨) કિચ—જો એક જ પ્રદેશ જીવત્વની પૂર્તિ કરે છે તે એવી સ્થિતિમાં પણ પૂર્ણ જીવ દ્વારા થનારી અ સપાદન રૂપ ક્રિયા એક જ પ્રદેશથી થઈ જવી જોઇએ. પરંતુ એવું થતું જોવામાં આવતું નથી, કાંઈ સંપૂર્ણ વસ્ત્રથી થનારી અથ ક્રિયા તેના એક તંતુથી થાડી જ થઈ શકે છે ? (૩)
અથવા——રાજાની માફ્ક સ્વચ્છંદ ભાષી થવાથી તમારા મતમાં વિશેષતા કેમ નહીં આવે ? કેટલાક પ્રદેશ જીવ થશે ત્યારે કેટલાક અજીવ થઇજશે. (૪) અથવા——સ વિકલ્પાની સિદ્ધિ પણ કેમ ન થઈ જાય કેમ કે, પેાતાની ઈચ્છાથી સર્વ પક્ષ કહેવા લાયક બની જાય છે. (૫)
।। આ ત્રીજા પક્ષના પાંચ વિકલ્પ થયા. (૩)
(૪) કિચનો પ્રથમાદિ પ્રદેશ સમુદાયમાં સથા જીવત્વ નથી, એવું માનવામાં આવે તે એક અન્ત્યપ્રદેશમાં પણ જીવત્વ કઈ રીતે આવી શકે ? જેમ રેતીના સમુદાયમાં તેલ નથી. તે। પછી તેના એક કણમાં તેલને સર્દૂભાવ કેમ માની શકાય ?
(૫)કિંચ—તમારા મત અનુસાર અત્યપ્રદેશમાં જ સર્વથા પૂર્ણ રૂપથી જીવ છે ખાકી પ્રથમ આદિ પ્રદેશમાં દેશતઃ જીવ છે, આ પ્રકારનું વિશેષ જો તમે કહો તા પણ કહેવુ ઠીક નથી. કેમ કે, આ પ્રકારનું કહેવુ પ્રદેશની અપેક્ષાએ પ્રથાદિ અત્યપ્રદેશમાં પણ જીવ અંશત દેશતઃ-જ સાખીત થશે (૧)
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૨૩૫