Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પરલેક સંબંધી કામ છે તે બધાં કાર્ય કર્યા વગર જ સિદ્ધ થઈ જવાનાં. પરંતુ એમ બનતું નથી આથી એ માનવું પડે છે કે, ક્રિયાજ કાર્ય કરવાવાળી છે. કિયાકાળમાં જ કાર્ય થાય છે.
તથાજે કદાચ આપના મત અનુસાર ક્રિયાની અંતિમ ક્ષણમાં જ કાર્યની નિષ્પત્તિ થાય છે તે, પણ આપે ક્રિયાના પ્રથમ સમયથી માંડીને જ કાર્યને થોડા થોડા અંશની નિષ્પત્તિ માનવી પડશે. એના વગર છેલ્લી ઘડીમાં કાયની આકસ્મિક નિષ્પત્તિ કઈ રીતે થાય? ન જ થાય! આ માટે ક્રિયાની પ્રત્યેક ક્ષણમાં કાર્યને છેડે થેડો અંશ બને છે અને અંતિમ સમયે કાર્ય પૂર્ણ થતાં તૈયાર થાય છે. એવું માનવું જ જોઈએ. કહ્યું પણ છે. –
કદાચ પટમાં પ્રથમ તંતુને પ્રવેશ થવાથી પટને વણાટને થોડો પણ ભાગ વણાય ન માનવામાં આવે તે છેલ્લા તંતુને પ્રવેશ થતાં પટના કેઈ પણ ભાગને વણાયેલે માનવામાં ન આવે. અને એથી પટનું તૈયાર થવાનું પણ માનવામાં ન આવે આ માટે બીજા આદિ તંતુઓના સંગથી પ્રત્યેક ક્ષણમાં પટને કાંઈને કાંઈ ભાગ વણાતે રહે છે, તેથી વણાયેલે ભાગ પણુ પટને અંશ જ છે. આનું સાધક અનુમાન આ પ્રકારનું છે –
જે કાર્ય ક્રિયાની શરૂઆતમાં થતું નથી તે એની અંતિમ ક્ષણે પણ થતું નથી. જેમ ઘટ ક્રિયાની શરૂઆતમાં, ન હોનાર ઘટ એ કિયાની અંતિમ ક્ષણમાં પણું હેતો નથી. અન્યથા ઘટ કિયાના અંતિમ ક્ષણમાં ઘટની પણ ઉત્પત્તિ થવા લાગશે. આ માટે કિયાની પ્રત્યેક ક્ષણમાં કાર્યને કાંઈને કાંઇ અંશની તૈિયારી થાય છે. અને અંતિમ ક્ષણે તે કાર્ય પૂર્ણ થાય છે. આથી એ સિદ્ધ થાય છે કે ક્રિયમાણ કૃત જ છે. આમાં એકાન્તતઃ વિરોધ નથી. કહ્યું પણ છે
જેમ વૃક્ષ અને તેના ભાગોમાં પરસ્પર વિરૂદ્ધતા નથી તેવી જ રીતે ક્રિયમાણ અને કૃતમાં પણ પરસ્પર વિરોધ નથી.
એનું સાધક અનુમાન આ પ્રકારનું છે–જે જેનાથી ભિન્ન બની નથી રહેતા તે તેનાથી એકાન્તતઃ ભિન્ન હોતા નથી. જેમ વૃક્ષથી તેના બીજા ભાગો એકાન્તતઃ ભિન્ન નથી. એજ રીતે કૃતત્વથી એકાન્તતઃ ભિન્ન થતાં કિયમાણત્વ પણ રહેતું નથી એવું સમજવું જોઈએ. આથી “ક્રિયાળ રમ્ ” આ ભગવાન વચન સર્વથા સુસંગત છે. આ માટે આર્ય! આ પ્રવચનનું રહસ્ય છે તેને આપ માનો.
ફરી એ સ્થવિરાએ કહ્યું-આર્ય! “શિયામા ત” આ જે સર્વજ્ઞ ભગવાનનું વચન છે તે પ્રમાણુ જ છે. આથી આપ જે એવું કહે છે કે, “સર્વજ્ઞ પણ જુઠું બેલે છે” આપનું એ અવર્ણવાદરૂપ વચન સજ્જને એ સાંભળવા એગ્ય નથી. ભગવાન સર્વજ્ઞનું વચન તે ત્રણકાળમાં પણ દૂષિત નથી હતું. એને દૂષિત કરવાની આપ કઈ રીતે ચેષ્ટા કરી શકે? જે આ પ્રકારની ખોટી ચેષ્ટા કરે છે, તે એનાથી ઉત્પન્ન થનાર દુષ્કર્મના પ્રભાવથી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૩૦