Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અપેક્ષાથી કાર્ય અસત છે અને તે એનાથી ઉત્પન્ન થાય છે. તે જ રીતે માટીના પિંડથી ઘટ ઉત્પન્ન થાય છે. એ જ રીતે સસલાને શીંગડાં પણ થતાં દેખાવાં જોઈએ. કેમકે જે રીતે માટીના પિંડમાં ઘટ વિદ્યમાન નથી એજ રીતે સસલાને પણ શીંગડાં વિદ્યમાન નથી. પછી અવિદ્યમાનની અવિશેષતા હોવાથી પણ મૃત પિંડથી ઘટ જ કેમ ઉત્પન્ન થાય છે? સસલાનાં શીંગ કેમ નહીં ? જે આ અંગે એમ કહેવામાં આવે કે, સસલાનાં શિંગ પણ માટીના પિંડાથી ઉત્પન્ન થાય છે પરંતુ તે દેખતાં નથી તે અમે પણ એમ કહી શકીએ કે, એ રીતે એનાથી તૈયાર થનાર ઘટ પણ ન દેખાવો જોઈએ. આથી એ માનવું જોઈએ કે, પોતાના કારણમાં કેઈ અપેક્ષા કાર્ય રહેલ છે ત્યારે જ તે તેમાંથી ઉત્પન્ન થાય છે. બીજાથો નહીં. એમ ન હોય તે પછી ગમે તે ચીજથી ગમે તે પદાથે ઉત્પન્ન થવા લાગશે. આવી સ્થિતિમાં માટીથી પટની પણ ઉત્પત્તિ માનવી પડશે. ૩
- ઘટ આદિની ઉત્પત્તિરૂપ કિયાને કાળ દીર્ધ જ છે. માટીને લાવવી, તેને મસળવી, તેને પિંડ બનાવો, ઈત્યાદિ કાર્યોને જેટલો પણ કાળ છે, તે સઘળે ઘટની તૈયાર થવારૂપ ક્રિયાને જ કાળ છે. એવું જે આપ કહે છે તે પણ ઠીક ઉચિત નથી. કેમકે તે ઘટને કાળ નથી ત્યાં તે પ્રતિ સમય હજુદા જુદા માટીના પિડ, શિવકાદિક કાર્ય પ્રારંભ થતું રહે છે, અને બનતાં જાય છે. આથી તે એને કાળ છે. કાર્યને કરણ કાળ અને નિષ્ઠાકાળ બને એક હોય છે. ઘટ તે સમયમાં જ આરંભ થાય છે. અને એ જ સમયે તે બનીને તૈયાર થઈ જાય છે. આ માટે તે કાળ કે જે સમયમાં શિવકા આદિ કાર્ય થાય છે. તે ઘટને કાળ માનવામાં આવતા નથી. ઘટને કાળ એજ માનવામાં આવે કે, જેટલા સમયમાં તે બનીને તૈયાર થયેલ છે. આ માટે એમ કહેવું કે, ઘટને તૈયાર થવાનો કાળ ખૂબ લાંબે છે તે ઉચિત નથી. આથી ઘટ પિતાના ઉપાદાન કારણરૂપ હોવાથી મારી રૂપી દ્રવ્યની એક પર્યાય છે. કારણ
શંકા-ક્રિયાને સઘળે સમય ક્રિયમાણ કાળ છે, તેમાં ક્રિયમાણ ઘટાદિરૂપ વસ્તુ છે જ નહીં. જ્યારે ક્રિયા પુરી થાય ત્યારે જે અનંતર સમય હશે તે જ કૃતને કાળ કહેવાશે કેમકે, તેમજ કાર્યની નિષ્પત્તિ હોય છે. આ માટે “
ચિનં ત” એ વહેવાર કેમ થઈ શકે? કૃત જ કૃત છે એ વહેવાર છે જોઈએ.
ઉત્તર–શંકા તે એ ઠીક છે પણ અમે આપને આ વિષયમાં કેવળ એટલું જ પૂછવા માગીએ છીએ કે, ક્રિયા દ્વારા કાર્ય કરવામાં આવે છે કે અક્રિયા દ્વારા જે કહે કે, ક્રિયા દ્વારા કાર્ય કરાય છે તે કિયા કયા કાળમાં થાય છે? અને કાર્ય કોઈ બીજા સમયમાં થાય છે એ વાત કઈ રીતે બની શકે? કેમકે, કાર્ય જે સમયમાં છે ત્યાં કિયા નથી. અને જે સમયમાં ક્રિયા છે ત્યાં કાર્ય નથી. એવું તમે પિોતે કહી રહ્યા છે તે આ વાત આ પક્ષમાં ટકી શક્તી નથી. એવું તે થતું નથી કે, છેદન ક્રિયા તે થાય ખદીરમાં અને તેને કાર્યો છેદ હોય પલાશ વૃક્ષમાં? જ્યાં કિયા હશે ત્યાં તેનું કાર્ય હશે. પણ આપ જે એવું કહે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૨૮