________________
કે, ક્રિયામાણના કાળમાં કાર્યો નહીં અને જે અનેતર સમય છે ત્યાં ક્રિયમાણ વસ્તુ નહીં. એ તે કૃતને કાળ છે. તે એવું કહેવું કઈ રીતે સારૂં માની શકાય.
કિંચ-કિયાના કાળમાં કાર્ય થતું નથી પરંતુ તે પછીથી થાય છે આ પ્રકારનું કહેવાથી એ વાત પણ સાબિત થાય છે કે, ક્રિયા જ આગળ ઉત્પન્ન થનાર કાર્યમાં વિદનભૂત છે. કેમકે, જ્યાં સુધી ક્રિયા થતી રહે ત્યાં સુધી તે તે કાર્ય થતું જ નથી. એ પછી ક્રિયાની ઉપરતિમાં થાય છે. એથી માલુમ પડે છે કે, આપના મનમાં વિપરીત જ્ઞાનવાળાની જ પ્રવૃત્તિ થાય છે.
જે “કાર્ય તે ક્રિયા જ કરે છે પરંતુ કાર્યની નિષ્પત્તિજ તેને વિરામ થવાથી જ થાય છે. આ માટે ક્રિયામાં કાર્ય પ્રતિ અંતરાય આવતું નથી.” એવું કહેવામાં આવે તો એની સામે એ કહેવામાં આવે કે આ પ્રકારના કથનથી કાર્યને કરવાવાળી ક્રિયાથી કાર્યને કઈ રીતે વિરોધ થઈ શકે કે જેનાથી ક્રિયાકાળમાં કાર્ય ઉત્પન્ન થતું નથી ? એના પછી જ થાય છે, એવું આપનું કથન બરોબર માનવામાં આવે. જે કાર્ય ક્રિયાની પછીથી થાય છે તે એનું તાત્પર્ય એ પણ થઈ શકે કે કાર્ય કિયા કાળમાં અવશ્ય થવું જ જોઈએ. જે રીતે માતા અને પુત્રને કેઈ વિરોધ થઈ શકતું નથી એજ રીતે કાર્યને ઉત્પન્ન કરનાર ક્રિયાને કાર્યની સાથે વિરોધ કઈ રીતે થઈ શકે? આથી એ માનવું જોઈએ કે, ક્રિયાકાળમાં જ કાર્ય ઉત્પન્ન થાય છે.
ફરી જે ક્રિયાના વિરામમાં કાર્ય ઉત્પન્ન થાય એવું માનવામાં આવે તે જે સમયે ક્રિયાને અનારંભ હેય તે સમયે પણ કાર્ય કેમ થતું નથી? કાને ઉપરમ અને અનારંભ આ બને વાતે એકાઈક છે. ચાહે ક્રિયાને ઉપરમ કહે અથવા અનારંભ કહે બન્નેમાં કોઈ અર્થ ભેદ નથી શબ્દમાં ભલે હોય ક્રિયાનો ઉપરમ અર્થાત ક્રિયાને અભાવ તે જેમ એની પરિ સમાપ્તિમાં થાય છે, એજ રીતે એની આરંભ અવસ્થામાં પણ તે છે.
અકિયા કાર્યને કરે છે એ આ બીજો પક્ષ જે સ્વીકારવામાં આવે તે જે રીતે સુમેરુ પર્વત હિમવાન પર્વત અને સમુદ્ર વગેરે વગર કયે થયેલ છે, એ પ્રકારે ઘટાદિકને પણ કર્યા વગર થયેલ માની લેવા પડે. કેમકે, એની કારણભૂત ક્રિયાના અભાવમાં પણ સદ્દભૂતિ તે જોવામાં આવે છે. સાધુઓ માટે મોક્ષને મેળવવા તપ અને સ્વાધ્યાય વગેરેનું જે વિધાન છે તે પણ પછી વ્યર્થ માનવું જોઈએ. કેમકે, આપના મંતવ્ય અનુસાર ક્રિયાના વગર જ સમસ્ત કાર્યોની ઉત્પત્તિને પક્ષ જે સ્વીકાર કરવામાં આવે છે. આથી આપની માન્યતા અનુસાર તે ત્રણે લોકના જીવોએ ચુપચાપ થઈને બેસી રહેવું જોઈએ, કાંઇ પણ કામકાજ ન કરવું જોઈએ. કેમકે, એમના જેટલાં આ લોક અને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૨૯