________________
સ્વરૂપ છે. (૨) તૃતીય નિદ્ભવ આષાઢ હતા એમની એવી માન્યતા હતી કે, સંયત આદિનું જ્ઞાન સદા સંદિગ્ધ રહે છે. કેણ સંયત છે? કેણ સંયત નથી? એને યથાર્થ નિશ્ચય થઈ શકતો નથી. આ પ્રકારથી તેઓ અવ્યક્તવાદી હતા. (૩) ચતુર્થ નિતવ અશ્વમિત્ર હતા એમની એવી માન્યતા હતી કે, ઉત્પાદન અનંતરજ વસ્તુને નાશ થઈ જાય છે. (૪) પંચમ નિહ્નવ ગંગાચાર્ય હતા, એમની એવી માન્યતા હતી કે, એક સમયમાં બે કિયાએને અનુભવ થાય છે. (૫) છઠા નિહ્નવ ષડુલક હતા એમની એવી પણ માન્યતા હતી કે, જીવ, અજીવ અને ને જીવ આ રીતે ત્રણ પ્રકારની રાશી છે. (૬) સાતમા નિદ્ભવ ગોઝમાહિલસ્થવિર હતા એમની એવી પણ માન્યતા હતી કે, સ્પષ્ટ કમ હંમેશાં તેનાથી અબદ્ધ રહે છે.
જમાલિનું વૃતાંત આ પ્રકારે છે–જમાલિ ભગવાન વર્ધમાન સ્વામીની બહેન સુદર્શનાના પુત્ર હતા. તેઓ ક્ષત્રિય હતા અને ક્ષત્રિયકુપુરના નિવાસી હતા. ભગવાન વીરપ્રભુની પુત્રી જે પ્રિયદર્શના હતી, તેના તેઓ પતિ હતા. એક સમયની વાત છે કે, શ્રી વીર વર્ધમાનસ્વામી દીક્ષા લીધા પછી ક્ષત્રિયકુન્ડપુરમાં પધાર્યા. જમાલિ પિતાની પત્ની પ્રિયદર્શનાની સાથે તેમને વંદના કરવા માટે આવ્યા. ભગવાને તેમને ધર્મદેશના આપી. દિવ્ય ધર્મ
નાનું પાન કરતાં જમાલિને વૈરાગ્ય જાગૃત થયે. ઘેર આવી પિતાનાં માતાપિતાની આજ્ઞા લઈ તેમણે પાંચસે ક્ષત્રિય કુમારે સહિત દીક્ષા અંગિકાર કરી. આ સમયે ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા ને ચોદ વર્ષ વિતી ગયાં હતાં. પતિને દીક્ષિત થયેલા જોઈ પ્રિયદર્શનાએ પણ એક હજાર સ્ત્રીઓ સહિત દીક્ષા અંગીકાર કરી. પ્રભુએ પાંચ મુનિઓને જમાલિ મુનિની નેસરાયમાં કરી દીધા. અને એક હજાર સાધ્વીઓને પ્રિયદર્શના સાધ્વીની નેસરાયમાં કરી દીધી. જમાલિના પાંચસે શિષ્ય થયા અને એક હજાર સાધ્વીઓ પ્રિય દર્શનાની શિષ્યા થઈ જમાલિ મુનિએ શ્રી વર્ધમાન સ્વામીની સાથે વિહાર કરતાં કરતાં ખૂબ તપશ્ચર્યા કરી અને અગ્યાર અંગેનો અભ્યાસ પણ કરી લીધો.
કેઈ એક સમયે જમાલિમુનિએ ભગવાન શ્રી વર્ધમાન સ્વામીને બે હાથ જોડીને વંદના નમસ્કાર કરીને પૂછયું કે, હે ભગવંત ! આપની આજ્ઞાથી હું બીજી જગ્યાએ વિહાર કરવા ઈચ્છું છું. જમાલિની આ વાત સાંભળીને ભગવાન એમને જુદે વિહાર લાભકારી નથી. એવા અભિપ્રાયથી મૌન રહ્યા અને ઉત્તર ન આપ્યો. ભગવાને જ્યારે જમાલિને કાંઈ કહ્યું નહીં ત્યારે તેમણે એમ સમજી લીધું કે, “અતિષિનું અનુમતે મવતિ” મૌન એ અનુમતી છે. એમ સમજીને ત્યાંથી પ્રભુને વંદના નમસ્કાર કરીને પોતાના પાંચસો શિષ્ય સાથે પ્રભુથી અલગ વિહાર કરી દીધે.
પાંચસે શિષ્યની સાથે રામાનુગામ વિહાર કરતાં કરતાં તેઓ શ્રાવસ્તી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૨૨