Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મનુષ્ય ભવ કા લાભ હોને પરભી ધર્મ શ્રવણ કી દુર્લભતા
“મારૂં” ઈત્યાદિ.
અન્વયાર્થ–માપુરૂં વિજતં ઢઢું-માનુષ્ય શિકહું ઝરવા મનુષ્યભવ સંબંધી શરીરને મેળવીને પણ મત મુદ્દે સુસ્ર-ધર્મા પ્રુતિઃ સુદ્ધમાં શ્રુત ચારિત્રરૂપ ધમનું શ્રવણ દુર્લભ છે. # સોન્ચ કૃત્વા જે ધર્મને સાંભળીને પ્રાણી સર્વ વંતિહિંચ-ર: ક્ષાન્તિમ્ હિંન્નતમ્ અનશનાદિ બાર ૧૨ પ્રકારના તપને અથવા ઈન્દ્રિયનિગ્રહને, ક્રોધજ્યરૂપ, ક્ષાંતિને ઉપલક્ષણથી માન આદિ કષાયના વિજયને તથા અહિંસક ભાવને ઉપલક્ષણથી મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહથી વિરમણ રૂપ વ્રતને પરિવન્નતિ-પ્રાપ્ત કરે છે. ધર્મનું શ્રવણ જીવને મિથ્યાત્વરૂપી અંધકારને નાશ કરનાર, શ્રદ્ધારૂપ જોતિને પ્રકાશક, તત્વ અતત્વને વિવેચક અમૃત પાન સમાન, એકાન્તતઃ હિત વિધાયક, નિર્મળ ચાંદની સમાન હૃદયને ઉત્પન્ન કરવાવાળા, સ્વપ્નમાં દૃષ્ટ પદાર્થની જાગ્રત અવસ્થામાં પ્રાપ્તિ થવાની માફક, પ્રમાદ જનક ભૂમિમાં દટાયેલા ધનની પ્રાપ્તિ સમાન, સુખ જનક અને સમસ્ત સંતાપને અપહારક બને છે. માટે ધર્મ અવશ્ય શ્રવણ કરવા યોગ્ય છે.
ભાવાર્થ–મનુષ્યભવ મેળવીને પણ જીવને શ્રતચારિત્રરૂપ ધર્મનું શ્રવણ ભાગ્યના ઉદયથી જ મળે છે. એ પુરૂષને ધન્ય છે કે જે આ પ્રકારથી પોતાના જીવનને સફળ બનાવે છે. કેમકે ધર્મનું શ્રવણ કરવાથી જ આ જીવને ખબર પડે છે કે મારૂં કર્તવ્ય શું છે અને અકર્તવ્ય શું છે હિંસાદિક પાપ એ અકર્તવ્ય છે, અને એનાથી પ્રાણાતિપાતાદિ વિરમણરૂપ કર્તવ્ય છે. તપ પાળવા ગ્ય છે, અને કષાયાદિક પરિત્યાગ કરવા યોગ્ય છે. ૮
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૨૦