________________
પ્રકારથી આ વિષયસુખ પણ અનુકૂળ હેતાં સઘળાને સુખરૂપ લાગે છે. બધાના ચિત્તને લોભાવે છે, વર્ષાકાળમાં પાણીના પરપોટાની જેમ જોત જોતામાં નાશ પામે છે અને હાથમાં લીધેલ પાણી જેમ ક્ષણભરમાં ચાલ્યું જાય છે. એજ પ્રકારથી આ વિભવ પણ ક્ષણભરમાં નાશ પામનાર સમજવું જોઈએ. જેમ સ્વચ્છ જળથી ભરેલા ઉંડા ખાડામાં પ્રતિબિંબ રૂપથી પતિત તેની પાસેના વૃક્ષની છાયા, લત્તા, પાંદડાં, પુષ્પ વગેરે, કાંઈ પણ કાર્ય સાધક થતાં નથી. એવી રીતે સંસારને અંતર્ગત વસ્તુઓને સમૂહ પણ આત્મકલ્યાણમાં કોઈપણ સાધક બનતું નથી. આ પ્રકારનાં અંનત દુખેથી ભરેલા આ સંસારમાં અનંત હને અનુભવ કરવા છતાં પણ સંસારી જીવ પ્રાપ્ત અર્થમાં અધિકાર
ભાવના રાજાની માફક દરરોજ તેની સંસારવધક વિષયી સુખમાં લેભાતે રહે છે. આત્માનું કલ્યાણ કઈ રીતે થશે તેની ગેડી પણ ચિંતા કરતું નથી. આટલા માટેજ મનુષ્યજન્મ મળેલ છે તે તેનું કાંઈક સાર્થક કરી લેવું જોઈએ. નહીં તે આ મનુષ્યજન્મ પુરો થતાં તેની પ્રાપ્તિ ફરી થવી દુર્લભ છે. આથી મનુષ્યનું કર્તવ્ય છે કે, જ્યારે મહાદુર્લભ એ મનુષ્યજન્મ તેને પ્રાપ્ત થયો છે તે સંસારના સાચા સ્વરૂપને અવશ્ય અવશ્ય વિચાર કરતા રહે. તેણે વિચારવું જોઈએ કે, જે આ સંસાર છે તેના જેવું દુઃખનું સ્થાન બીજું કઈ નથી.
જીવ કા એકેન્દ્રિ આદિમેં ભ્રમણ
ભાવાર્થ –કર્મથી કદાચ સંસારી જીવ ચેરાસી લાખ નીઓમાં ભ્રમણ કરવા છતાં પણ ફરી એજ ચક્કરમાં ફસાય-ખૂંચી જાય તેવાં કાર્યોમાં તે રત રહે છે પણ એ ચક્કર કઈ રીતે બંધ થાય તેની ચિંતા કરતું નથી. જેમ કેઈ ક્ષત્રિય વારંવાર યુદ્ધ કરવા છતાં તેના દિલમાં યુદ્ધની અરૂચી જાગતી નથી. તેવી રીતે સંસારી જીવ પણ સંસારનાં અનંત દુઃખને જાણવા છતાં તેના પ્રત્યે અરૂચી ન લાવતાં જ્ઞાનાવરણીય કર્મોને ફરી ફરી વધારવાની તરફ જ તેની મુખ્ય પ્રવૃત્તિ બની રહે છે. તેને એ વાતને ખ્યાલ પણ નથી આવતું કે, આ મનુષ્યભવદ્વારા જ તે અનંત દુઃખાને અંત લાવી શકાય છે. એ કારણે આ ભવદ્વારા જ જે તે દુઃખ નષ્ટ કરવામાં નહીં આવે તે ફરી એ કયો ભવ છે કે, આ દુઃખને અંત લાવવામાં ઉપયોગી થાય? આથી મહાપૂણ્યના ઉદયથી અપ્રાપ્ય એવા મળેલા મનુષ્યભવને સફળ બનાવવા તરફ લક્ષ દેવું જોઈએ અને તે પ્રાણીમાત્રનું એક માત્ર સૌ પ્રથમ કર્તવ્ય છે. પછે
જ ”-ઈત્યાદિ.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૧૮