Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંગ્રહ કર્તમાનાં હિ સમષ્ટસહિતં પ્રત્યેકમટોત્તરું,
कोणानां च सहस्रमेषु जयति द्यूते पितु यः सुतः ॥ साम्राज्यं लभते स तस्य विजयो ते यथा दुर्लभः संसारे भ्रमतः पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभः ॥४॥
આ ચોથું ધૃતદષ્ટાંત છે. જે ૪ છે પાંચમું રત્નદષ્ટાંત આ પ્રકારનું છેધનસમૃદ્ધ નામનું એક નગર હતું, તેમાં એક કરોડ રત્નને માલિક એ ધનદ નામને વણિક રહેતું હતું. તે જમીનમાં દાટી રાખેલા રત્ન ઉપર પલંગ પાથરીને સુઈ રહેતું હતું. જેને પિતાના પુત્રને પણ વિશ્વાસ ન હતું, તેથી રને તેણે કયાં કયાં રાખ્યાં છે તે પોતાના પુત્રને પણ બતાવતે ન હતો. જે તે ધનપતી હતે તેને અનુરૂપ તેને રહેવાનું મકાન ન હતું તેમ તેની રહેણી કરણ પણ તેને અનુરૂપ ન હતી. તે વેપાર પણ કરતે નહીં કારણ કે તેની માન્યતા એવી હતી કે, વેપારમાં જે ધન રોકવામાં આવે તે હાથથી ચાલ્યું જાય છે. અને ગયેલું ધન ફરીથી મળવાનું નિશ્ચિત હોતું નથી.
એક સમયની વાત છે કે, જ્યારે તેને બોલાવવા માટે તેના કેઈ સંબંધીનું આમંત્રણ આવ્યું. જ્યારે તે ત્યાં જવા માટે તૈયાર થયો ત્યારે તેણે રત્નોની રક્ષા માટે પિતાને સૌથી નાના પુત્ર કે જેનું નામ વસુપ્રિય હતું તેને નિયુક્ત કર્યો. અને કઈ કઈ જગ્યાએ કેટલાં રને રાખ્યાં છે, એ વાત પણ તેને બતાવી દીધી. તે ધનદ જ્યારે બહારગામ ગયે ત્યારે વસુપ્રિય રત્નાદિકની રક્ષા કરવા લાગ્યો. બધા ભાઈઓ એકઠા મળીને વસુપ્રિયની પાસે આવ્યા અને વાત વાતમાં વસુપ્રિયે પોતાના ભાઈઓને રત્નનાં બધાં ઠેકાણાં બતાવી દીધાં. તેમણે જમીન ખોદી ને કાઢી લીધાં. દરેકને રત્નની પ્રાપ્તિ થવાથી અપાર હર્ષ થશે. બીજા દેશના વણિકજને વેપાર માટે નગરમાં આવ્યા હતા તેમને આ લોકેએ બધાં રત્ન વેચી દીધા અને પોતપોતાની પુંજી બનાવી લઈને દરેક જણ વેપાર કરવા લાગ્યા. તેમને વેપાર ખૂબ ચાલ્યો. બધા કરોડપતી બની ગયા કાળાન્તરે ધનદ પાછા ઘેર આવ્યા, ત્યારે તેણે પિતે રાખેલાં રત્નની જે તે સ્થળે તપાસ કરી તે તે તેને મળ્યાં નહીં. ત્યારે તેણે વસુપ્રિયને પૂછ્યું, જેણે મારાં રત્નને લીધાં છે? વસુપ્રિયે કહ્યું, બધા ભાઈઓએ રને વહેંચી લીધાં છે. વસુપ્રિયની વાત સાંભળીને ધનદને એકદમ ક્રોધ ચડ અને ગુસ્સામાં આવીને તેણે કહ્યું, તમે બધા લહમીરૂપી કંદને ઉખાડનારા કેદાળી જેવા છે. આથી તમે બધા મારા ઘરમાંથી ચાલ્યા જાવ એમાંજ તમે સઘળાની ભલાઈ છે, નહિતર વેચેલાં રત્નને પાછાં લાવે. જ્યાં સુધી રત્નો પાછાં નહીં આવે ત્યાં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૦૮