Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કહ્યું કે, શુક્રની રાત્રીમાં આ સ્વપ્ન દેખાયું છે આજે શનીવાર છે. એ કારણે તમને ઘી ગેાળ સાથે રાટલા અને તેલ મળશે. હવે જ્યાં જ્યાં એ શિક્ષા માટે ગયે ત્યાં ત્યાં તેને એ ચીજો ખૂબ પ્રમાણમાં મળી.
જ્યારે છ દિવસ પુરા થયે એક રાત્રિએ તે નગરના રાજા મરી ગયા. રાજાને કાઈ પુત્ર ન હતા. મંત્રીઓએ રાજ્યની વ્યવસ્થા માટે એવી મસલત કરી કે રાજાની હાથણી જેના ગળામાં પુષ્પમાળા પહેરાવે તેને રાજગાદી સુપ્રશ્ન કરવી. આ પ્રકારના જ્યારે પૂર્ણ રૂપથી નિણૅય લેવાયા ત્યારે હાથણીની સુઢમાં પુષ્પમાળા આપીને તેને છુટી મુકી. નગરના દરેક માગ ઉપર તે કરતી હતી, તેની પાછળ માણુસાના સમૂહ પણ ચાલ્યા આવતા હતા. ઘૂમતાં ઘૂમતાં તે જંગલ તરફ્ વળી. મૂળદેવ આ વખતે ત્યાં એક વૃક્ષની છાયામાં બેઠા હતા. હાથણીએ ત્યાં પહોંચીને મૂળદેવના ગળામાં પુષ્પમાળા પહેરાવી દીધી. હાથણીએ મૂળદેવને પુષ્પમાળા પહેરાવેલી જોઈ ને મત્રીઓએ મૂળદેવને તે સમયે તે હાથણી ઉપર બેસાડીને ઘણા આદરસત્કારની સાથે તેના નગરપ્રવેશ કરાગ્યે.
ભુવાએ મનુષ્યના ટાળાની વચ્ચે મૂલદેવને હાથણીપર બેઠેલા તેમજ ત્યાંના રાજા ખનેલા જોઈને તેને લાગ્યુ કે સ્વપ્નના આરાધનના પ્રભાવથી મૂલદેવને રાજ્યના લાભ થયા છે. આ વિચારથી તેને ઘણેા જ પશ્ચાત્તાપ થયા અને મનમાંને મનમાં ખડખડચેા કે, મને અભાગીને ધીક્કાર છે કે, મે સઘળા લેાકેાની સામે મારા સ્વપ્નને પ્રકાશીત કરી નિષ્ફળ બનાવ્યું. આ પછી જ્યાં તેને સ્વપ્ન આવ્યુ હતુ ત્યાં રાજલક્ષ્મીની આશાથી રાજ રાત્રીના સુઈ જવા લાગ્યું, કારે સ્વપ્નમાં મને ચંદ્ર દેખાય અને કચારે મને રાજ્યની પ્રાપ્તી થાય.
આ દૃષ્ટાંતથી એ સમજવુ' જોઈ એ કે, જે પ્રકારે ભુવાને તે સ્વપ્નની પ્રાપ્તિ દુર્લભ ખની તે રીતે આ મનુષ્યજન્મથી પ્રદ્યુત પ્રમાદીજીવને ક્રી મનુષ્યભવની પ્રાપ્તિ દુલભ છે. આ કથાના ભાવદ
શ્લાક આ પ્રકારના છે.
स्वप्ने कार्पटिकेन रात्रिविगमे चन्द्रं मुखान्तर्गत, दृष्ट्वा सर्व जनामतो निगदितं लब्धं न राज्यं फलम् । स्वप्नस्तस्य पुनः स तत्र शयितस्यासीद्यथा दुर्लभः, संसारे भ्रमतः पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभः ॥ १॥ છઠ્ઠું સ્વપ્નદૃષ્ટાંત છે.
સાતમું ચક્રદ્રષ્ટાંત આ પ્રકારનું છે. આનું બીજુ નામ રાધાવેધ દૃષ્ટાંત પણ છે.
મથુરા નગરીમાં જીતશત્રુ નામના એક રાજા રાજ્ય કરતા હતા. તેને એક કન્યા હતી જેનુ' નામ ઈન્દિરા હતું. તે ચેાસઠ કળાઓમાં કુશળ હતી એક
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૨૧૦