Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હજાર યોજન જેટલો હતો. તેમાં અનેક પ્રકારના જળચર જીવ રહેતા હતા. તે ધરો પૂબજ સુંદર હતો. તેનું જળ શેવાળ સમૂહથી આચ્છાદિત હતું એમાં એક કાચ પિતાનાં બચ્ચાંઓ સાથે રહેતો હતો. એક સમયની વાત છે કે, તે ધરાના કાંઠે જાંબુડાનાં વૃક્ષે હારબંધ ઉગ્યાં હતાં તે પૈકીના એક વૃક્ષ ઉપરથી થોડાં જામ્યુફળ શેવાળ ઉપર પડયાં. આ રીતે જાંબુડાના પડવાથી જળ ઉપર આચછાદિત થયેલી શેવાળમાં છિદ્ર પડી ગયાં. આ વખતે એ શેવાળની નીચે રહેતા કાચબાએ જાંબુને લઈને શેવાળમાં પડેલા છિદ્રમાંથી પિતાની ડેક બહાર કાઢી. પોતાની ડોકને શેવાળમાંથી બહાર કાઢતાં જ કાચબાએ સ્વચ્છ આકાશમાં તારાગણેથી સુશોભિત પરમ શોભાસંપન્ન એવા શરદકાળના પૂર્ણ ચંદ્રમાના પ્રકાશને જે. જોતાં જ તેને ઘણું જ આશ્ચર્ય થયું અને તે મને મન વિચારવા લાગ્યું કે, અહા! આ શું દેખાઈ રહ્યું છે? મેં આજ સુધી તેને આનંદ દેવાવાળ આવે અપૂર્વ પદાર્થ કદી પણ જોયો નથી. આ કે સુંદર છે? આ પ્રકારને વિચાર કરી, એ અપૂર્વ વસ્તુ પિતાના પરિવારને પણ બતાવવાને વિચાર કર્યો અને પાણીમાં ડુબકી મારી તે પિતાના પરિવારની પાસે પહોંચ્યું. અને તેને સાથે લઈ તે ઉપરોક્ત સ્થળે પહોંચે ત્યારે તે શેવાળ કે જેમાં જાબુને લઈ છિદ્ર પડ્યું હતું. તે પવનને કારણે પુરાઈ જતાં શેવાળની સપાટી ફરીથી સંધાઈ ગઈ તેથી કાચબા અને તેના પરિવારને ફરીથી ચંદ્રનાં દર્શન ન થયાં. એ પ્રકારે મનુષ્ય જન્મને હારી ગયેલ પ્રમાદી પ્રાણુને મનુષ્ય જન્મ મળ મહા દુર્લભ છે.
આ દૃષ્ટાંત ભાવસંગ્રાહક શ્લેક આ પ્રમાણે છે –
दृष्ट्वा कोऽपि हि कच्छपो इदमुखे शैवालबन्धच्युते, पूर्णेन्दु मुदितः कुटुम्बमिह तं द्रष्टुं समानीतवान् । રૌવા મિત્તેિ ભંવ શશિનઃ સંતરીને દુમન, संसारे भ्रमतः पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभः ॥१॥
આ આઠમું કૂર્મદષ્ટાંત છે. . ૮ નવમું યુગદ્રષ્ટાંત આ પ્રકારનું છે–
આ દષ્ટાંત કલ્પનાથી સંબંધ રાખે છે. અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર પછી એક છેલ્લે દ્વીપ અને સમુદ્ર છે. એ છેલલા સમુદ્રને વિસ્તાર અસંખ્ય
જનને છે. ઉંડાઈ પણ તેની એક હજાર એજનની છે. આમાં કલ્પના કરે કે, કેઈ એક દેવ પૂર્વ દિશા તરફ એક સરું કે જે ગાડીમાં બળદના કાંધ ઉપર રાખવામાં આવે છે તે નાખી દે અને પશ્ચિમ દિશા તરફથી એ સરાની લાકડીઓ નાખી દે. પશ્ચિમ દિશાએ નાખેલી ધોંસરાની એ સાંબેલ વહેતાં વહેતાં ચાલી આવે અને તે ધંસરી સાથે મળી જાય, જે રીતે આ વાત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૧૩