Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઘણી જ દુર્લભ છે અને તેનાથી પણ અધિક દુર્લભ તે એ છે કે, ધસરાની તે સાંબેલો વહેતાં વહેતાં તે ધંસરાના વીંધમાં જોડાઈ જાય એ વાત દુર્લભ છે. આ રીતે મનુષ્યભવથી પ્રચુત પ્રમાદી જીવને ફરીથી મનુષ્યભવની પ્રાપ્તિ થવી દુર્લભ છે. તેના ભાવને દર્શાવતે ક આ પ્રકાર છે
पाच्यब्धौ युगकीलिका विनिहिता क्षिप्तं युगं पश्चिमे, यद्वहुर्लभमेव तत्र वहतोः संमीलनं तद्वयोः। सम्यायास्तु पुनर्युगस्य विवरे तस्याः प्रवेशो यथा, संसारे भ्रमतः पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभः ॥१॥
આ નવમું યુગદષ્ટાંત છે. તે છે દસમું પરમાણુ દષ્ટાંત આ પ્રકારનું છે.
આ દૃષ્ટાંત પણ કલ્પનાથી સંબંધ રાખવાવાળું છે. જેમ રમતના તેરથી કાઈદેવે માણિયથી ભરેલા એવા એક સ્તંભને વજના પ્રહારથી તેડી નાખ્યો. પછી તેને એટલે પિસ્યો કે, તેના ચૂરેચૂરા થઈ ગયા. ચૂર્ણ જે જ્યારે તે થઈ ગયા ત્યારે તે ભુકાને તેણે એક નળીમાં ભર્યો અને સુમેરૂ પર્વતના શિખર ઉપર ઉભા રહીને ચારે બાજુ તે ભુકાને કુંકથી ઉડાડી દીધું. એ સ્તંભના ભુકા રૂપે બનેલા સઘળા પરમાણુઓને તે દેવે પિતાની કુંકથી ચારે કેર ઉડાવી દીધા અને વાયુએ પ્રબળ વેગથી દરેક દિશામાં લઈ જઈને દુર ફેંકી દીધા. દૂર દૂર જ્યાં ત્યાં ફેંકાઈ ગયેલા એ સઘળા પરમાણુઓને એકત્રિત કરી ફરીથી સ્તંભનું નિર્માણ કરવું દુષ્કર છે તેવી જ રીતે આ મનુષ્યભવને હારી બેઠેલ જીવ ફરી મનુષ્ય જન્મની પ્રાપ્તિ કરી શકતો નથી. તેને ભાવ દર્શાવાતે લેક આ પ્રકારને છે.
चूर्णीकृत्य पराक्रमान्मणिमयं स्तंभ सुरः क्रीडया, मेरौ सनलिका समीरवशतः क्षिप्त्वा रजो दिक्षुतत् । स्तम्भस्तैः परमाणुमिः सुमिलितै लाँके यथा दुष्करः, संसारे भ्रमतः पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभः॥१॥
આ દસમું પરમાણું દષ્ટાંત છે. ૧૦ મનુષ્યભવ દુર્લભ કેમ છે, આ વાતને સૂત્રકાર પ્રગટ કરે છે– “સમાવના ? ઈત્યાદિઅન્વયાર્થ-ગાથામાં “” આ શબ્દ વાયાલંકારમાં પ્રયુક્ત થયે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૨૧૪