Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આઠ ૧૦૦૮ ખૂણા હતા. રાજાને એક પુત્ર હતા અને તેનું નામ વસુમિત્ર હતું. એક વખત વસુમિત્રે વિચર કર્યું કે, રાજા વૃદ્ધ થઈ ગયા છે. તેનાથી યથાવત્ રાજ્યનું કામકાજ થતું નથી. એમ છતાં પણ તેએ મને રાજ્યાધિકાર સાંપતા નથી. આથી રાજાને મારી, રાજ્યના ઉત્તરાધિકાર પ્રાપ્ત કરી લઉં, વસુમિત્રનું આ રહસ્ય મંત્રીના જાણવામાં આવ્યું, અને એ વાત રાજાને કહી દીધી. રાજાએ આથી પાતાના પુત્રને મેલાવીને કહ્યું કે, બેટા ! આપણા કુળની એ રીત ચાલી આવે છે કે, જ્યાં સુધી માપ જીવતા હેાય ત્યાં સુધી પુત્રને રાજ્યના અધિકાર પ્રાપ્ત થતા નથી. આપના મરવા પછી જ પુત્ર રાજ્યના અધિકારી અને છે. આ પ્રકારે કુળક્રમથી ચાલ્યા આવતા એ રીવાજને જે સહન કરી શકતા નથી તે જુગાર રમી આ ક્રમની સામે વિજય મેળવી શકે છે. અર્થાત્ જે જુગારમાં જીતે છે તેને રાજ્યના અધિકારી બનાવી દેવામાં આવે છે. જુગાર રમવાની વિધી આ પ્રકારની છે. પુત્રના દાવ એક વખત ાય છે, અને રાજાને તેની ઈચ્છા અનુસાર, ખીજી વાત એ છે કે, જે સભાભવનના એકહજારમાઠી૦૦૮ થાંભલા છે અને એ પ્રત્યેકને એકહજારઆઠ૧૦૦૮ ખુણા છે એ ખુણામાંથી એક એક ખુણાને એકહજારઆઠ ૧૦૦૮વાર જીતવામાં આવે છે. આ ક્રમથી તે સઘળા થાંભલા જ્યારે જીતવામાં આવે ત્યારે તે વિજયી કહેવાય છે. કદાચ બધા ખુણા જીતી લેવામાં આવે અને એકાદ ખૂણ્ણા જીતવામાં ખાકી રહે તે બધા ખુણા ન જીતાયેલા જ મનાય છે. અને એ બધાને જીતવા માટે ક્રીથી જુગાર રમવા પડે છે. જેમ એકવાર પણ ગ્રહણ કરેલ બ્રહ્મચય ખંડિત થઇ જાય તા સમસ્ત મહાવ્રત ખત માનવામાં આવે છે. આ પ્રકારનાં પિતાનાં વચન સાંભળીને વસુમિત્રે વિચાર કર્યાં કે, જ્યારે જીગાર રમવામાં જીત થવાથીજ જો રાજ મળતું હોય તા પિતાને મારવાથી લાભ શુ થવાના ? આ પ્રકારના વિચાર કરી વસુમિત્ર પિતાની સાથેજુગાર ખેલવામાં પ્રવૃત્ત અન્યા. પરંતુ તેને ઉપરોક્ત પ્રકારથી વિજય મેળવવા દુષ્કર આન્યા તેવીજ રીતે આ મનુષ્યભવ પુનઃ પ્રાપ્ત થવા પ્રાણી માટે દુ ભ જાણવા જોઇએ.
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૨૦૦