Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે કે, જ્યારે કેઈ એ વેશ જુએ છે “મુખ ઉપર દેરા સાથેની સુખવચિકા બાંધેલ છે. સફેદ ચલપટ્ટો પહેરેલ છે. સફેદ ચાદર ઓઢેલ છે, જે હરણ ધારણ કરેલ છે. ભિક્ષા માટેના પાત્ર ઝોળીમાં ઢંકાયેલ હાથમાં છે. મસ્તક ખુલ્લું છે. પગમાં પગરખાં, મજા આદિ નથી, ઈર્ષા સમિતિ આદિ પાંચ સમિતિઓથી યુક્ત છે. ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત છે.” સાધુને આજ વેશ છે. અને આવા વેશવાળા આ સાધુ છે, એવું તુરત જ સમજાઈ જાય છે. તથા જીનકપિઓનો એ વેષ છે કે તે પિતાના મોઢા ઉપર દેરાથી સફેદ મુખવસ્ત્રિકા બાંધે છે. રજોહરણ રાખે છે, અને કટિબંધન વસ્ત્ર રાખે છે. એને જોતાંની સાથે જ જેનાર સમજી જાય છે કે એ જીનકલ્પિ સાધુ છે, આ પ્રકારને સાધુને વેષ લેકમાં વિશ્વાસ જનક હોય છે. અને તે એ માટે કે, આ વેષ નિસ્પૃહતાનો સૂચક હોય છે. (૩) તપની અપેક્ષા આ આ. લકતા એ માટે પ્રશંસનીય બની છે કે જેમાં સકલ ઇંદ્રિના સંગાપન રૂપ તપ જીનેન્દ્ર ભગવાનથી અનુજ્ઞાત છે. (૪) તથા તેમાં મહાન ઇંદ્રિય નિગ્રહ થાય છે. કેમ કે ઉપકરણ વગર સ્પર્શન ઇંદ્રિયને પ્રતિકૂલ શીતવાત, આતપ, આદિ સહેવાં પડે છે, આનાથી ઇંદ્રિયે કાબુમાં રહે છે.
દષ્ટાંત–દશપુર નામના નગરમાં એક સમદેવ નામને બ્રાહ્મણ હતા, તેની સ્ત્રીનું નામ રૂદ્રમાં હતું. તે જીનેન્દ્ર ભગવાનની આજ્ઞાની અરાધિકા હતી. સમદેવને બે પુત્રો હતા. મોટા પુત્રનું નામ આર્ય રક્ષિત અને નાના પુત્રનું નામ ફલ્યુરક્ષિત હતું. આર્ય રક્ષિત પિતાની પાસે શાનું અધ્યયન કરીને અધિક વિદ્યાપ્રાપ્તિની અભિલાષાથી દશપુરથી પાટલીપુત્ર રવાના થયે, ત્યાં પહોંચીને તેણે સાગે પાંગ ચારે વેદોનું અને ચૌદ વિદ્યાનું ખૂબ અધ્યયન કર્યું. જ્યારે તે પારંગત બની ચૂક્યું ત્યારે તે પાટલીપુત્રથી પિતાને ગામ પાછો આવ્યો. દશપુરના રાજાને જયારે તેના આવવાના સમાચાર મળ્યા એટલે તેણે તેના સ્વાગતની ખૂબ તૈયારી કરી. આર્ય રક્ષિત જ્યારે નગરની સમીપ પહોંચે, તે સમયે રાજા તેને નગરમાં પ્રવેશ કરાવવા તેની સામે ગયા. હાથી ઉપર બેસાડીને ઘણાજ સન્માન પૂર્વક રાજાએ તેને નગરમાં પ્રવેશ કરાવ્યો. રૂપું, તેનું વિગેરેના નજરાણુથી રાજાએ તેને ખૂબ સત્કાર કર્યો. આ રીતે નગર નિવાસીઓએ પણ રાજાને સાથ આપ્યો. સારી રીતે આદર સત્કાર મેળવીને આરક્ષિત પોતાને ઘેર પહોંચે. માતા પિતાને નમસ્કાર કર્યા. વિદ્યાની પ્રાપ્તિથી રાજા તથા અન્ય નગરવાસીઓથી સન્માનિત પિતાના પુત્રને જોઈ પિતા તેના દિલમાં ખૂબ જ હર્ષિત બન્યા, માતાએ આ વિષયમાં પિતાને હર્ષ પ્રગટ કર્યો નહીં જ્યારે આર્ય રક્ષિત માતાની આ પ્રકારની સ્થિતિ જોઈ તે તે બે કે, હે માતા ! શું કારણ છે કે તમે આ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૨૪