Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તરફ ઉપેક્ષાભાવ ધારણ કરે પરંતુ તાળો મળતી જ રે-ત્તા મનસિ કુર્યાત તેને વચનેને પિતાના મનમાં સ્થાન ન આપે. અજ્ઞાનવશતાથી તેણે સંયમ ધનું અપમાન કરનાર ભાષાનો ઉપયોગ કર્યો છે તે તેમાં એને દેષ નથી. પરંતુ મારા પૂર્વોપાજીત પાપ કર્મોનું જ એ ફળ છે. આવું સમજીને એ અસભ્ય ભાષા બોલવાવાળા ઉપર કેશબુદ્ધિ ન કરે.
દષ્ટાંત-ક્ષમાધર નામના દુષ્કર તપશ્ચર્યા કરવામાં લીન એવા એક મુનિ હતા. તેમના ગુણેના અનુરાગી એવા કેઈ એક દેવે વંદના કરીને એમને કહ્યું કે, મારા યોગ્ય કેઈ કાર્ય હોય તે આપ મને અવશ્ય કહે એમ હ આપને હાથ જોડી પ્રાર્થના કરી કહું છું એક વખત તે મુનિ ક્યાંક જઈ રહ્યા હતા. રસ્તામાં સામેથી આવતો એક ચંડાલ મળે. તેણે મુનિરાજને જોઈને હાંસી કરતાં કહ્યું કે, હે અકર્મણ્ય ભિક્ષુક ! તું ક્યાં જઈ રહ્યો છે. મુનિએ જ્યારે તેનાં આવા દુર્વચન સાંભળ્યાં ત્યારે તેને કોલ આવી ગયે અને કહેવા લાગ્યા કે, શું તું આ સમયે ઉન્મત્ત બની રહ્યો છે? મુનિનું વચન સાંભળીને ચાંડાલના ક્રોધનું ઠેકાણું ન રહ્યું અને તેણે ચિડાઈને મુનિને કહ્યું અરે ભિક્ષુક ! તું શું બકે છે? તારા જે મલીન દેહવાગે બીજે કયું છે? ખાતાં કમાતાં ન આવડયું એટલે મુંડ મુંડાવીને મુનિ બની ગયા, અને ઘર ઘરમાં કુતરાની માફક ભીખ માગવા લાગે છે, શરમ નથી આવતી? કાંઈ કામ કરતાં આવડતું નથી એટલે સાધુ બનવા નિકળી પડશે. પૂર્વભવમાં દાન નહીં દીધું હોય એટલે તે એનું આ ફળ ભેગવવું પડે છે. અને ઘરઘરને ભિખારી બની રહ્યો છે. છતાં પણ અકકડ થઈને ફરે છે. જરા લાજ! તારા જેવા અનેક કાર્ય કરવામાં અસમર્થ હોઈને મેં બાંધીને પેટ ભરવા માટે ગામ ગામ ભટકે છે. આમ કહી ત્યારે તે ચાલ્યો ગયો ત્યારે ક્રોધના આવેશથી તે મુનિ અંદરને અંદર બળતા બળતા પિતાના સ્થાન ઉપર ગયા. જ્યારે તેમને ક્રોધ શાંત થયે ત્યારે તેમને આ વિષયમાં ભારે પશ્ચાત્તાપ થયે.
આ પછી પિલા દેવ મુનિની પાસે આવીને નમસ્કાર કરીને બેઠા અને કહ્યું, આપની સંયમયાત્રા તે સુખપુર્વક છે ને ? શાંત આત્મા મુનિએ અંદરથી હસતાં હસતાં પ્રત્યુત્તરમાં કહ્યું કે, જે સમયે આ સંયમયાત્રામાં ચંડાલે વિઘ્ન નાખ્યું તે સમયે તમે કયાં ગયા હતા? દેવે જવાબ આપ્યો
જ્યારે આપ બંનેને કલહ ચાલી રહ્યો હતો ત્યારે હું અદશ્ય રૂપે ત્યાં જ હતો. તે પછી એ પરિસ્થિતિમાં તમે મારી સહાયતા કેમ ન કરી ? આ પ્રકાર મુનિના કહેવાથી પ્રત્યુત્તરમાં દેવે કહ્યું, અને તે સમયે સહાયતા કરવા લાયક કોઈ વિશેષતા આપવામાં ન દેખાઈ એ વખતે જેતે ચાંડાલ મને દેખાય તેવા જ આપ મારી દષ્ટિમાં દેખાતા હતા. પછી સહાયતા કેની કરવી ? દેવના આ ઉત્તરથી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૫૧