Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાવાર્થ—અલક પદથી અહિં સ્થવિરકપિકને જે અલક કહ્યા છે. તે એવા અભિપ્રાથથી કે તે, શાસ્ત્ર મર્યાદાની અનુસાર જ વસ્ત્ર રાખે છે. તેનાથી અધિક નહીં. આગમમાં સ્થવિરકલ્પિક માટે અમુલ્યવાળાં પ્રમાણપત વસ્ત્રોને રાખવાં મર્યાદિત છે, એને જ તેઓ ધારણ કરે છે. આથી આ અવસ્થામાં પણ તે અલક જ માનવામાં આવે છે. આ વિષયને વિશેષરૂપથી ખુલાસો પહેલાં છટ્ઠા અચેલકપરીષહના પ્રકરણમાં આપવામાં આવી ગયેલ છે. મુનિએ તેલ આદિનું માલીસ કરવું વજીત છે. તથા તપસ્યા કરતા રહે છે. આથી તેમનું શરીર રૂક્ષ થઈ જાય છે. રૂક્ષ શરીરમાં લેહી ખૂબ ઓછું હોવાથી તૃણસ્પર્શની વેદના અધિક થાય છે. આથી એવી અવસ્થામાં સાધુનું કર્તવ્ય છે કે, તે વેદનાને સમભાવથી સહન કરે. છે ૩૪ છે
- જ્યારે તૃણુપર્શથી પીડા થાય ત્યારે મુનિએ શું કરવું જોઈએ તે સૂત્રકાર કહે છે – જયવર’–ઈત્યાદિ.
અન્વયાથ–પ્રાયવર–જાતા ઘામ તડકાના નિવા–નિતિન પડવાથી શરીરમાં જે પરસેવે આવે છે તે પરસેવે તૃણક્ષત અર્થાત શરીરમાં તૃણના સ્પર્શથી ઉત્પન્ન ચેલા ઘાવમાં લાગે છે ત્યારે મરછા રેચ -અતુલા વેના અતિ ભારે વેદના થાય છે પૂર્વ નષા-પર્વ જ્ઞાતિવા એવી વેદનાને અનુભવ કરીને પણ તતક્લિા -તુળર્કિતા દર્શાદિજન્ય ઘાવ વાળા મુનિએ સંતુષ–સનુગ ઉનના તાંતણુએથી બનાવેલ કમ્બલ આદિ તથા કપાસથી બનાવેલ વસ્ત્રાદિકનું આચ્છાદન ન કરવું જોઈએ.
એને ભાવ આ પ્રમાણે છે, શયન અને આસનમાં છિદ્રો વગરના દર્ભ આદિ ખડને પરિગ જીનકપિક તથા સ્થવિરકલ્પિક બનેને માટે અનુ. જ્ઞાત છે, જેમાં જીનક૯િ૫ મુનિ તેને દઢતાથી સહન કરીને, પૂર્વનુ જ્ઞાન, તીક્ષણ ઉપયોગ, તથા અલ્પનિંદ્રા આદિ પ્રખર ગુણવાળા હોવાથી તેના શરીરનું હલન ચલન આદિ ક્રિયા ઉપગ પુરતી અને અલ્પ હોય છે. તેનાથી આવનાર કિંઈન્દ્રિયાદિક ની વિરાધના થવાને સંભવ નથી. આ માટે તે વસનું સેવન કરતા નથી. સ્થવિરકલ્પિક મુનિ એવા ન હોવાથી દર્માદિક તૃણેને ભૂમિ ઉપર બીછાવી તેમાં આવવાવાળા કંથવા, પીપાલીકા, આદિ જંતુઓની વિરાધનાનું નિવારણ કરવા માટે પ્રાન્ત ભાગમાં કાપ ન પડે તે માટે તેના ઉપર વસા બિછાવીને સુવે છે અને બેસે છે. આ પ્રકારે જે કઠોર કુશ-દર્યાદિક તૃણસ્પર્શને સારી રીતે સહન કરે છે તે મુનિ તૃણસ્પર્શ પરીષહના વિજેતા કહેવાય છે.
દષ્ટાંત–શ્રાવસ્તી નગરીમાં જીતશત્રુ નામના રાજાને ભદ્ર નામને પુત્ર હતા. પદ્મ નામના આચાર્યની પાસે તેણે એક સમય ધર્મને ઉપદેશ સાંભળી દીક્ષા ધારણ કરી લીધી. કમથી આગમને અભ્યાસ કરી જ્યારે તે બહેશત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
૧૬૪